________________
ASા છે
૧૫૦
ધર્મસંગ્રહ ભાગ-૨/ દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ આઠ પ્રકારના પ્રભાવક મહાત્માઓ સ્વ-પરનો ઉપકાર કરે છે અને વિવેકપૂર્વકની શાસનની પ્રભાવના કરીને તીર્થંકરનામકર્મ બાંધે છે. તેથી આવા મહાત્માઓમાં વર્તતી પ્રભાવના તે સમ્યક્તમાં અતિપ્રધાન છે અર્થાત્ તેની મહત્તા વધુ બતાવવા માટે આઠ પ્રભાવક બતાવ્યા પછી ફરી આ પ્રભાવના સમ્યક્તનું ભૂષણ છે તેમ બતાવેલ છે. તેથી એ ફલિત થાય કે જે જીવો સમ્યક્ત પામ્યા પછી આઠ પ્રકારના પ્રભાવકોમાંથી કોઈપણ પ્રકારના પ્રભાવક થાય તો તેઓમાં રહેલી પ્રભાવકતા સમ્યક્તનું ભૂષણ છે; કેમ કે તેના દ્વારા તેઓમાં વર્તતું સમ્યક્ત વિશેષ પ્રકારે શોભાને પામે છે. (ii) તીર્થસેવાભૂષણ :
તીર્થંકરભગવંતની દીક્ષાનું સ્થાન, તીર્થંકરભગવંતના કેવલજ્ઞાનનું સ્થાન અને તીર્થંકરભગવાનના નિર્વાણનું સ્થાન – આ ત્રણ દ્રવ્યથી તીર્થ છે. ભાવથી જે જીવોમાં રત્નત્રયી વર્તે છે તેવો શ્રમણસંઘ કે પ્રથમ ગણધર તીર્થ છે. તે તીર્થની સેવા કરવી તે સમ્યક્તનું ભૂષણ છે.
આશય એ છે કે સમ્યક્ત પામ્યા પછી જીવોને તીર્થંકર પ્રત્યે અત્યંત બહુમાન થાય છે, તેના કારણે જે ક્ષેત્રોમાં તીર્થકરોએ દીક્ષા લીધી હોય તે ક્ષેત્રોમેં તેઓ જાય ત્યારે તેઓને સ્મરણ થાય છે કે મહાન ઉત્તમ એવા તીર્થકરો આ ભૂમિમાં દીક્ષા ગ્રહણ કરીને મહાયોગી બન્યા છે તેથી આ ભૂમિ અત્યંત પવિત્ર છે. આ પ્રકારની પૂજ્યબુદ્ધિથી તે ભૂમિની ભક્તિ કરે તે ભક્તિ પરમાર્થથી દીક્ષા ગ્રહણ કરનાર તીર્થંકરની ભક્તિ બને છે. માટે તીર્થકરથી પાલન થયેલું તે સ્થળ તારનાર એવું તીર્થ કહેવાય છે.
વળી, તીર્થકરોની કેવલજ્ઞાનની ભૂમિને જોઈને સમ્યગ્દષ્ટિ જીવોને ઉપસ્થિતિ થાય છે કે આ ભૂમિમાં મહાનુભાવ એવા તીર્થકરે કેવલજ્ઞાન પ્રાપ્ત કરીને તીર્થની સ્થાપના કરી છે, તેથી તેઓના સ્પર્શથી પવિત્ર થયેલી ભૂમિ છે. એ પ્રકારની ભક્તિથી પૂજાતી ભૂમિ સંસારથી તરવાનું કારણ બને છે માટે તીર્થ છે.
વળી તીર્થંકર પરમાત્માની નિર્વાણભૂમિનાં દર્શન કરતા સમ્યગ્દષ્ટિ જીવોને ઉપસ્થિતિ થાય છે કે આ પવિત્ર ભૂમિ ઉપર તીર્થકરોએ સંસારનો અંત કર્યો છે, માટે આ ભૂમિ પૂજનીય છે. એ પ્રકારની બુદ્ધિથી પૂજાયેલી તે ભૂમિ સંસારસાગરથી તરવાનું કારણ છે માટે તીર્થ છે.
આ પ્રકારના સ્મરણપૂર્વક તીર્થની સેવા કરવાથી જીવમાં પ્રગટ થયેલું સમ્યગ્દર્શન નિર્મળ બને છે. માટે જિનની દીક્ષાનું સ્થળ, જિનના કેવલજ્ઞાનનું સ્થળ અને જિનનું નિર્વાણ સ્થળ દ્રવ્યથી તીર્થ છે.
વળી, પારમાર્થિક જ્ઞાન-દર્શન-ચારિત્રના પરિણામથી યુક્ત એવો શ્રમણસંઘ કે પ્રથમ ગણધર તીર્થ છે; કેમ કે શ્રમણસંઘમાં રહેલા કે પ્રથમ ગણધરમાં રહેલા રત્નત્રયી પ્રત્યે જેમને બહુમાન થાય છે અને તેના કારણે તેઓની સેવા કરે છે તેઓનું સમ્યગ્દર્શન નિર્મળ બને છે. માટે તીર્થનું સેવન તે સમ્યક્તનું ભૂષણ છે. (iv) સ્થિરતાભૂષણ :
સમ્યગ્દષ્ટિ જીવો સ્વશક્તિ અનુસાર શાસ્ત્રો ભણીને શાસ્ત્રના મર્મને જાણનારા હોય છે. તેથી યોગ્ય જીવોને સ્વશક્તિ અનુસાર જિનધર્મમાં સ્થિર કરે છે. આ રીતે અન્ય યોગ્યજીવોને ભગવાનના શાસનમાં