________________
૧૨૭
ધર્મસંગ્રહ ભાગ-૨/ દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ વર્તે છે તેવા જીવો અન્ય જીવોની પીડાના પરિહારાર્થે શક્તિ હોય તો છકાયના જીવોના પાલનવાળા સંયમને સ્વીકારે છે અને શક્તિ ન હોય તો સ્વભૂમિકાનુસાર પરપીડાના પરિવારમાં ઉદ્યમ કરીને પકાયના પાલનની શક્તિનો સંચય કરે છે. તેનાથી જણાય છે કે આ જીવમાં સમ્યગ્દર્શન છે.
५. मास्तिज्य:
તત્ત્વને જોવાની નિર્મળ દૃષ્ટિ હોવાને કારણે સમ્યગ્દષ્ટિ જીવોને અતીન્દ્રિય એવા જીવ, પુણ્ય, પાપ, બંધ, મોક્ષ આદિ સર્વ ભાવો ભગવાને જે પ્રમાણે બતાવ્યા છે તે સર્વ તે પ્રમાણે જ છે તેવી નિર્મળપ્રજ્ઞા વર્તે છે. તેથી તે જીવાદિ પદાર્થોની યથાર્થ રુચિને કારણે સ્વશક્તિ અનુસાર આશ્રવનો ત્યાગ કરીને સંવરમાં ઉદ્યમ કરે છે. તે વિચારે છે કે સર્વ સંવરના ફળભૂત મોક્ષ છે. માટે મારે સર્વ સંવરરૂપ યોગનિરોધ માટે શક્તિનો સંયમ થાય તેવો યત્ન કરવો જોઈએ. આ પ્રકારના તેના આસ્તિક્યને કારણે જણાય છે કે આ જીવમાં સમ્યગ્દર્શન વિદ્યમાન છે. टीs:-.
अत्र च पञ्चलक्षणप्रदर्शनेन तत्सहचरिताः सप्तषष्टिरपि भेदाः सूचिताः, सम्यक्त्वं च तैर्विशुद्धं स्याद्यदाहुः"चउसद्दहण ४ तिलिंगं ३, दसविणय १० तिसुद्धि ३ पंचगयदोसं ५ । अट्ठपभावण ८ भूसण ५ लक्खण ५ पंचविहसंजुत्तं ।।१।। छव्विहजयणाऽऽगारं ६, छब्भावणभाविअंच ६ छट्ठाणं ६ । इअ सत्तसट्ठीदंसणभेअविसुद्धं तु सम्मत्तं ।।२।।" चउसद्दहणत्ति - “परमत्थसंथवो खलु १, सुमुणिअपरमत्थजइजणनिसेवा २ । वावन्न ३ कुद्दिट्ठीण य, वज्जणा य ४ सम्मत्तसद्दहणा ।।३।।" [प्रज्ञापना सू. ११०/गा. १३१] तिलिंगत्ति - "सुस्सूस १, धम्मराओ २, गुरुदेवाणं जहासमाहीए । वेयावच्चे नियमो ३, सम्मद्दिट्ठिस्स लिंगाई ।।४।।" दसविणयंति - "अरिहंत १ सिद्ध २ चेइअ ३ सुए अ ४ धम्मे अ५ साहुवग्गे अ६ आयरिअ १ उवज्झाए ८, पवयणे ९ दंसणे १० विणओ ।।५।।" "भत्तीपूआवनजणणं नासण(वज्जण?)मवन्नवायस्स । आसायणपरिहारो, दंसणविणओ समासेणं ।।६।।"