________________
ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨
૧૫૫
વગર કોઈ કાચના કટકાને રત્ન માનીને સસ્તામાં ખરીદે તેટલા માત્રથી તે કાચના કટકા રત્ન બને નહિ. એમ સમ્યક્ત્વરૂપી ધન વગર સ્વીકારાયેલ દેશવિરતિ આદિ ધર્મ રત્નતુલ્ય શ્રેષ્ઠ ધર્મ બને નહિ.
(૧૧) છ સ્થાન :
સમ્યક્ત્વનાં છ સ્થાનો છે. જે જીવ છ સ્થાનોને સ્થિર કરવા પ્રયત્ન કરે છે તે જીવોમાં સમ્યક્ત્વ સ્થિર થાય છે.
(i) આત્મા છે:
દેહથી ભિન્ન એવું આત્મા નામનું દ્રવ્ય છે. જેથી આત્માના હિત માટે વિચારણા થાય છે.
(ii) આત્મા નિત્ય છે ઃ
વળી, તે આત્મા નિત્ય છે તેમ વિચારવાથી આપણો આત્મા આ દેહને છોડીને પરલોકમાં જવાનો છે - પરંતુ ક્યારેય નાશ પામવાનો નથી તેથી નિત્ય એવા આત્માના હિતની વિચારણા થાય છે. (ifi-iv) આત્મા કર્મનો કર્તા છે અને સ્વકૃત કર્મનો ભોકતા છે ઃ
વળી, નિત્ય એવો આત્મા પણ વર્તમાનમાં જે-જે કૃત્યો કરે છે તેને અનુરૂપ પુણ્ય કે પાપ બાંધે છે અને તે પુણ્ય-પાપનાં ફળ પોતાનો આત્મા જ ભોગવે છે.
આ પ્રકારે વિચારણા કરવાથી ભાવિના અહિતના નિવારણ અર્થે અનુચિત પ્રવૃત્તિ ન થાય તે પ્રકારનો ઉત્સાહ થાય છે અને ભાવિના હિત અર્થે ઉચિત પ્રવૃત્તિ કરવાનો ઉત્સાહ થાય છે; કેમ કે અનુચિત પ્રવૃત્તિ કરીશ તો તેના બંધાયેલા પાપના ફળને મારે ભોગવવું પડશે અને ઉચિત પ્રવૃત્તિ કરીશ તો તેના ફળ રૂપે પરલોકમાં સુખી થઈશ. આ પ્રકારનો દૃઢ વિશ્વાસ ઉત્પન્ન થાય છે.
(v) મોક્ષ છે ઃ
વળી, મોક્ષ છે તેમ વિચારવાથી સ્થિર નિર્ણય થાય છે કે સંસારવર્તી જીવો કર્મ બાંધીને ચાર ગતિમાં પરિભ્રમણ કરે છે. જેઓ મોક્ષને પ્રાપ્ત કરે છે તેઓને સંસા૨ની સર્વ કદર્થનાઓથી મુક્તિ મળે છે. જીવોની સુંદર અવસ્થા મુક્ત અવસ્થા છે, જ્યારે અસુંદર અવસ્થા કર્મોની પરતંત્રતાયુક્ત અવસ્થા છે.
(vi) મોક્ષની પ્રાપ્તિનો ઉપાય છે ઃ
વળી, આ મોક્ષપ્રાપ્તિનો ઉપાય છે અર્થાત્ જેમ અનંતા સિદ્ધના આત્માઓ જિનવચનને સેવીને મુક્ત થયા તેમ જે-જે જીવો જિનવચનને સેવે છે તેઓ મોક્ષના ઉપાયરૂપ જિનવચનના બળથી મોક્ષને પ્રાપ્ત કરે છે. માટે મારે મોક્ષમાં જવું હોય અને સુખી થવું હોય તો અપ્રમાદભાવથી જિનવચનને જાણવું જોઈએ. જાણ્યા પછી આ જિનવચન એકાંતે મારું હિત ક૨ના૨ છે અને આ જિનવચનાનુસાર યત્ન કરીને હું પણ મોક્ષને પામીશ. તે પ્રકારનો સ્થિર નિર્ણય થાય છે.