________________
૧૮૪
ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર / બ્લોક-૨૨-૨૩
પછી સદા યત્ન કરે છે તેઓને વ્રતગ્રહણ કાલમાં કદાચ વ્રતનો પરિણામ ભાવથી પ્રગટ ન થતો હોય તોપણ નિત્ય સ્મૃત્યાદિમાં યત્ન કરવાથી પાછળથી વ્રતનો પરિણામ ભાવથી પ્રગટ થાય છે. વળી કોઈ યોગ્ય જીવને વ્રતગ્રહણકાળમાં વ્રતનો પરિણામ પ્રગટ થયો હોય અને સદા જેઓ નિત્ય નૃત્યાદિમાં યત્ન કરે છે, તેઓનો વ્રતનો પરિણામ ક્યારેય નાશ પામતો નથી. માટે કલ્યાણના અર્થી જીવે પોતાની ભૂમિકાનુસાર વ્રતગ્રહણાદિ ક્રિયામાં અપ્રમાદ કરવો જોઈએ. અને વ્રત સ્વીકાર્યા પછી નિત્ય મૃત્યાદિમાં ઉદ્યમ કરવો જોઈએ. જેથી સ્વીકારાયેલું વ્રત સુરક્ષિત રહે અને ઉત્તરોત્તર વૃદ્ધિ પામે. આ પ્રકારે યત્ન કરવાથી અવિરતિનો નાશ થાય છે; કેમ કે સર્વ ક્રિયામાં અભ્યાસથી જ કુશલપણું આવે છે. તેથી જેમ સંસારની ક્રિયામાં પણ અભ્યાસથી કુશલપણું આવે છે તેમ જે જીવો સ્વીકારાયેલા ગુણસ્થાનકને અનુરૂપ ઉચિત ક્રિયાઓમાં યત્ન કરે છે તેઓને તે ક્રિયાઓના બળથી તે ગુણસ્થાનકમાં કુશલતા આવે છે.
વળી, આ રીતે નિરંતર વિરતિના પરિણામનો અભ્યાસ કરવામાં આવે તો તે વિરતિનો પરિણામ જન્માન્તરમાં સાથે આવે છે. માટે વિવેકી શ્રાવકે પોતાની શક્તિ અનુસાર સમ્યક્ત સ્વીકાર્યા પછી શક્તિ અનુસાર પચ્ચખાણ પ્રતિક્રમણાદિ વિરતિની ક્રિયા કરવી જોઈએ અને શક્તિસંચય થાય તો બાર વ્રતો સ્વીકારવા જોઈએ. અને સ્વીકાર્યા પછી નિત્ય સ્મૃત્યાદિમાં યત્ન કરીને તે વ્રતોનું સમ્યફ પાલન કરવું જોઈએ. વળી, સ્વીકારાયેલા ગુણસ્થાનકની પુષ્ટિ કરે તેવા અન્ય પણ નિયમો ગ્રહણ કરવા જોઈએ જેથી ઉત્તર ઉત્તર ગુણસ્થાનકની વૃદ્ધિ થાય. જો તેમાં યત્ન ન કરવામાં આવે અને માત્ર શ્રાવકાચારની જેમ ભગવાનની ભક્તિ કે પ્રતિક્રમણ આદિની ક્રિયા કરવામાં આવે તો પાસત્થા શ્રાવકની પ્રાપ્તિ થાય. માટે ભાવથી ગુણસ્થાનકના અર્થીએ શક્તિનું સમાલોચન કરીને ઉચિત ગુણસ્થાનકનો અવશ્ય સ્વીકાર કરવો જોઈએ. રિશી. અવતારણિકા -
इत्थं च विधिग्रहणस्यैव कर्त्तव्यत्वात्, 'संग्रहेऽस्य प्रवर्त्तते' इत्यत्र धर्मस्य सम्यग्विधिना प्रतिपत्तौ प्रवर्तत इत्येव पूर्व प्रतिज्ञातत्वाच्च तद्ग्रहणविधिमेव दर्शयति - અવતરણિકાર્ચ -
અને આ રીતે ગાથા-૨૨માં કહ્યું એ રીતે, વિધિથી ગ્રહણનું જ કર્તવ્યપણું હોવાથી, અને આવા સંગ્રહમાં પ્રવર્તે છે=ધર્મના સંગ્રહમાં પ્રવર્તે છે, એ પ્રકારની વીસમી ગાથાના વચનમાં, ધર્મને સમ્યફવિધિથી સ્વીકારવામાં પ્રવર્તે છે, એ રીતે જ પૂર્વમાંeગાથા-૨૦માં પ્રતિજ્ઞાપણું હોવાને કારણે, તેના ગ્રહણની વિધિને જ=ધર્મના ગ્રહણની વિધિ જ, બતાવે છે – બ્લોક :
योगवन्दननिमित्तदिगाकारविशुद्धयः । યોગ્યોપથર્ષેતિ વિધિરણુવ્રતમુહપ્રદે પારરૂ