________________
૧૬૮
ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ પાલન કરે છે. વળી, સત્તર સ્વપદથી નિબદ્ધ ભાવગત ભાવશ્રાવકનું આ લક્ષણ સમાસથી છે.” (ધર્મરત્વ પ્રકરણ, ગાથા-૫૬થી ૫૯).
આમની આ શ્લોકોની, કંઈક વ્યાખ્યા કરે છે – સ્ત્રી આદિથી માંડીને દર્શન' અંતવાળા પદઅષ્ટકના દ્વન્દ સમાસમાં સપ્તમી અર્થમાં “ત' પ્રત્યય છે આ ભાવ છે.
૧. સ્ત્રી વશવર્તી ન થાય, અર્થાત ઇત્યિ' શબ્દ સપ્તમી અર્થમાં છે તેનો અર્થ સ્ત્રી વશવર્તી ન થાય.
૨. ઇંદ્રિયોને વિષયોથી વિરુદ્ધ કરે છે="હિ’ શબ્દ શ્લોકમાં ઇંદ્રિયોનો વાચક છે તેથી ઇંદ્રિયોને વિષયોથી વિરોધ કરે છે, એ અર્થ પ્રાપ્ત થાય છે.
૩. અનર્થ મૂળવાળા અર્થમાં લોભ કરતો નથી. “અર્થ’ શબ્દ સપ્તમી અર્થમાં છે. તેનો અર્થ અનર્થમૂલવાળા અર્થમાં લોભ કરતો નથી તે પ્રાપ્ત થાય છે.
૪. સંસારમાં રતિ કરતો નથી. સપ્તમી અર્થવાળા “સંસાર' શબ્દનો આ અર્થ છે. ૫. વિષયોમાં વૃદ્ધિ કરતો નથી=સપ્તમી અર્થવાળા 'વિષય' શબ્દનો આ અર્થ છે.
૬. તીવ્ર આરંભને કરતો નથી. અને અનિચ્છતો જ=નહિ ઈચ્છતો જ, એવો શ્રાવક આને–તીવ્ર આરંભને, કરે છે. સપ્તમી અર્થવાળા “આરંભ' શબ્દનો આ અર્થ છે.
૭. ગૃહવાસમાં બંધનની જેમ માનતો વસે છે. સપ્તમી અર્થવાળા ગેહ' શબ્દનો આ અર્થ છે. ૮. સમ્યક્તથી ચલાયમાન થતો નથી=સપ્તમી અર્થવાળા દર્શન' શબ્દનો આ અર્થ છે. ૯. ગાડરિક પ્રવાહને ત્યાગે છે. ૧૦. આગમપૂર્વક સર્વ ક્રિયાઓ કરે છે. ૧૧. યથાશક્તિ દાતાશિમાં પ્રવર્તે છે. ૧૨. બ્રિહિત=લજ્જા વગરનો=નિરવદ્ય ક્રિયા કરતો લજ્જા પામતો નથી. ૧૩. સંસારગત પદાર્થોમાં રાગ-દ્વેષ રહિત વસે છે. ૧૪. ધમદિના સ્વરૂપના વિચારમાં મધ્યસ્થ થાય, પરંતુ મારા વડે આ પક્ષ સ્વીકાર કરાયો છે એ પ્રકારના અભિનિવેશવાળો ન થાય. ૧૫. ધન-સ્વજનાદિમાં સંબંધવાળો પણ ક્ષણભંગુરતાને ભાવન કરતો અસંબદ્ધની જેમ રહે છે. ૧૬. પર માટે અત્યજન-દાક્ષિણ્યાદિથી ભોગ-ઉપભોગમાં પ્રવર્તે છે પરંતુ સ્વ-તીવ્રરસથી ભોગઉપભોગમાં પ્રવર્તતો નથી. ૧૭. વેશ્યાની જેમ નિરાશસ એવો તે ગૃહવાસનું પાલન કરે છે. પ્રાસંગિક લક્ષણ પ્રરૂપણાથી સર્યું.