________________
ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨
૧૫૧
સ્થિરતા કરાવવી તે સમ્યક્તનું ભૂષણ છે અથવા પરતીર્થિકોની સમૃદ્ધિ દેખાય તોપણ ભગવાનના વચનના રહસ્યને જાણનારા સમ્યગ્દષ્ટિ જીવો જિનપ્રવચન પ્રત્યે નિષ્પકંપતાવાળા હોય છે અર્થાત્ આ ભગવાનનું શાસન જ યથાર્થવાદી હોવાને કારણે તેમના વચનાનુસાર સેવાયેલો ધર્મ સર્વ કલ્યાણની પરંપરાનું કારણ છે તેવી સ્થિરબુદ્ધિવાળા હોય છે. તેઓની તે સ્થિરતા સમ્યક્તનું ભૂષણ છે. (v) ભક્તિભૂષણ :
પ્રવચનમાં વિનય વૈયાવચ્ચદિરૂપ ઉચિત પ્રવૃત્તિ ભક્તિ છે. સમ્યગ્દષ્ટિ જીવો શક્તિ અનુસાર ભગવાનના શાસનના પરમાર્થને જાણવા માટે યત્ન કરતા હોય છે તેમ ભગવાનના શાસનના મર્મને બતાવનારા પ્રવચનમાં ભક્તિવાળા હોય છે. તેથી પ્રવચનનો વિનય, પૂજા કરે તે સર્વ કૃત્યો સમ્યક્તની શુદ્ધિનાં કારણો હોવાથી સમ્યક્તનાં ભૂષણો છે. (૭) પાંચ લક્ષણઃ- પાંચ ભૂષણો પછી સમ્યત્વના ક૭ ભેદોમાં પાંચ લક્ષણો છે પરંતુ તે લક્ષણો પ્રસ્તુત ગ્રંથમાં પૂર્વમાં વ્યાખ્યાન કરાયેલાં છે તેથી ગ્રંથકારશ્રી ફરી અહીં બતાવતા નથી. (૮) છ ચતના -
ક્રમ પ્રાપ્ત છ પ્રકારની યતના બતાવે છે –
શ્રાવકે સમ્યક્તના રક્ષણ માટે છ પ્રકારની યતના કરવી જોઈએ. જેના કારણે તે પ્રકારના નિમિત્તોથી ભગવાનના વચનમાં સ્થિર શ્રદ્ધા ચલાયમાન ન થાય તે યતના બતાવે છે – (ii) વંદનત્યાગજયણા અને નમસ્કારત્યાગજયણા - -
અન્યદર્શનવાળા પરિવ્રાજકાદિ કે અન્યતીર્થિકદેવો આદિ કે દિગંબરાદિથી ગ્રહણ કરાયેલી જિનપ્રતિમા કે ભૌત આદિ વડે પરિગૃહીત મહાકાલાદિ દેવો હોય તેઓને શ્રાવક વંદન કરે નહીં કે નમસ્કાર કરે નહિ; કેમ કે અન્યદર્શનવાળાથી ગૃહીત જિનપ્રતિમાને વંદન કરવાથી તે અન્યદર્શનવાળાને પોતાના દર્શન પ્રત્યે સ્થિર વિશ્વાસ થાય છે કે જૈનો પણ આ પ્રતિમાને પૂછે છે માટે આપણો મત સુંદર છે. આવું કરવાથી અન્યના મિથ્યાત્વની વૃદ્ધિમાં પોતાને નિમિત્ત ભાવની પ્રાપ્તિ થાય છે. તેથી શ્રાવકે સમ્યક્તમાં મલિનતા ન થાય તે અર્થે તેવાં નિમિત્તોના પરિહારની યતના કરવી જોઈએ. (ii-iv) આલાપત્યાગજયણા અને સંલાપત્યાગજયણા -
આ રીતે વંદન અને નમસ્કાર નહીં કરવારૂપ બે યતના બતાવ્યા પછી અન્યતીર્થિકો સાથે આલાપનો પરિહાર કરવો અને સંલાપનો પરિહાર કરવો એ પ્રકારની બે યતના શ્રાવકે કરવી જોઈએ. જેથી આલાપસંલાપને કારણે તેઓનો પરિચય થવાથી તેઓના આચારોને જોવાના પ્રસંગ પ્રાપ્ત થાય અને તેના મિથ્યાચાર પ્રત્યે પ્રીતિ થાય તો મિથ્યાત્વની પ્રાપ્તિ થાય માટે મિથ્યાત્વથી આત્માનું રક્ષણ કરવા માટે આલાપ-સંતાપના વર્ષનરૂપ બે યતના છે.