________________
ધર્મસંગ્રહ ભાગ-૨ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨૩ દેવતાઓનો કાઉસગ્ગ કરે. ત્યારપછી સ્તુતિ બોલે. નમસ્કાર કરીને અને બેસીને શક્રસ્તવનો પાઠ કરે. પરમેષ્ઠિસ્તવ બોલે. ‘જયવીયરાય’ ઇત્યાદિ બોલે. આ પ્રક્રિયા સર્વવિધિમાં સમાન છે. તે-તે નામ ઉચ્ચારકૃત વિશેષ છે. ત્યારપછી વંદનપૂર્વક શિષ્ય કહે છે ‘હે ભગવન ! ઇચ્છાપૂર્વક તમે મને સમ્યક્ત્વ સામાયિક, શ્રુત સામાયિક, દેશવિરતિ સામાયિકના આરોપણ માટે નંદી કરાવણ માટે કાઉસગ્ગ કરાવો.' ત્યારપછી શિષ્ય સહિત ગુરુ સમ્યક્ત્વ સામાયિક, શ્રુત સામાયિક, દેશવિરતિ સામાયિકના આરોપણ માટે હું કાઉસગ્ગ કરું છું. ઇત્યાદિ બોલે. સત્તાવીશ ઉચ્છ્વાસ ચિંતનરૂપ લોગસ્સ બોલે. ક્ષમા॰=ખમાસમણ, પૂર્વક નમસ્કારત્રયરૂપ નંદિસૂત્ર સંભળાવે. ત્યારપછી પૃથક્ પૃથક્ નમસ્કારપૂર્વક ત્રણવાર સમ્યક્ત્વ દંડકનો પાઠ કરે અને તે આ છે
1
‘હે ભદા ! આજથી તમારી સમીપમાં મિથ્યાત્વથી પ્રતિક્રમણ કરું છું, સમ્યક્ત્વ સ્વીકારું છું. તે આ પ્રમાણે - દ્રવ્યથી, ક્ષેત્રથી, કાલથી, ભાવથી. દ્રવ્યથી મિથ્યાત્વનાં કારણોનું પચ્ચક્ખાણ કરું છું. સમ્યક્ત્વનાં કારણોનો સ્વીકાર કરું છું. આજથી માંડીને અન્ય ઉત્થિત, અન્યઉત્થિત દેવતા અથવા અન્ય ઉત્થિતથી પરિગૃહીત અરિહંત ચૈત્યોને વંદન કરવા અને નમસ્કાર કરવા મને કલ્પે નહીં એમ અન્વય છે. પૂર્વમાં નહીં બોલાવેલા અન્યતીર્થિકને આલાપ કરવા માટે, સંલાપ કરવા માટે, તેઓને અશન, પાન, ખાદિમ, સ્વાદિમ આપવા માટે કે અનુપ્રદાન કરવા માટે=વારંવાર આપવા માટે, મને કલ્પે નહીં એમ અન્વય છે. ક્ષેત્રથી- અહીં અથવા અન્યત્ર કાલથી જાવજ્જીવ સુધી ભાવથી જ્યાં સુધી ગ્રહથી ગૃહીત ન થાઉં, જ્યાં સુધી છલથી છલિત ન થાઉં, જ્યાં સુધી સંનિપાતથી અભિભવ ન પામું, જ્યાં સુધી અન્ય કોઈ રોગ આતંક આદિથી આ પરિણામ=સમ્યક્ત્વની પ્રતિજ્ઞાનો પરિણામ, ન પરિવર્તન પામે ત્યાં સુધી મને આ સમ્યગ્દર્શન છે. રાજાભિયોગથી, ગણાભિયોગથી, બલાભિયોગથી, દેવતાભિયોગથી, ગુરુના નિગ્રહથી, વૃત્તિકાંતારથી= આજીવિકાનાં કારણોથી, અન્યત્ર વોસિરાવું છું=પૂર્વમાં બતાવેલ પ્રતિજ્ઞા અનુસાર હું ત્યાગ કરું છું. અને ત્યારપછી
૧૯૦
“અરિહંત મારા દેવ છે, જ્યાં સુધી જીવું ત્યાં સુધી સુસાધુ મારા ગુરુ છે, જિનપ્રજ્ઞપ્ત તત્ત્વ છે. એ સમ્યક્ત્વ મારા વડે ગૃહીત છે.” આ ગાથાનો ત્રણવાર પાઠ કરે.
વળી, જે સમ્યક્ત્વના સ્વીકારની સાથે દેશવિરતિ સ્વીકારે છે. તેને અહીં જ=સમ્યક્ત્વના ઉચ્ચારણ પછી અહીં તરત જ, વ્રતનો ઉચ્ચાર છે.
-
“ત્યારપછી વંદન કરીને શિષ્ય કહે છે “ઇચ્છાપૂર્વક તમે મને સમ્યક્ત્વ સામાયિક, શ્રુત સામાયિક, દેશવિરતિ સામાયિકનું આરોપણ કરો.” ગુરુ કહે - ‘આરોપણ કરું છું.' ૧. ફરી વંદન કરીને શિષ્ય કહે છે - ‘આજ્ઞા આપો હું કંઈક કહું' ગુરુ કહે - ‘વંદન કરીને પ્રવેદન કર.’ ૨. વળી, વંદન કરીને કહે છે – ‘તમે મને સમ્યક્ત્વ સામાયિક, શ્રુત સામાયિક, દેશવિરતિ સામાયિકનું આરોપણ કર્યું. હું અનુશાસન ઇચ્છું છું.' ગુરુ કહે - ‘આરોપણ કર્યું, ક્ષમાશ્રમણના હાથથી આરોપણ કર્યું. સૂત્રથી, અર્થથી, તદુભયથી સમ્યક્ ધારણ કરજે. ગુરુ ગુણો વડે=ઘણા ગુણો વડે, વૃદ્ધિને પામજે, વિસ્તારના પારને થનારો થજે=સ્વીકારેલાં વ્રતોનું પૂર્ણ પાલન કરનારો થજે.' શિષ્ય કહે છે - ‘ઇચ્છું છું’ ૩. ત્યારપછી વંદન કરીને શિષ્ય કહે છે. ‘તમને પ્રવેદન કર્યું. આજ્ઞા આપો સાધુઓને પ્રવેદન કરું.' ગુરુ કહે છે - ‘પ્રવેદન કર.' ૪. ત્યારપછી વંદન કરીને એક નવકારને ઉચ્ચારતો સમવસરણ અને ગુરુને પ્રદક્ષિણા આપે છે. આ રીતે ત્રણવાર કહે. ત્યારપછી ગુરુ નિસઘામાં બેસે છે. ૫. ખમાસમણપૂર્વક શિષ્ય હે છે - ‘તમને પ્રવેદન કરાયું, સાધુઓને પ્રવેદન કરાયું આજ્ઞા આપો હું કાઉસસગ્ગ કરું.' ગુરુ કહે - ‘કરેહ'=તું કર, ૬. ત્યારપછી વંદન કરીને કહે છે. ૭. ‘સમ્યક્ત્વસામાયિક-શ્રુતસામાયિક-દેશવિરતિસામાયિકને સ્થિર કરવા માટે હું કાઉસગ્ગ કરું છું.' ઇત્યાદિ બોલીને સત્તાવીસ ઉચ્છ્વાસના ચિંતનરૂપ લોગસ્સ બોલે. ત્યારપછી સૂરિ તેને પાંચ ઉદુમ્બર આદિના યથાયોગ્ય અભિગ્રહોને