________________
૧૯૩
ધર્મસંગ્રહ ભાગ-૨ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨૩ પરિણામ પ્રસ્તુત કાઉસગ્ગથી થાય છે. અહીં ‘સુન'=શ્રુતદેવતા રૂપ ચોથું દ્વાર પૂરું થયું.
એ રીતે=શ્રુતદેવતાનો કાઉસગ્ન કર્યો એ રીતે, શાસનદેવતાનો હું કાઉસગ્ન કરું ત્યારપછી અન્નત્થ ઇત્યાદિ બોલી એક નવકારનો કાઉસગ્ન કરે અને શાસનદેવતાની સ્તુતિ કરે. “જે શાસનદેવતા જૈનશાસનનું રક્ષણ કરે છે અને વિક્નોનો નાશ કરનાર છે તે શાસનદેવતા મારા અભિપ્રેતની સમૃદ્ધિ માટે થાઓ આ પ્રકારે શાસનદેવતાનો કાઉસગ્ન કરીને સ્તુતિ કરવાથી થયેલા સુંદર અધ્યવસાયને કારણે પોતાને અભિપ્રેત એવું સમ્યક્ત કે દેશવિરતિ આદિ વ્રતના સભ્યપાલન માટે બલાધાન થાય છે અને શાસનદેવતા તરફથી સહાય મળે તેવો સુંદર આશય હોવાથી કદાચ શાસનદેવતા જાગ્રત ન હોય તો તેમના તરફથી કોઈ સહાયતા ન થાય તો પણ પોતાના શુભ અધ્યવસાયથી તે પ્રકારનાં કર્મ નાશ પામે છે. જેથી સુખપૂર્વક સ્વીકારાયેલા વતની આરાધના કરી શકે. અહીં “સાસણ' નામનું પાંચમું દ્વાર પૂરું થાય છે.
ત્યારપછી સમસ્ત વૈયાવચ્ચ કરનારા દેવોનો કાઉસગ્ગ કરાય છે અને ત્યારપછી તેની સ્તુતિ કરાય છે. . આનાથી એ પ્રાપ્ત થાય કે સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાની વૈયાવચ્ચ કરનારા દેવો વિષયક કાયોત્સર્ગ કસ્વાથી પોતાને વ્રતપાલનમાં તેઓ તરફથી ઉચિત સહાયતા પ્રાપ્ત થાય તેવો અભિલાષ વર્તે છે. અને તે કાયોત્સર્ગના બળથી થયેલા શુભ અધ્યવસાયથી પણ ઘણાં વિજ્ઞભૂત કર્મો નાશ પામે છે જેથી સ્વીકારાયેલાં વ્રતોનું સમ્યક્ પાલન થઈ શકે છે. અહીં ‘વિત્નસુરા' નામનું છઠું દ્વાર પૂરું થાય છે.
ત્યારપછી નવકાર બોલીને વ્રત ગ્રહણ કરનાર પુરુષ બેસીને શક્રસ્તવ કરે. પછી પરમેષ્ઠિસ્તવ કરે અને જયવયરાય ઇત્યાદિ બોલે. આ રીતે કરવાથી ભગવાનની ભક્તિની વૃદ્ધિ થાય છે. તે ભક્તિની વૃદ્ધિને કારણે આગળમાં સ્વીકારાશે તે વ્રતો સમ્યક પરિણમન પામશે તેને અનુરૂપ અધ્યવસાય થાય છે. અહીં નવકાર, શક્રસ્તવ અને પરમેષ્ઠિતવરૂપ સાત-આઠ-નવ ત્રણ દ્વારે પૂરાં થાય છે. આ નવ દ્વારની પ્રક્રિયા સર્વવિધિમાં સમાન છે. ફક્ત તે-તે નામના ઉચ્ચારકૃત ભેદ છે.
આશય એ છે કે આ નવ દ્વારોની વિધિ સમ્યત્વ સામાયિક, દેશવિરતિ સામાયિક, સર્વવિરતિ સામાયિક કે અન્ય પણ વ્રત ઉચ્ચારમાં સમાન છે. ફક્ત જે જે સામાયિક ઉચ્ચરાવવાની હોય તે-તે નામકૃત ભેદ છે. આથી જ સર્વવિરતિ સામાયિક ઉચ્ચરાવવાની હોય તો “સમ્યક્ત સામાયિક, શ્રત સામાયિક, સર્વવિરતિ સામાયિક આરોપણ અર્થે નંદી કરાવવા માટે દેવને વંદન કરાવો' તે પ્રકારનું વિશેષ ઉચ્ચારણ થાય છે.
ત્યારપછી વંદનપૂર્વક શિષ્ય ગુરુને કહે છે. “હે ભગવન્! ઇચ્છાપૂર્વક તમે મને સમ્યક્ત સામાયિક, શ્રુત સામાયિક, દેશવિરતિ સામાયિક આરોપણ માટે નંદી કરાવણ અર્થે કાઉસગ્ન કરાવો.' આ પ્રકારે ગુરુ પાસેથી વિનયપૂર્વક કાઉસગ્ન કરાવવાથી વ્રતને અનુકૂળ મંગલ અર્થે નંદીસૂત્ર સાંભળવાને અનુરૂપ શુદ્ધિ થાય છે. તેમ નંદીસૂત્ર અર્થે કાઉસગ્ગ કરીને શુદ્ધ થયેલું ચિત્ત અત્યંત ઉપયોગપૂર્વક નંદીસૂત્ર સાંભળે તો તે નંદીસૂત્રનું શ્રવણ સમ્યફ પરિણમન પામે જે મંગલરૂપ હોવાથી વ્રતના સમ્યક પરિણમનમાં નિમિત્ત બને. અહીં ‘વંગ' નામનું ૧૦મું દ્વાર પૂરું થયું.
ત્યાર પછી=નંદીસૂત્રનો કાઉસગ્ન કર્યા પછી, શિષ્ય સહિત ગુરુ સમ્યક્ત સામાયિક, શ્રુત સામાયિક