________________
૧૯૨
ધર્મસંગ્રહ ભાગ-૨/ દ્વિતીય અધિકાર | શ્લોક-૨૩ મંગલરૂપ નંદીસૂત્ર કરાવવા માટે તેની પૂર્વભૂમિકારૂપે દેવને વંદન કરાવો જેથી દેવને વંદન કરીને હું નંદીસૂત્ર” સાંભળું અને ત્યારપછી તમે મારામાં યથાઉચિત ત્રણ સામાયિક આરોપણ કરો.
આ રીતે શિષ્ય ગુરુને વિનંતી કરે ત્યારે સૂરિ શિષ્યને પોતાની ડાબી બાજુએ સ્થાપન કરીને વધતી જતી સ્તુતિઓથી=પૂર્વ-પૂર્વની સ્તુતિ કરતાં ઉત્તર-ઉત્તરની સ્તુતિ આલાવા વગેરેથી વધતી હોય, ઉચ્ચારણથી વધતી હોય અને ભાવથી વધતી હોય તે રીતે સંઘની સાથે દેવને વંદન કરાવે અને વંદન કરાવીને સર્વ ક્રિયા કરાવીને યાવતું મને આપો, ત્યાં સુધી ક્રિયા કરાવે શિષ્ય પાસે વ્રતગ્રહણની સર્વ ઉચિત ક્રિયાઓ કરાવીને યાવતું મને વ્રત આપો ત્યાં સુધીની ક્રિયા કરાવે. તેર દ્વારમાંથી વિટ્ટ' “ચૈત્યવંદન' રૂપ પ્રથમદ્વાર સમાપ્ત
થયું.
ત્યારપછી દેવને વંદન કરાવ્યા પછી આચાર્ય શ્રી શાંતિનાથ ભગવાનની આરાધનાર્થે કરેમિ કાઉસગ્ગ વંદણવત્તિયાએ ઇત્યાદિ સૂત્ર બોલીને સત્તાવીશ ઉચ્છવાસનો કાઉસગ્ન કરાવે અને શ્રી શાન્તિ ઇત્યાદિ સ્તુતિ બોલે.
આનાથી એ પ્રાપ્ત થાય કે શાંતિનાથ ભગવાન તેમના નામ પ્રમાણેના ગુણવાળા હોવાથી વિદ્ગોની શાંતિમાં પ્રબળ કારણ છે. તેથી તેમની આરાધનાપૂર્વક વ્રત ગ્રહણ કરવામાં આવે તો અંતરંગ મોહ આપાદક વિઘ્નો તેમના પ્રત્યેની ભક્તિથી કરાયેલા કાઉસગ્ગથી શાંત થાય છે. તેથી તે પ્રકારના શાંતિનાથ ભગવાનના ગુણગાનપૂર્વક અને વધતી જતી શ્રદ્ધાદિથી જો તે શિષ્ય કાઉસગ્ગ કરે અને પછી ગુરુમુખે શ્રી શાંતિનાથ ભગવાનની સ્તુતિ સાંભળે તો શાંત થયેલું ચિત્ત સુખપૂર્વક વ્રતના પરિણામ પ્રાપ્ત કરવા સમર્થ થાય છે. અહીં સંતિ સત્તાવીસા' બીજું દ્વાર પૂરું થાય છે,
ત્યારપછી દ્વાદશાંગીની આરાધના માટે હું કાઉસગ્ન કરું . વંદણવત્તિયાએ ઇત્યાદિ આલાવો બોલીને શિષ્ય ઉપયોગપૂર્વક એક નવકારનો કાઉસગ્ગ કરે. ત્યારપછી દ્વાદશાંગીની સ્તુતિ બોલે.
આનાથી એ પ્રાપ્ત થાય કે ભગવાનના વચનરૂપ દ્વાદશાંગી છે અને તે દ્વાદશાંગીને સમ્યક્ત આદિ ઉચ્ચરાવ્યા પછી પોતાની શક્તિ અનુસાર પરિણમન પમાડવાની છે તેથી દ્વાદશાંગી પ્રત્યેના વધતા જતા બહુમાનપૂર્વક તેનો કાઉસગ્ગ કરે અને તેના ગુણગાનરૂપ સ્તુતિ સાંભળે તેથી યોગ્ય જીવને શ્રુત પ્રત્યેની ભક્તિની બુદ્ધિ થાય અને સમ્યક્ત આદિ ઉચ્ચરાવ્યા પછી અપ્રમાદથી શ્રુત ભણવા માટે યત્ન કરીને શક્તિ અનુસાર અવશ્ય શ્રુતના રહસ્યનો જાણકાર બને તેવો નિર્મળ પરિણામ પ્રસ્તુત કાયોત્સર્ગથી પ્રગટે છે. આથી ઉપયોગપૂર્વક દ્વાદશાંગીના આરાધનાના કાઉસગ્ગથી વ્રત સમ્યક્ પરિણમન પમાડવામાં તે કાઉસગ્ગ પ્રબળ નિમિત્ત બને છે. અહીં વારસ' રૂપ ત્રીજું દ્વાર પૂર્ણ થયું.
ત્યારપછી શ્રુતદેવતાના કાઉસગ્ગને હું કરું છું, અન્નત્થ, ઇત્યાદિ કહીને કાઉસગ્ગ કરે. ત્યારપછી શ્રુતદેવતાની સ્તુતિ સાંભળે. આ પ્રકારની સ્તુતિ કરવાથી ભગવાનનું શ્રુત, વ્રત ઉચ્ચરાવ્યા પછી પોતાને પ્રાપ્ત કરવું છે અને તેની પ્રાપ્તિમાં શ્રુતદેવતા પોતાને સહાયક થાય તેવો અભિલાષ વર્તે છે. તેથી તેઓના નિમિત્તે કાઉસગ્ન કરીને પોતે વ્રત ગ્રહણ કર્યા પછી શ્રુતઅધ્યયન સારી રીતે કરી શકે તેને અનુકૂળ દૃઢ