________________
ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨
૧૬૯
ભાવાર્થ :
અહીં ગ્રંથકારશ્રીએ ભાવશ્રાવકનું સ્વરૂપ બતાવ્યું. વળી આગમમાં શ્રાવકના ૪-૪ ભેદો બે પ્રકારે બતાવ્યા છે તેના તાત્પર્યનું સ્પષ્ટીકરણ કર્યું. હવે “ધર્મરત્ન પ્રકરણમાં ભાવશ્રાવકનાં લિંગો બતાવાયાં છે તે ભાવશ્રાવકના જ્ઞાનમાં ઉપયોગી છે તેથી તે લિંગો ગ્રંથકારશ્રી અહીં બતાવે છે. તે ભાવશ્રાવકનાં છ લિંગો આચરણા વિષયક છે. તેમાંથી પ્રથમ લિંગ “કૃતવ્રતકર્મવાળો” ભાવશ્રાવક છે તેનું સ્વરૂપ બતાવે છે – ૧. કૃતવ્રતકર્મા -
શ્રાવક ગુરુ પાસેથી વિનય-બહુમાન દ્વારા વ્રતના સ્વરૂપને સાંભળે અને સાંભળ્યા પછી વ્રતના ભાંગાઓના ભેદોનું અને વ્રતના અતિચારોનું યથાર્થ જ્ઞાન થાય તે રીતે અવધારણ કરે. ત્યારપછી પોતાની શક્તિનું સમાલોચન કરીને જે વ્રતો પોતે સમ્યકુપાલન કરી શકે તેમ જણાય તેવાં વ્રતો ગુરુ પાસે ગ્રહણ કરે અને તેમાંથી જે વ્રતો જાવજીવ સુધી પાલન કરી શકે તેમ છે તે વ્રતો જાવજીવ સુધી ગ્રહણ કરે છે. કેટલાંક વતો શક્તિનું સમાલોચન કરીને ઇત્વરકાળ માટે ગ્રહણ કરે છે અને તે ગ્રહણ કરાયેલાં વ્રતોનું વિધિપૂર્વકપાલન કરે છે તે શ્રાવક કરાયેલાં વ્રતકર્મવાળો કહેવાય છે. ૨. શીલવાન - વળી, તે શ્રાવક શીલવાળો હોય છે. તેનું સ્વરૂપ ગ્રંથકારશ્રી સ્પષ્ટ કરે છે –
જે શ્રાવક જ્યાં ધર્માજનો એકઠા થતા હોય, તત્ત્વની વિચારણા કરતા હોય જેનાથી આત્મકલ્યાણ માટે સૂક્ષ્મતત્ત્વની પ્રાપ્તિ થતી હોય તેવા ધર્મીજનના મિલનના સ્થાનરૂપ આયતનનું સેવન કરે છે. વળી, કોઈ કાર્ય ન હોય તો પરનાં ઘરોમાં જતો નથી. જેનાથી નિપ્રયોજન પ્રવૃત્તિનું નિવારણ થાય છે. વળી હંમેશાં અનુક્મટ વેશને ધારણ કરે છે અને વિકાર પેદા કરાવે તેવા વચનો બોલતો નથી. વળી, બાલ જેવી જુગારાદિની ક્રિયા કરતો નથી, વળી મધુરનીતિથી પોતાના ધર્મ-અર્થ-કામનાં સર્વ કાર્યો સાધે છે.
આ રીતે છ પ્રકારના ગુણો જે શ્રાવક ધારણ કરે છે તે શીલગુણવાળો છે. ૩. ગુણવાન :
વળી, શ્રાવક ગુણવાળો હોય છે. જોકે શ્રાવકમાં ઘણા ગુણો હોય છે તોપણ તે ગુણોનો બોધ કરાવવા માટે શ્રાવકના પ્રધાન પાંચ ગુણોને મહાત્માઓ કહે છે.
શ્રાવક નવું નવું શાસ્ત્ર-અધ્યયન કરે છે તેથી પોતાની શક્તિ અનુસાર વાચના, પૃચ્છના આદિ દ્વારા પોતાના આત્માને વાસિત કરે છે જેના કારણે પ્રતિદિન શાસ્ત્રના સૂક્ષ્મ પદાર્થોનો જાણકાર બને છે. શાસ્ત્રથી આત્માને અત્યંત ભાવિત કરવાને કારણે શ્રાવક પ્રતિદિન નિર્મળ-નિર્મળતર થાય છે જેનાથી સર્વવિરતિને અનુકૂળ શક્તિનો સંચય થાય છે. વળી, પોતાની શક્તિ અનુસાર તપ-નિયમ-ચૈત્યવંદનાદિ અનુષ્ઠાનોને સેવીને પોતાના શ્રાવક-જીવનને સમૃદ્ધ કરે છે. વળી, ગુણવાન એવા ગુરુ આદિના વિનયમાં હંમેશાં ઉદ્યમવાળો હોય છે જેના બળથી પોતાનામાં પણ સદા ગુણોની વૃદ્ધિ થાય છે. વળી, કોઈ કૃત્યમાં