________________
ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨
૧૪૯
(v) તપસ્વીપ્રભાવક :| વિકૃષ્ટ એવો અક્રમાદિ તપ જેઓ કરે છે અર્થાત્ અઠમના પારણે અટ્ટમ કે તેનાથી અધિક ઉત્કૃષ્ટ તપ કરે છે તે તપસ્વી કહેવાય અને તેની તપસ્યા કરીને શાસનની પ્રભાવના કરતા હોય તે તપસ્વી પ્રભાવક કહેવાય. (vi) વિદ્યાપ્રભાવક :
પ્રજ્ઞપ્તિ આદિ વિદ્યાઓ જેઓ પાસે છે અને તે વિદ્યાના બળથી જે મહાત્માઓ શાસનની પ્રભાવના કરતા હોય તે વિદ્યાપ્રભાવક કહેવાય. (vi) સિદ્ધપ્રભાવક :
વિશિષ્ટ પ્રકારના અંજન, પાદલેપ, તિલક, ગુટિકા આ બધાના કર્ષણથી=ઉપયોગથી, વૈક્રિયપણું વિવિધ પ્રકારની ક્રિયા કરવાપણું, વગેરે જેઓએ પ્રાપ્ત કર્યું છે તે સિદ્ધિઓ કહેવાય. અર્થાત્ પાદલપાદિ દ્વારા વિશિષ્ટ ક્રિયાઓ જેઓ કરી શકે છે તેઓની તે વિક્રિયાઓ સિદ્ધિઓ છે અને તે સિદ્ધિઓ દ્વારા જેઓ સંપન્ન છે અને તેના દ્વારા શાસનની પ્રભાવના કરે છે તે સિદ્ધ પ્રભાવક છે. (vi) કવિપ્રભાવક :
ગદ્ય અને પદ્યાદિની રચના વડે જેઓ વર્ણન કરે છે તેઓ કવિ કહેવાય અને જેઓ ગદ્ય-પદ્યાદિ રચનાઓ દ્વારા શાસનની પ્રભાવના કરે છે તે કવિ પ્રભાવક છે.
આ આઠ પ્રભાવકો યથાયોગ્ય દેશકાલના ઔચિત્યથી ભગવાનના શાસનની વૃદ્ધિમાં સહાયક થાય છે તેથી પ્રભાવક છે અને તેઓની ક્રિયા=શાસનના વિસ્તારની ક્રિયા, પ્રભાવના છે. (૬) પાંચ ભૂષણ :
સમ્યક્તને વિશેષ પ્રકારે શોભાવે તે સમ્યક્તનાં ભૂષણો છે અને તે ભૂષણો પાંચ છે : (i) જિનશાસનમાં કુશલતા ભૂષણ :
જે જીવોને સમ્યક્ત પ્રાપ્ત થાય છે તે જીવોને તીવ્ર શુશ્રુષાગુણ પ્રગટે છે તેથી તેવા જીવો શક્તિના પ્રકર્ષથી ભગવાનના શાસનના પરમાર્થને જાણવા માટે સંયોગ અનુસાર અવશ્ય ઉદ્યમ કરે છે અને જેઓમાં નિર્મળ ગતિ છે તેઓ શાસ્ત્ર જાણીને જિનશાસનમાં નિપુણ બને છે. તેઓની શાસ્ત્રની નિપુણતા તે સમ્યક્તનું ભૂષણ છે. (i) પ્રભાવનાભૂષણ :
પૂર્વમાં આઠ પ્રકારના પ્રભાવકો દ્વારા પ્રભાવના કહી છે. પાંચ પ્રકારનાં ભૂષણમાં પ્રભાવના કેમ કહી ? તે સ્પષ્ટ કરતાં કહે છે –