________________
ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨
૧૫૩
જિનવચનમાં સ્થિર ુચિ ધારણ કરીને જિનવચનાનુસાર સર્વ ઉચિત ક્રિયાઆ ક૨વામાં આવે તો જ સેવાયેલો ધર્મ, કલ્યાણનું કારણ બને.
(i) મૂળભૂત ભાવના :
સમ્યક્ત્વને સ્થિર કરવા માટે પ્રથમ વિચારાય છે કે સમ્યક્ત્વ મૂલ છે. જેમ વૃક્ષનું મૂળ જમીનમાં હોય તો વૃક્ષ સુરક્ષિત રહે છે તેમ દેશવિરતિરૂપ ધર્મનું મૂળ સમ્યક્ત્વ હોય તો દેશવિરતિરૂપ ધર્મ સુરક્ષિત રહે છે.
આથી દેશિવરિત પાળનાર શ્રાવકે વારંવાર ચિંતવન કરીને સ્થિર કરવું જોઈએ કે ભગવાનના વચનમાં મારી શ્રદ્ધા સ્થિર નહીં હોય તો મારો દેશવિરતિરૂપ શ્રાવકધર્મ પણ ફલવાન થશે નહિ. જેઓ આ રીતે ભાવના કરીને સમ્યક્ત્વને સ્થિર કરતા નથી તેઓ દેશિવરતિ ગ્રહણ કર્યા પછી ભગવાનના વચનના ૫રમાર્થને જાણવા યત્ન કરતા નથી અને દેશવિરતિની ક્રિયા યથાતથા કરીને સેવાયેલા ધર્મના ફળથી વંચિત થાય છે. જેઓ દેશવિરતિના ધર્મનું મૂળ સમ્યક્ત્વ છે તેનું સૂક્ષ્મ ઉપયોગપૂર્વક ભાવન કરે છે તેઓ જિનવચન પ્રત્યેની શ્રદ્ધાને દૃઢ કરીને સદા જિનવચનના સૂક્ષ્મ પરમાર્થને જાણવા યત્ન કરે છે. તેનાથી તેઓએ સ્વીકારેલ દેશવિરતિ ધર્મ જિનવચનથી નિયંત્રિત બનીને ક્રમસર સર્વવિરતિની પ્રાપ્તિનું કારણ બને છે. માટે શ્રાવકે વારંવાર ભાવન ક૨વું જોઈએ કે ધર્મનું મૂળ સમ્યક્ત્વ છે.
(ii) દ્વારભૂત ભાવના :
નગરની સુરક્ષા માટે ચારેબાજુ કિલ્લો કરવામાં આવે છે. આમ છતાં કિલ્લાવાળા તે નગરમાં પ્રવેશ માટેનું કોઈ દ્વાર ન હોય તો તે નગર બનતું નથી; કેમ કે દ્વાર વગર તે નગરમાં લોકોનો પ્રવેશ કે નિર્ગમન થાય નહિ. એ રીતે સમ્યક્ત્વ દ્વારશૂન્ય ધર્મરૂપી નગરમાં પણ પ્રવેશ થાય નહીં આ પ્રકારે ભાવન કરવાથી બોધ થાય છે કે ભગવાનના વચનની સ્થિર ુચિ હોય તો જ જીવમાં ધર્મ નિષ્પન્ન થાય છે. તેથી ધર્મનિષ્પત્તિનો અર્થી જીવ પ્રથમ જિનવચનાનુસાર ધર્મના સ્વરૂપને જાણવા યત્ન કરે છે. ધર્મના સ્વરૂપને જાણીને ભગવાને જે પ્રમાણે ધર્મ અને ધર્માનુષ્ઠાન અંતરંગ-બહિરંગ રીતે સેવવાના કહ્યા છે તે પ્રમાણે જ તે ધર્મને અને ધર્માનુષ્ઠાનને સેવવા યત્ન કરે છે જેથી જિનવચનાનુસાર સેવાયેલો ધર્મ ઉત્તરોત્તર ધર્મની નિષ્પત્તિ દ્વારા ગુણસ્થાનકની વૃદ્ધિનું કારણ બને છે. જેઓ આ પ્રકારની ભાવના કરતા નથી તેઓને જિનવચન પ્રત્યે તીવ્ર પક્ષપાત પૂર્વમાં હોય તોપણ તેઓનું સમ્યક્ત્વ શિથિલ થાય છે અને તેથી સમ્યક્ત્વ રૂપ દ્વાર વગરનું થયેલું તેમનું ધર્મરૂપી નગર કલ્યાણનું કારણ બનતું નથી.
(iii) પ્રતિષ્ઠાનભૂત ભાવના :
પ્રતિષ્ઠાન પ્રાસાદનો પાયો છે અને પ્રાસાદના પાયાની જેમ ધર્મનો પાયો સમ્યક્ત્વ છે. તેથી જેમ કોઈ વ્યક્તિ પ્રાસાદ બનાવે પરંતુ પૃથ્વીમાં ઉચિત ખાડો કરીને મજબૂત રીતે તે પ્રાસાદના પાયાને દઢ કર્યો ન હોય તો તે પ્રાસાદ સુદૃઢ થતો નથી તેમ દેશિવતિ રૂપ ધર્મરૂપી પ્રાસાદ પણ સમ્યક્ત્વરૂપ પાયા વગર નિશ્ચલ થતો નથી. આ પ્રકારે ઉપયોગપૂર્વક ભાવન ક૨વાનું આવે તો જેમ પ્રાસાદ ક૨ના૨ા ગૃહસ્થો પાયાને