________________
૧૪૬
ધર્મસંગ્રહ ભાગ-૨ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ શુદ્ધમાર્ગની પરાકાષ્ઠાને સેવીને અરિહંત થયા છે. માટે સર્વકલ્યાણનું કારણ છે તેથી આગળમાં બતાવશે તે પાંચ પ્રકારનો વિનય સમ્યગ્દષ્ટિ જીવો અરિહંત ભગવંત પ્રત્યે કરે છે. (i). સિદ્ધવિનય -
સિદ્ધ ભગવંતો આત્માના શુદ્ધ સ્વરૂપને પામેલા છે અને તે જીવની સુંદર અવસ્થા છે તેથી તેના પ્રત્યે સમ્યગ્દષ્ટિ જીવોને અત્યંત બહુમાન છે માટે સમ્યગ્દષ્ટિ જીવો સિદ્ધભગવંતોનો પાંચ પ્રકારે વિનય કરે છે. (ii) ચૈત્યવિનય :
ચૈત્ય અરિહંતની પ્રતિમા છે અને અરિહંતની પ્રતિમા અરિહંતભગવંતનો સ્થાપના નિક્ષેપો હોવાથી અરિહંતની ઉપાસના કરીને સિદ્ધાવસ્થાની પ્રાપ્તિ થાય છે. તેથી સમ્યગ્દષ્ટિ જીવો ચૈત્યનો પાંચ પ્રકારે વિનય કરે છે. (iv) જ્ઞાનવિનય -
જ્ઞાન પાંચ પ્રકારનાં છે. તેમાંથી શ્રુતજ્ઞાનું મોક્ષમાર્ગને બતાવનાર છે. તેથી મહાકલ્યાણનું કારણ છે માટે સમ્યગ્દષ્ટિ જીવોને શ્રુત પ્રત્યે બહુમાન હોય છે તેથી શ્રુતનો પાંચ પ્રકારે વિનય કરે છે. (v) ચારિત્રવિનય -
ધર્મ ચારિત્રધર્મ છે અને ચારિત્રધર્મ સિદ્ધાવસ્થાની પ્રાપ્તિનું કારણ છે. માટે સમ્યગ્દષ્ટિ જીવોને ચારિત્ર પ્રત્યે અત્યંત બહુમાન છે તેથી સમ્યગ્દષ્ટિ જીવો ચારિત્રધર્મનો પાંચ પ્રકારે વિનય કરે છે. (vi-vi-viii) આચાર્યવિનય, ઉપાધ્યાયવિનય, સાધુવિનય :
ભગવાનના વચનાનુસાર ચાલનાર સાધુવર્ગ, આચાર્ય, ઉપાધ્યાય આ ત્રણ મોક્ષમાર્ગમાં પ્રસ્થિત મહાયોગી. છે તેથી તેમના પ્રત્યે સમ્યગ્દષ્ટિ જીવોને બહુમાન વર્તે છે. માટે સમ્યગ્દષ્ટિ જીવો તેઓનો પાંચ પ્રકારે વિનય કરે છે. (ix) પ્રવચનવિનય -
પ્રવચન તે જીવાદિ તત્ત્વરૂપ છે અને જીવાદિતત્ત્વનો બોધ સર્વ કલ્યાણનું કારણ છે. માટે સમ્યગ્દષ્ટિ જીવોને પ્રવચનમાં બહુમાન વર્તે છે. તેથી સમ્યગ્દષ્ટિ જીવો પ્રવચનનો પાંચ પ્રકારે વિનય કરે છે. (x) સમ્યગ્દર્શનવિનય :
સમ્યગ્દર્શન આત્માનો ગુણ છે અને તેવા ગુણવાળા સમ્યગ્દષ્ટિ જીવો પ્રત્યે સમ્યગ્દષ્ટિ જીવોને બહુમાન હોય છે તેથી સમ્યગ્દષ્ટિ જીવોનો પણ સમ્યગ્દષ્ટિ જીવ પાંચ પ્રકારે વિનય કરે છે. સમ્યગ્દષ્ટિ જીવો અરિહંતાદિ દસનો વિયન પાંચ પ્રકારે કઈ રીતે કરે છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે – ૧. ભક્તિ ૨. પૂજા ૩. વર્ણવાદ ૪. અવર્ણવાદનું વર્જન ૫. આશાતનાનો પરિહાર. આ પાંચ પ્રકારથી સમ્યગ્દષ્ટિ જીવ અરિહંતાદિ દસનો વિનય કરે છે.