________________
૨૦૩
ધર્મસંગ્રહ ભાગ-૨ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨૩
આ જાવજીવ સુધી મૈથુનનું પચ્ચખ્ખાણ શ્રાવક કઈ રીતે ગ્રહણ કરે છે તે સ્પષ્ટ કરતાં કહે છે. દેવલોક સંબંધી મૈથુન દુવિધ-ત્રિવિધથી કરે છે.” તેથી એ પ્રાપ્ત થાય કે મનથી-વચનથી-કાયાથી પોતે વૈક્રિયશરીરવાળાં દેવ-દેવીઓ સાથે ભોગાદિ કરશે નહીં અને કરાવશે નહિ. તિર્યંચ સંબંધી એકવિધ-ત્રિવિધથી પચ્ચખાણ કરે છે; કેમ કે પશુપાલનાદિ કરે. તો પશુઓના ઉછેરમાં મૈથુન કરાવવાનો પ્રસંગ પ્રાપ્ત થાય. પરંતુ સ્વયં પશુ સાથે કામની ચેષ્ટા કરશે નહીં તે પ્રકારે મન-વચન-કાયાથી એકવિધ પચ્ચખાણ કરે છે અને મનુષ્ય સંબંધી જે પ્રમાણે પોતે મૈથુનની મર્યાદા રાખી હોય તે પ્રમાણેના અભંગથી વ્રત પાલન કરવાના અધ્યવસાયપૂર્વક અવશેષનું પચ્ચખ્ખાણ કરે છે. આ પ્રકારે પચ્ચખ્ખાણ કરવાથી શ્રાવકને સંપૂર્ણ મૈથુન વ્રતની બલવાન ઇચ્છા હોવા છતાં પોતાની અશક્તિને કારણે મનુષ્ય સંબંધી કંઈક મર્યાદા રાખીને અને તિર્યંચ સંબંધી નહીં કરવાની મર્યાદા રાખીને અને દેવસંબંધી દુવિધ-ત્રિવિધના ત્યાગની મર્યાદા રાખીને મૈથુનના ત્યાગનો પરિણામ થાય છે. શ્રાવક સંપૂર્ણ નિર્લેપ ચિત્તવાળા નથી તેથી અનુમોદનાનો પરિહાર અશક્ય છે; કેમ કે જ્યાં સુધી સંગનો સંબંધ છે ત્યાં સુધી અનુમોદનના પરિણામનો પરિહાર થઈ શકે નહીં. તેથી શ્રાવક દુવિધ-ત્રિવિધથી મૈથુનનું પચ્ચખ્ખાણ કરે છે. વળી, તેને દઢ કરવા માટે કહે છે કે તે સ્થૂલ મૈથુનનું હું પ્રતિક્રમણ કરું છું. અર્થાત્ પૂર્વે મેં જે મૈથુનનો ત્યાગ કરેલો નહીં તે મૈથુનની પ્રવૃત્તિથી નિવર્તન પામું છું અને પૂર્વમાં જે કંઈ તેવા પ્રકારના મૈથુનની મેં પ્રવૃત્તિ કરી છે તેની હું નિંદા, ગહ કરું અને તેવા પ્રકારના મૈથુન સેવનારા મારા આત્માનો હું ત્યાગ કરું છું. આ પ્રકારે પ્રતિજ્ઞા કરવાથી સ્થૂલ મૈથુનના ત્યાગનો પરિણામ અતિ દૃઢ થાય છે અને તે દઢ કરવા અર્થે શ્રાવક અત્યંત ઉપયોગપૂર્વક પ્રસ્તુત આલાવો ત્રણ વખત બોલે છે જેથી તે પરિણામ અતિશયથી સ્થિર થાય. (૫) સ્થૂલ પરિગ્રહપરિમાણવ્રત:
પાંચમા અણુવ્રતનો અભિલાપ કરે છે – “હે ભગવન્ ! આજથી માંડીને તમારી સમીપે અપરિમિત પરિગ્રહનું હું પચ્ચખાણ કરું છું.” તેથી સ્વીકારાયેલા પરિમાણથી અધિક પરિગ્રહ નહીં રાખવાનો પરિણામ થાય છે અને પરિગ્રહ તે જીવ માટે બંધનરૂપ છે તેવી સ્થિરબુદ્ધિ થાય છે. અને તે બંધનના નિવર્તનના અભિલાષથી અપરિમિત પરિગ્રહનું પચ્ચખાણ કરે છે. જેની વૃદ્ધિ દ્વારા સર્વથા પરિગ્રહ રહિત થવાને અનુકૂળ શક્તિનો સંચય થાય છે. તે અપરિમિત પરિગ્રહનું પચ્ચખાણ ધનધાન્યાદિ નવવિધ વસ્તુ વિષયક છે. વળી, બોલે છે કે ઇચ્છાના પરિમાણને હું સ્વીકારું છું અર્થાત્ પોતે સંકલ્પ કરેલ પરિગ્રહના પરિમાણને સ્વીકારે છે અને જાવજીવ સુધી ગ્રહણને અનુરૂપ અભંગથી હું પાલન કરીશ એવો સંકલ્પ કરે છે. વળી, પચ્ચખાણને અતિશય કરવા અર્થે કહે છે કે હે ભગવન્! અપરિમિત પરિગ્રહનું હું પ્રતિક્રમણ કરું છું, નિંદા કરું છું, ગર્તા કરું છું અને તેવા આત્માનો હું ત્યાગ કરું છું. તેથી અત્યાર સુધી જે અપરિમિત પરિગ્રહનો અધ્યવસાય હતો તેનું નિવર્તન થાય છે અને પૂર્વમાં જે અપરિમિત પરિગ્રહ ગ્રહણ કરવાની વૃત્તિ હતી તેની નિંદા, ગહ કરે છે