________________
૧૬૬
ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | બ્લોક-૨૨ ભાવશ્રાવક તેને સેવે છે=આયતનને સેવે છે. પરંતુ અનાયતનને સેવતો નથી એ પ્રકારનો ભાવ છે. શેષપદો શ્લોકમાં રહેલાં શેષપદો, સુગમ છે. બાલક્રીડા=જુગાર આદિની ક્રિયા, મધુરનીતિથી=સામ વચનથી=સુંદરવચનથી, સ્વકાર્યને સાધે છે. પરંતુ કઠોરવચનથી સ્વીકાર્યને સાધતો નથી. એ પ્રમાણે છ શીલો છેઃછ શીલની આચરણા છે.
હવે ત્રીજું ભાવશ્રાવકનું લક્ષણ ગુણવાળું સ્વરૂપ યથાથી બતાવે છે – “જો કે ગુણો ઘણા પ્રકારના છે=ભાવશ્રાવકના ઘણા પ્રકારના ગુણો છે. તોપણ પાંચ ગુણોથી ગુણવાળા છે એ પ્રમાણે મુનિઓ વડે કહેવાયા છે. તેના સ્વરૂપને સાંભળો."
“સ્વાધ્યાયમાં, કરણમાં, વિનયમાં નિત્ય જ ઉઘુક્ત હોય છે. સર્વત્ર અનભિનિવેસવાળો જિનવચનમાં સુંદર રુચિને વહન કરે છે.” (ધર્મરત્વ પ્રકરણ, ગાથા ૪૨-૪૩)
પાંચ પ્રકારના સ્વાધ્યાયમાં, તપ-નિયમ-વંદનાદિ અનુષ્ઠાનના કરણમાં, ગુરુ આદિના અભ્યત્થાનાદિરૂપ વિનયમાં, નિત્ય ઉદ્યમવાળો=પ્રયત્નવાળો, હોય છે. સર્વત્ર પ્રયોજનોમાં અનભિનિવેશવાળો-પ્રજ્ઞાપતીય, હોય છે. અને રુચિ=ઈચ્છા=શ્રદ્ધાને વહન કરે છે=ધારણ કરે છે.
ક્યાં શ્રદ્ધા ધારણ કરે છે ? તેથી કહે છે – જિતવચનમાં અત્યંત રુચિને વહન કરે છે. એમ અવય છે. એ પ્રકારના પાંચ ગુણો ભાવશ્રાવકના છે. હવે ‘ઋજુવ્યવહારી“ એ પ્રમાણે ચોથું ભાવશ્રાવકનું લક્ષણ યથાથી બતાવે છે –
ઋજુવ્યવહાર ચાર પ્રકારનો છે. ૧. યથાર્થ કહેવું. ૨. અવંચક ક્રિયા ૩. ભાવિના અશુદ્ધ વ્યવહારકુત અનર્થનું પ્રકાશન ૪. સદ્ભાવથી મૈત્રી ભાવ.” (ધર્મરત્વ પ્રકરણ, ગાથા-૪૭)
ઋજુ=પ્રગુણ વ્યવહરણ ઋજુ વ્યવહાર છે, તે ચાર પ્રકારનો છે. ૧. યથાર્થ કહેવું=અવિસંવાદી . વચન છે. ૨. મનોવાકાયવ્યાપારરૂપ અવંચિકા=પરના અવ્યસનના હેતુ એવી ક્રિયા છે.
૩. હુંતાવાય/સ'નો અર્થ કરે છે – હુંત એ પ્રાકૃત શૈલીથી ભાવિના અર્થમાં છે. તેથી ભાવિના અશુદ્ધ વ્યવહારકૃત જે અપાયો તેનું પ્રકાશન=પ્રકટ કરે છે–પુત્રાદિને કહે છે.
કઈ રીતે કહે છે ? તે સ્પષ્ટ કરે છે –
હે ભદ્ર ! આ ચોરી આદિ પાપો કરીશ નહિ. જે આ ભવ-પરભવમાં અનર્થકારી છે. એ પ્રકારે આશ્રિતને સમજાવે છે. ૪. સદ્ભાવથી નિષ્કપટપણાથી, મૈત્રીભાવ=બધા જીવોની હિતચિંતા. હવે ગુરુશમૂષક એ પાંચમું લક્ષણ યથા'થી બતાવે છે –
સેવાથી, કારણથી, સંપાદન અને ભાવથી, ગુરુજનની શુશ્રષાને કરતસેવાને કરતો, ગુરુશ્રષાવાળો ચાર પ્રકારનો છે.” (ધર્મરત્વ પ્રકરણ, ગા. ૪૯)
૧. સેવાથી=પર્યાપાસનાથી.