________________
૧૩૯
ધર્મસંગ્રહ ભાગ-૨/ દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨
આને ભૂષણ કેમ કહ્યાં ? તે સ્પષ્ટ કરે છે – આના દ્વારા સમ્યક્ત અલંકૃત કરાય છે એથી ભૂષણો છે એ પ્રકારનો ભાવ છે. પાંચ લક્ષણો વ્યાખ્યાન કરાયાં.
છ પ્રકારની યતના:- ૬ પ્રકારી યતનામાં - પરદર્શની પરિવ્રાજક ભિક્ષ ભૌતિકાદિ અન્યતીર્થિકોને, રુદ્ર, વિષ્ણુ, યક્ષાદિરૂપ અન્ય તીર્થિકદેવોને અને કુતીર્થિક એવા દિગમ્બરાદિ વડે પરિગૃહીત એવી અરિહંત જિનપ્રતિમારૂપ સ્વદેવોને, ભૌતિકાદિ વડે પરિગૃહીત મહાકાલ આદિને હું વંદન કરું જ નહીં અથવા નમસ્કાર કરું નહીં; કેમ કે તેઓના ભક્તોના મિથ્યાત્વનું સ્થિરીકરણ થાય છે. ત્યાં વંદન મસ્તક દ્વારા અભિવાદન છે અને નમસ્કાર પ્રણામપૂર્વક પ્રશસ્ત ધ્વનિ વડે ગુણનું કીર્તન છે અને અન્યતીર્થિક સાથે પૂર્વમાં નહીં બોલાયેલો છતો એવો હું આલાપ કરીશ નહિ. સંલાપ પણ કરીશ નહિ. ત્યાં આલાપ અને સંલાપમાં ઇષભાષણ આલાપ છે. વારંવાર ભાષણ સંલાપ છે અને તેમની સાથે ભાષણમાં, તેઓની સાથે પરિચય થવાથી પ્રતિક્રિયાના શ્રવણથી અને દર્શનાદિથી=જૈનદર્શનથી વિપરીત ક્રિયાના શ્રવણ અને દર્શનથી મિથ્યાત્વની પ્રસક્તિ પણ થાય જ=મિથ્યાત્વની પ્રાપ્તિ પણ થાય જ અને તેઓને=અન્યતીર્થિકોને, અનુકંપાને છોડીને અનાદિ આપીશ નહિ; કેમ કે અનુકંપાનો ક્યાંય પણ નિષેધ નથી. જે કારણથી કહેવાયું છે –
દુર્જય એવા રાગ-દ્વેષ-મોહ જીત્યા છે જેમણે એવા સર્વ પણ જિનો વડે જીવોની અનુકંપા માટે દાન ક્યાંય પ્રતિસિદ્ધ કરાયું નથી.”
અને તે પરતીર્થિક દેવોની અને તેમનાથી પ્રતિગૃહીત જિનપ્રતિમાની=પરતીર્થિકો વડે ગ્રહણ કરાયેલી જિનપ્રતિમાની, પૂજા નિમિત્તે ગંધ-પુષ્પાદિક-હું મોકલીશ નહિ. “ગંધ-પુષ્પાદિમાં રહેલ આદિ' શબ્દથી વિનય, વૈયાવચ્ચ, યાત્રા, સ્નાનાદિનું ગ્રહણ કરવું. આ છ યતના વડે યત્ન કરતો સમ્યગ્દષ્ટિ જીવ સખ્યત્ત્વનું અતિક્રમણ કરતો નથી.
છ આગાર : આગાર ષકમાં અભિયોગ શું છે ? તે બતાવે છે – અભિયોજન અભિયોગ છે=અનિચ્છા હોવા છતાં પણ વ્યાપાર અભિયોગ છે. ૧. રાજાભિયોગ :- ત્યાંaછ આગારમાં, રાજાનો=–પાદિનો, અભિયોગ રાજાભિયોગ છે. ૨. ગણભિયોગઃ ગણ સ્વજનાદિનો અભિયોગ તે ગણાભિયોગ છે. ૩. બલાભિયોગ : બલ=હઠ પ્રયોગ, તેનાથી અભિયોગ તે બલાભિયોગ છે. ૪. સુરાભિયોગઃ સુરનો કુલદેવતાદિનો, અભિયોગ સુરાભિયોગ છે. ૫. કાંતારવૃત્તિઃ કાંતાર=અરણ્ય, ત્યાં=જંગલમાં, વૃત્તિ=વર્તનઃનિર્વાહ, તે કાંતારવૃત્તિ છે. અથવા જંગલ પણ બાધાનું હેતુપણું હોવાથી અહીં-પાંચમા અભિયોગમાં, બાધાપણાથી વિવક્ષિત છે તે કારણથી બાધાથી વૃત્તિ પ્રાણવર્તનરૂપ વૃત્તિ કાન્તારવૃત્તિ છે અર્થાત્ કષ્ટથી નિર્વાહ છે એ પ્રકારનો અર્થ છે.