________________
ધર્મસંગ્રહ ભાગ-૨ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨
૧૬૧ છિદ્ર જોનાર છે અને ક્યારેક પ્રમાદવશ સાધુ સ્કૂલના કરે તો હંમેશાં ગુસ્સે થઈને કહે છે કે સાધુપણું લઈને આ પ્રમાણે તમે અનુચિત કરો છો. સાધુની સાથે તુચ્છતાથી વર્તન કરવારૂપ સાધુને તૃણ સમાન ગણે છે તેવો શ્રાવક શોક્ય જેવો છે. આમ છતાં, શ્રાવકનાં વ્રતો ગુરુ પાસેથી લીધેલાં છે તે પ્રમાણે પાળે છે, ભગવાનની ભક્તિ આદિ કરે છે તેથી વ્યવહારનયથી તે ભાવશ્રાવક છે; કેમ કે શ્રાવકનું લક્ષણ તેમાં સંગત થાય છે. નિશ્ચયનયથી સાધુની હીલના કરનાર હોવાથી ભાવશ્રાવક નથી પરંતુ દ્રવ્યશ્રાવક છે.
પૂર્વમાં સાધુ સાથેના વર્તનને આશ્રયીને શ્રાવકના ચાર ભેદો બતાવ્યા. હવે સાધુ પાસેથી ધર્મશ્રવણાદિ કરે છે તેને આશ્રયીને શ્રાવકના ચાર ભેદો બતાવે છે – ૧. આયંસ-અરીસા સમાન શ્રાવક :
જેમ દર્પણમાં વસ્તુ જેવી હોય તેવી પ્રતિબિંબિત થાય છે તેમ ગુરુ પાસેથી જે શ્રાવક ધર્મશ્રવણ કરે છે અને જે પ્રકારે શાસ્ત્રના પદાર્થો ગુરુ બતાવે છે તે પ્રકારે જ તેના ચિત્તમાં યથાર્થ પ્રતિબિંબિત થાય છે તેથી ગુરુ પાસેથી શાસ્ત્રશ્રવણ કરીને શાસ્ત્રના પરમાર્થને જાણે છે તેવો શ્રાવક દર્પણ સમાન છે; કેમ કે સ્વભૂમિકાનુસાર વ્રતોને ગ્રહણ કરીને શ્રાવકાચાર પાળે છે. ચિત્ત નિર્મળ હોવાથી ગુરુવચન પણ સમ્યક પરિણમન પામે છે માટે શ્રેષ્ઠ એવો ભાવશ્રાવક છે. ૨. પતાકા સમાન શ્રાવક :
જેમ ધજા પવનથી ફર્યા કરે છે તેમ જે શ્રાવક ગુરુ પાસેથી ધર્મશ્રવણ કરે છે તો પણ તે સાંભળેલાં વચનોના પરમાર્થનો સૂક્ષ્મબોધ પ્રાપ્ત કરી શકતો નથી તેથી મૂઢજનોથી વારંવાર ભમ્યા કરે છે, અને ગુરુના વચનના પરમાર્થનો યથાર્થ નિર્ણય કરી શકતો નથી તે “પતાકા તુલ્ય શ્રાવક છે; કેમ કે શ્રાવકના આચારો પાળે છે, તત્ત્વનો અર્થી છે, તેથી ગુરુપાસેથી ધર્મ સાંભળવા યત્ન કરે છે માટે ભાવશ્રાવક છે છતાં બુદ્ધિની મંદતાને કારણે ગુરુના ઉપદેશના પરમાર્થને સ્પષ્ટ જાણી શકતો નથી તેથી વારંવાર સ્કૂલના પામે છે. ૩. સ્થાણુથાંભલા સમાન શ્રાવક :
જેમ થાંભલો જડ હોય છે અને એક સ્થાને સ્થિર હોય છે તેમ સ્વીકારાયેલાં વ્રતોવાળો છે છતાં જે શ્રાવક અસદ્ગહવાળો છે=વિપરીત બોધવાળો છે, તે જડ છે. તેથી ગીતાર્થથી અનુશાસન અપાયેલો પણ તત્ત્વને જાણી શકતો નથી. આમ છતાં સાધુ પ્રત્યે અપ્રષવાળો છે અર્થાત્ સાધુ પ્રત્યે દ્વેષી નથી તેથી સાધુ પાસેથી તત્ત્વ જાણવા માટે યત્ન પણ કરે છે તે શ્રાવક સ્થાણુ સમાન છે; કેમ કે વિધિપૂર્વક શ્રાવકાચાર સ્વીકારીને પાલન કરે છે અને કલ્યાણનો અર્થ છે. ફક્ત “પતાકાતુલ્ય શ્રાવક' કરતા પણ કંઈક મંદબુદ્ધિ હોવાથી અજ્ઞાનને કારણે વિપરીત બોધવાળો છે. ગીતાર્થના ઉપદેશથી પણ શીધ્ર તત્ત્વને ગ્રહણ કરી શકતો નથી તોપણ આરાધક હોવાથી ભાવશ્રાવક છે. ૪. ખરંટ સમાન શ્રાવક :
જશ્રાવક શ્રાવકાચાર પાળવા છતાં તુચ્છ સ્વભાવવાળો છે તેથી સમ્યક ઉપદેશ આપનાર સાધુને પોતાના