________________
૧૫
ધર્મસંગ્રહ ભાગ-૨/ દ્વિતીય અધિકાર | શ્લોક-૨૩
વળી, અન્યતીર્થિક એવા ગુરુઓ સાથે પોતાને પૂર્વમાં પરિચય ન હોય તેવા ગુરુની સાથે બોલવા દ્વારા પરિચય નહીં કરવાનો સંલાપ નહીં કરવાની પ્રતિજ્ઞા કરાય છે. જેથી તેઓના પરિચયને કારણે મિથ્યાત્વની પ્રાપ્તિના પ્રસંગનો પરિહાર થાય છે.
વળી, અન્યતીર્થિકોને ગુરુબુદ્ધિથી ચાર પ્રકારના આહારાદિ આપવા માટે કે વારંવાર આપવા માટે હું પ્રયત્ન કરીશ નહીં એ પ્રકારની પ્રતિજ્ઞા કરે છે જેથી મિથ્યા આચારને સેવનારા કે તેમના ત્યાગને જોઈને તેઓ પ્રત્યે ગુરુબુદ્ધિ થાય નહિ. જેથી તે ગુરુમાં સુગુરુની બુદ્ધિરૂપ મિથ્યાત્વના પ્રસંગનો પરિહાર થાય છે. આ પ્રતિજ્ઞાનું સ્વરૂપ બતાવ્યા પછી તે પ્રતિજ્ઞા ક્ષેત્રને આશ્રયીને જ્યાં પ્રતિજ્ઞા કરી છે તે ક્ષેત્રમાં અને અન્ય સર્વ ક્ષેત્રોમાં પણ પોતાની પ્રતિજ્ઞા રહેશે એવો સંકલ્પ કરે છે. જેથી એવો વિકલ્પ ઊઠે નહીં કે મેં તો અમુક ક્ષેત્રની પ્રતિજ્ઞા કરી છે પરંતુ સર્વક્ષેત્રમાં તે પ્રકારે વંદન-પૂજન નહીં કરવાની પ્રતિજ્ઞા કરી નથી. તેથી સર્વ ક્ષેત્રની પ્રતિજ્ઞાના જેના કારણે અન્ય ક્ષેત્રમાં અન્યતીર્થિક દેવ કે અન્યતીર્થિક ગુરુને વંદનાદિનો પરિણામ થાય નહિ.
વળી, કાલથી આ પ્રતિજ્ઞા જ્યાં સુધી પોતે જીવે છે ત્યાં સુધી છે. જેથી સદા માટે મિથ્યાત્વનાં કારણોના ત્યાંગનો અધ્યવસાય થાય છે.
વળી, ભાવથી પોતે આ પ્રતિજ્ઞાને સદા પાળવા ઇચ્છે છે, તો પણ કોઈક વ્યંતરાદિના ગ્રહથી ગૃહીત થાય, કોઈક દેવતાના છલથી છલિત થાય, કોઈક સંનિપાતના રોગથી મન ઉપરનો કાબૂ ન રહે કે કોઈ અન્ય પ્રકારના રોગને કારણે પોતાને પ્રતિજ્ઞાનું સ્મરણ ન રહે તો પોતાની પ્રતિજ્ઞાનો ભંગ ન થાય તે અર્થે વિકલ્પ કરે છે કે “જ્યાં સુધી હું ગ્રહથી ગૃહીત ન થાઉં, છલથી છલિત ન થાઉં, સંનિપાતથી પરિભવ ન પામું અને રોગ આતંકાદિના કારણે મારો આ પરિણામ પ્રતિપતિત ન થાય ત્યાં સુધી મારો આ સમ્યગ્દર્શનનો પરિણામ છે.” અર્થાત્ સમ્યગ્દર્શનમાં વિઘ્નરૂપ મિથ્યાત્વનાં કારણોના ત્યાગપૂર્વક સુદેવમાં સુદેવની બુદ્ધિ અને સુગુરુમાં સુગુરુની બુદ્ધિ છે.
તેમાં અપવાદ બતાવે છે – રાજાભિયોગાદિનાં કારણોથી ક્યારેક અનિચ્છાએ પણ અન્યદર્શનના દેવોને નમસ્કાર કરવા પડે કે અન્ય કુગુરુઓને આહારાદિ આપવા પડે તોપણ મારી પ્રતિજ્ઞાનો ભંગ ન થાય જે અર્થે છ આગારપૂર્વક આ સર્વ પ્રવૃત્તિઓને હું વોસિરાવું છું. અર્થાત્ કુદેવને અને કુગુરુને વોસિરાવું છું અને આ વોસિરાવ્યા પછી સમ્યક્ત ગ્રહણ કરવા અર્થે જાવજીવ અરિહંત મારા દેવ છે, સુસાધુ મારા ગુરુ છે અને જિનપ્રજ્ઞપ્ત તત્ત્વ જિનપ્રજ્ઞપ્ત ધર્મ છે તેવી સ્થિરબુદ્ધિ કરવા અર્થે ત્રણ વખત તે ગાથા બોલીને તત્ત્વ પ્રત્યેનો પક્ષપાત ઉત્પન્ન કરે છે.
આનાથી એ પ્રાપ્ત થાય કે અરિહંતના પારમાર્થિક સ્વરૂપના બોધપૂર્વક અરિહંત તુલ્ય સિદ્ધ અવસ્થાની પ્રાપ્તિ અર્થે તેઓની ઉપાસના કરવામાં આવે અને જિનવચનાનુસાર ચાલનારા ૧૮૦૦૦ શીલાંગવાળા સુસાધુના પારમાર્થિક સ્વરૂપને જાણીને તેમની ગુરુબુદ્ધિએ ઉપાસના કરવામાં આવે અને સર્વજ્ઞપ્રણીત