________________
ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર / બ્લોક-૨૨
૧૪૭
(i) ભક્તિ . -
અભિમુખગમન, આસનપ્રદાન, પર્યાપાસના, અંજલિને જોડવી ઇત્યાદિરૂપ ભક્તિ છે.
અભિમુખગમનાદિમાંથી અરિહંતાદિ દસમાં જે પ્રકારની ભક્તિ સંભવે તે રીતે સમ્યગ્દષ્ટિ જીવો અરિહંતાદિ દસની ભક્તિ કરે છે. (ii) પૂજા :
અરિહંતાદિ દસની સત્કાર કરવારૂપ પૂજા કરે છે અર્થાત્ ઉત્તમ દ્રવ્યોથી તેઓનો સત્કાર કરે છે. (ii) વર્ણવાદકરણ -
અરિહંતાદિ દસનો વર્ણવાદ કરે છે–પ્રશંસા કરે છે. (iv) અવર્ણવાદઅકરણ -
અરિહંતાદિ દસના અવર્ણવાદનો ત્યાગ કરે છે તેઓના વાસ્તવિક સ્વરૂપથી વિપરીતરૂપે બતાવીને સમ્યગ્દષ્ટિ જીવો ક્યારેય અવર્ણવાદ કરતા નથી. (૫) આશાતનાનો પરિહાર -
અરિહંતાદિ દસની ભક્તિ કરતી વખતે સમ્યગ્દષ્ટિ જીવો કોઈપણ રીતે તેઓની આશાતના ન થાય તેવી ઉચિત યતના રાખીને આશાતનાનો પરિહાર કરે છે.
આ દસ પ્રકારનો વિનય દર્શનવિનય છે; કેમ કે સમ્યક્ત હોય ત્યારે અવશ્ય સમ્યગ્દષ્ટિ જીવો અરિહંતાદિ દસનો વિનય કરે છે. (૪) ત્રણ શુદ્ધિઃ
હવે ક્રમપ્રાપ્ત ત્રણ શુદ્ધિ બતાવે છે – (i-i-iii) મનશુદ્ધિ, વચનશુદ્ધિ અને કાયાશુદ્ધિ -
સમ્યગ્દર્શન એ પદાર્થનું યથાર્થદર્શન છે અને પદાર્થના યથાર્થદર્શનને અતિશય કરવા અર્થે તેની પુષ્ટિ થાય તે પ્રકારે ચિંતન કરવું આવશ્યક છે. તેથી સમ્યગ્દષ્ટિ જીવો પોતાના સમ્યક્તની નિર્મળતાને અર્થે વારંવાર વિચારે છે કે વીતરાગ અને વીતરાગે બતાવેલો મત અને વીતરાગના મત પ્રમાણે ચાલનારા સુસાધુઓ જગતમાં શ્રેષ્ઠ વસ્તુ છે. શેષ એવા સર્વજીવો એકાંતગ્રસ્ત માનસવાળા છે તેથી અસાર છે. આ પ્રકારે વિચારવાથી તુચ્છ એવા પુદ્ગલનો રાગ દૂર થાય છે અને વીતરાગ, વીતરાગના મત પ્રત્યેનો અને વીતરાગના માર્ગ પર ચાલનારા સાધુ પ્રત્યેનો રાગ અતિશયિત થાય છે. જેથી પ્રગટ થયેલું સમ્યક્ત નિર્મળ બને છે. (૫) આઠ પ્રભાવક :
ભગવાનનું શાસન પ્રભાવ પામે છે અને પ્રભાવ પામતા એવા ભગવાનના શાસનનું પ્રયોજકપણું પ્રભાવના