________________
૭૮
ધર્મસંગ્રહ ભાગ-૨ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ જીવોને “સંક્ષેપરુચિ સમ્યગ્દર્શન' છે; અને તે સમ્યગ્દષ્ટિ જીવો અન્ય દર્શનથી વાસિત મતિવાળા હોઈ શકે નહિ. કેમ કે અન્ય દર્શનની કુદૃષ્ટિની વાસનાને કારણે સમ્યત્વ સંભવે નહિ પરંતુ જેમ ચિલાતીપુત્રને કોઈ દર્શનની કુદૃષ્ટિની વાસના ન હતી અને તત્કાળ તત્ત્વની ઇચ્છા ઉત્પન્ન થઈ અને મહાત્માને “તત્ત્વ' શું છે ? તે પૂછે છે અને ભગવાનના પ્રવચનમાં વિશારદ નથી તોપણ પ્રવચનના અર્થને કરવાની રુચિ હોવાથી મહાત્માએ બતાવેલાં ત્રણ પદો સંસારના અંતનું કારણ છે તેવી સ્થિરબુદ્ધિ કરીને સતત એ ત્રણ પદોના બળથી નિર્વાણને અનુકૂળ સુદઢ યત્ન જેમ ચિલાતીપુત્રએ કર્યો તેમ જે મહાત્માઓ કરે છે તેમાં “સંક્ષેપરુચિ-સમ્યગ્દર્શન” છે. આ સમ્યક્ત નિર્લેપ એવા મુનિને જ સંભવે છે, અવિરત સમ્યગ્દષ્ટિને સંભવે નહિ.
સંક્ષેપરુચિસમ્યક્તનું લક્ષણ કર્યું કે અનભિગૃહીત કુદષ્ટિવાળા એવા પ્રવચન અવિશારદની નિર્વાણપદ માત્ર વિષયવાળી રુચિ “સંક્ષેપરુચિસમ્યક્ત” છે.
અહીં કોઈ શંકા કરે છે કે સંક્ષેપરુચિસમ્યક્તના ઉપર બતાવ્યા લક્ષણમાંથી વિશેષ્ય અંશને છોડીને વિશેષણદ્વય માત્ર અંશને રાખીને લક્ષણ કરીએ તો યુક્ત થશે. અર્થાત્ અનભિગૃહીત કુદષ્ટિ અને પ્રવચન અવિશારદ એ બે વિશેષણ અંશ છે અને નિર્વાણપદ માત્રની રુચિ એ વિશેષ્ય અંશ છે તે વિશેષ્ય અર્થને છોડીને વિશેષણદ્વય માત્ર સંક્ષેપરુચિનું લક્ષણ કરીએ તો યુક્ત થશે.
આ પ્રકારની શંકા કરનારનો આશય એ છે કે જેઓ અન્ય દર્શનથી ગૃહીત નથી અને પ્રવચનના અવિશારદ છે તોપણ પ્રવચનના અર્થમાં રુચિવાળા છે તેવા જીવો “સંક્ષેપરુચિસમ્યક્તવાળા છે તેમ કહી શકાશે, નિર્વાણપદ માત્રની રુચિ તેમ કહેવાની જરૂર નથી. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે તે બે વિશેષણવાળું સંક્ષેપરુચિનું લક્ષણ મૂર્છાદિ દશા સાથે સાધારણ છે માટે વિશેષ્ય અંશ વગર “સંક્ષેપરુચિસમ્યક્તનું લક્ષણ સંગત થાય નહિ.
આશય એ છે કે કોઈ અવિરત સમ્યગ્દષ્ટિ અન્ય દર્શનથી અનભિગૃહીત હોય અર્થાત્ અન્ય દર્શનની વાસનાથી વાસિત ન હોય અને પ્રવચનમાં અવિશારદ હોય તે સમ્યગ્દષ્ટિ સંક્ષેપરુચિસમ્યક્તવાળા નથી; કેમ કે તેને ધનાદિમાં મૂચ્છ છે અને મૂર્છાદિમાં રહેલા “આદિ પદથી પ્રાપ્ત અવિરતિ કે દેશવિરતિ છે તેથી તેવા જીવોમાં નિર્વાણપદ માત્ર વિષયવાળી રુચિ નથી. તેવા અવિરત સમ્યગ્દષ્ટિ જીવમાં પણ “સંક્ષેપરુચિસમ્યક્ત'નું લક્ષણ અતિવ્યાપ્ત થાય અને નિર્વાણપદ માત્ર રુચિવાળા ચિલાતીપુત્રમાં પણ આ લક્ષણ પ્રાપ્ત થાય. તેથી બે વિશેષણવાળું લક્ષણ કરવાથી મૂર્છાદિદશાવાળા જીવોની સાથે લક્ષણનું સાધારણપણું હોવાથી તે લક્ષણ ઇષ્ટ નથી. પરંતુ ચિલાતીપુત્રની જેમ જેઓ સમ્યક્ત પામ્યા પછી માત્ર મોક્ષની એક રુચિના બળથી સર્વત્ર મૂચ્છ રહિત થઈને મોક્ષના ઉપાયભૂત સમભાવના પરિણામમાં અસ્મલિત યત્ન કરે છે તેઓમાં જ “સંક્ષેપરુચિસમ્યક્ત' છે. તે બતાવવા માટે બે વિશેષણથી યુક્ત વિશેષ્યપદની પણ આવશ્યકતા છે. ૧૦. ધર્મરુચિસખ્યા -
ધર્માસ્તિકાયાદિ સર્વ દ્રવ્યોના જે ધર્મો છે તે ધર્મોના વાચક “ધર્મપદ છે. અને કોઈ યોગ્ય જીવને ધર્મપદ