________________
ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨
“જીવ જે ગુણનો કે દોષનો પરલોકમાં પ્રાપ્ત કરે છે.” ||૧||
૧૭૯
આ જન્મમાં અભ્યાસ કરે છે તેના જ અભ્યાસના યોગથી તેને—તે ગુણને કે દોષને,
તે કારણથી અભ્યાસ દ્વારા તેનો પરિણામ દૃઢ થયે છતે=સમ્યક્ત્વનો પરિણામ દૃઢ થયે છતે, યથાશક્તિ બાર વ્રતો સ્વીકારવા જોઈએ; કેમ કે તે પ્રમાણે સ્વીકારાયે છતે=સમ્યક્ત્વનો પરિણામ સ્થિર થયા પછી યથાશક્તિ બાર વ્રતો સ્વીકારાયે છતે, સર્વ અંગવાળી વિરતિનો સંભવ છે=દ્રવ્ય અને -ભાવ સર્વ અંગવાળી વિરતિનો સંભવ છે અને વિરતિનું મહાલપણું છે અને અન્ય પણ નિયમો સમ્યક્ત્વયુક્ત બાર વ્રત અત્યંતર વ્રત સાથે સંબંધવાળા જ દેશવિરતપણાના અભિવ્યંજક છે. વળી, અન્યથા=સમ્યક્ત્વયુક્ત બાર વ્રતો અને તેની સાથે સંબંધવાળાં વ્રતો ગ્રહણ કરવામાં ન આવે તો ઊલટા પાર્શ્વસ્થ આદિ ભાવતાં આવિર્ભાવક છે=પાર્શ્વસ્થ શ્રાવક બનવાનાં કારણ છે.
જે કારણથી “ઉપદેશ રત્નાકર”માં કહ્યું છે
• “સમ્યક્ત્વ, અણુવ્રતાદિ શ્રાદ્ધધર્મથી રહિત નમસ્કાર, ગુણન, જિનઅર્ચન, વંદનાદિ અભિગ્રહને ધારણ કરનારા, શ્રાવકના આભાસવાળા શ્રાદ્ધધર્મના પાર્શ્વસ્થ છે.”
‘કૃતિ’ શબ્દ ઉપદેશ રત્નાકરના શ્લોકની સમાપ્તિ અર્થે છે. ।।૨૨।
ભાવાર્થ:
શ્રાવકધર્મના પ્રારંભમાં માત્ર સમ્યક્ત્વ સ્વીકારવામાં આવે છે. કોઈ યોગ્ય શ્રાવક પ્રથમ ભૂમિકામાં હોય તો ગુરુમુખથી સમ્યક્ત્વનું સ્વરૂપ જાણીને જિનવચન પ્રત્યે સ્થિર શ્રદ્ધાવાળો થાય અને દેશિવરિત આદિ વ્રતો ન સ્વીકારાયાં હોય તોપણ સમ્યક્ત્વનો સ્વીકાર કરીને તેણે શું શું ઉચિત કૃત્યો કરવાં જોઈએ ? તે શ્રાદ્ધવિધિ વૃત્તિમાં બતાવેલાં છે. તેને ગ્રંથકારશ્રી અહીં સ્પષ્ટ કરે છે
-
સમ્યક્ત્વ સ્વીકાર્યા પછી શ્રાવકે પ્રથમ જિનવચનમાં સંદેહ ક૨વો જોઈએ નહિ, પરંતુ સ્થિરબુદ્ધિ કરવી જોઈએ કે આત્માના કલ્યાણનું એક કારણ ભગવાનનું વચન છે; કેમ કે સર્વજ્ઞ વીતરાગ થયા પછી ભગવાને પોતાના તુલ્ય થવા અર્થે આ સન્માર્ગ બતાવેલ છે. માટે સંસારમાં રહેલા જીવોને એકાંતે હિતકારી ભગવાનનું વચન છે. આ પ્રકારે વારંવાર ભાવન કરીને મિથ્યાત્વનો ત્યાગ ક૨વો જોઈએ.
ત્યારપછી પોતાની શક્તિ અનુસાર નિત્ય ત્રિકાળ જિનપૂજા, ભગવાનનું દર્શન, સંપૂર્ણ દેવવંદન અને ચૈત્યવંદન કરવું જોઈએ. આ પ્રકારે ક૨વાથી વીતરાગ અને વીતરાગના ગુણો પ્રત્યેનો બહુમાનભાવ વધે છે. તેના કા૨ણે સ્વીકારાયેલું સમ્યક્ત્વ વિશુદ્ધ વિશુદ્ધતર બને છે.
વળી, ગુરુ આદિ વિદ્યમાન હોય તો બૃહદ્વંદન કે લઘુવંદન ક૨વું જોઈએ અને ગુર્વાદિનો અભાવ હોય’ તો ગુરુનું નામ ગ્રહણ કરીને ભાવથી નિત્યવંદન કરવું જોઈએ. આ પ્રકારે ક૨વાથી પાંચ મહાવ્રતધારી ૧૮,૦૦૦ શીલાંગવાળા અર્થાત્ મોહની સામે સુભટની જેમ સ્વશક્તિઅનુસાર ક્ષમાદિભાવો વૃદ્ધિ પામે તે રીતે મોહનાશ માટે ઉદ્યમ કરનારા ગુરુની ઉપસ્થિતિ થાય છે અને તેવા ગુરુ પ્રત્યેનો પોતાનો બહુમાનભાવ વધે છે.