________________
ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૩
વળી, અનર્થદંડનું પચ્ચક્ખાણ ક૨વા અર્થે આલાવો બોલે છે
“અવાધ્યાનાદિરૂપ ચાર પ્રકારના અનર્થદંડનો હું યથાશક્તિ પરિહાર કરું છું અને જાવજ્જીવ સુધી યથાગૃહીત અભંગથી હું પાલન કરીશ.”
આ પ્રકારની પ્રતિજ્ઞા કરવાથી તુચ્છવૃત્તિને કા૨ણે જે વસ્તુ જીવનમાં ઉપયોગી ન હોય તેના અવદ્ય ધ્યાનરૂપ અનર્થદંડની પ્રાપ્તિ થાય છે તેવા પાપનો પોતાની શક્તિ અનુસાર પરિહાર કરાય છે.
આ ત્રણેય વ્રતો (૬-૭-૮) સર્વવિરતિને અનુકૂળ શક્તિ સંચય કરવાનું કારણ હોવાથી ગુણવ્રત કહેવાય છે અને આ ત્રણેય વ્રતોનો અભિલાપ ત્રણ વાર બોલાય છે. જેથી સ્વીકારાયેલી પ્રતિજ્ઞામાં દૃઢતા આવે છે. ચાર શિક્ષા વ્રત ઃ
ત્યારપછી ચાર પ્રકારના શિક્ષાવ્રતની પ્રતિજ્ઞા કરે છે.
૨૦૫
(૯-૧૦–૧૧–૧૨) સામાયિકવ્રત, દેશાવગાસિકવ્રત, પૌષધોપવાસવ્રત અને અતિથિસંવિભાગવ્રત ઃ
શ્રાવક કહે છે કે “હે ભગવન્ ! આજથી માંડીને તમારી સમીપે હું મારી શક્તિ અનુસાર સામાયિક, દેશાવગાસિક, પૌષધોપવાસ, અને અતિથિસંવિભાગ વ્રતને સ્વીકારું છું.” આ ચાર વ્રતો સર્વવિરતિની શક્તિના સંચયને અનુકૂળ વિશેષ પ્રકા૨ના વ્યાપારરૂપ હોવાથી ‘શિક્ષાવ્રત’ કહેવાય છે. અર્થાત્ સર્વવિરતિને અનુકૂળ આ શિક્ષા છે, જેથી જે શ્રાવકે સામાયિકના પરિણામને યથાર્થ જાણીને સ્વશક્તિ અનુસાર પ્રતિવર્ષ કે પ્રતિમાસ અમુક સામાયિક કરવાની પ્રતિજ્ઞા કરી હોય તેને અનુસાર સામાયિક કરીને સંપૂર્ણ નિ૨વદ્ય જીવન જીવવાને અનુકૂળ સમભાવના પરિણામને પ્રગટ કરવા પ્રયત્ન કરે છે. જેથી સુખ-દુઃખ, શત્રુ-મિત્રજીવન-મૃત્યુ એવા સર્વભાવો પ્રત્યે સમાન પરિણામ વર્તે અને તે ભાવોને પોષક બને તેવી સ્વાધ્યાયાદિની ક્રિયા સામાયિક દરમ્યાન કરવાની પ્રતિજ્ઞા કરે છે.
‘પૌષધોપવાસ વ્રત’માં ચાર પ્રકારના પૌષધનું વ્રત ગ્રહણ કરીને પૌષધના દિવસે સર્વ વ્યાપારનો ત્યાગ ક૨ીને સંપૂર્ણ વ્યાપાર રહિત ચારિત્રમાં આત્માનું પ્રતિષ્ઠાન થાય તેવી ક્રિયામાં શ્રાવક યત્ન કરે છે. જેથી જાવજીવ સુધી મન-વચન-કાયાના સર્વવ્યાપારનો ત્યાગ કરીને ત્રણ ગુપ્તિના બળથી આત્મામાં વિશ્રાંતિને માટે યત્ન કરનારા સાધુની જેમ પોતે પણ સદા આત્મભાવમાં વિશ્રાંતિના સામર્થ્યવાળા થાય તેવી શક્તિનો સંચય શ્રાવક કરે છે.
‘અતિથિ સંવિભાગ’ વ્રતનો અભિલાપ કરે છે
'
અતિથિ સાધુ છે અને તેઓને નિર્દોષ આહારાદિનો વિભાગ કરીને વિવેકપૂર્વક વહોરાવીને શ્રાવક પોતે તે આહારાદિનો ઉપભોગ કરે છે જેના બળથી સાધુના સંયમ પ્રત્યેના વધતા જતા રાગને કારણે સાધુ તુલ્ય નિરારંભ જીવન જીવવાની શક્તિનો સંચય થાય છે.
આ ચાર શિક્ષાવ્રતના આલાપા સમુદિત ત્રણ વા૨ બોલાય છે, જેના કારણે સ્વીકારેલી પ્રતિજ્ઞામાં દૃઢતા આવે છે.