________________
૧૪૦
ધર્મસંગ્રહ ભાગ-૨ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ ૬. ગુરુઅભિયોગ : ગુરુઓ માતા-પિતા વગેરે છે, તેઓનો નિગ્રહ આગ્રહ, તે ગુરુ અભિયોગ છે. ગુરુ' શબ્દથી માતા-પિતા કેમ ગ્રહણ કરવા તેથી કહે છે – જે કારણથી કહેવાયું છે – “માતા-પિતા, કલાચાર્ય અને એમના જ્ઞાતિઓ=જ્ઞાતિજનો અને વૃદ્ધ ધર્મઉપદેશકો સંતોને ગુરુવર્ગ મનાયો છે.” (યોગબિંદુ - ૧૧૦) તેષાંeતેઓનો નિગ્રહ=માતાપિતાનો આગ્રહ.
તે આ પૂર્વમાં વર્ણન કર્યા એ, છ આગારો=અપવાદરૂપ છિડિકા, જિનશાસનમાં છે. અહીંaછ આગારોના વિષયમાં, આ તાત્પર્ય છે – સ્વીકારાયેલા સમ્યક્તવાળા જીવને પરતીર્થિકના વંદનાદિનો નિષેધ છે તે કારણથી, રાજાભિયોગાદિ આ કારણો વડે ભક્તિથી રહિત દ્રવ્યથી આચરતો પણ સમ્યગ્દષ્ટિ જીવ સભ્યત્વનું અતિક્રમણ કરતો નથી.
છ ભાવનાઃ છ ભાવનામાં, - - ૧. મૂળ:- દ્વિષકનો પણ=બાર ભેજવાળા પણ, પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત, ચાર શિક્ષાવ્રત રૂપ ધર્મનું ચારિત્રવિષયક ધર્મનું, આ=સમ્યક્ત, મૂલવા જેવું મૂળ કારણ જિનો વડે કહેવાયું છે.
“નિને ' એ પ્રકારનો શબ્દ સર્વત્ર=બધી ભાવનાઓમાં, સંબંધિત છે. જે પ્રમાણે મૂલરહિત વૃક્ષ પવનથી કંપિત તત્ક્ષણ જ પડે છે એ રીતે ધર્મવૃક્ષ પણ સમ્યક્તહીન કુતીર્થિકના મતથી આંદોલન કરાયેલું વિનાશ પામે છે.
૨. દ્વાર - દ્વારકા જેવું દ્વાર છે, પ્રવેશનું મુખ છે એ પ્રકારનો ભાવ છે. જે પ્રમાણે નહીં કરાયેલા દ્વારવાળું નગર ચારેબાજુ કિલ્લાના વલયથી વીંટળાયેલું પણ અવગર થાય છે; કેમ કે લોકોના પ્રવેશ અને નિર્ગમનનો અભાવ છે. એ રીતે ધર્મરૂપી નગર પણ સમ્યક્તદ્વારથી શૂન્ય અશક્ય પ્રાપ્તિવાળું થાય. અર્થાત્ સમ્યક્તદ્વાર વિના ધર્મરૂપી નગરની પ્રાપ્તિ ન થાય.
૩. પ્રતિષ્ઠાન : પ્રતિષ્ઠા પામે છે પ્રાસાદ જેમાં એ પ્રતિષ્ઠાત. પ્રાસાદનો પીઠ=પ્રાસાદનો પાયો, તેથી પ્રતિષ્ઠાનના જેવું પ્રતિષ્ઠાન છે=સમ્યક્ત એ પ્રતિષ્ઠાન છે, જે પ્રમાણે પૃથ્વીતતગત ગર્તાપૂરકરહિત પ્રાસાદ સુદઢ થતો નથી તે પ્રમાણે ધર્મરૂપી પ્રાસાદ પણ સમ્યક્ત રૂપ પ્રતિષ્ઠાન વગર નિશ્ચલ થતો નથી.
૪. આધાર ઃ આહાર - આધાર. જે પ્રમાણે ધરાતલ વગર નિરાલંબન આ જગત રહેતું નથી તે રીતે ધર્મજગત પણ સમ્યક્ત લક્ષણ આધાર વગર રહેતું નથી.
૫. ભાજન : ભાજન=પાત્ર. જે પ્રમાણે પાત્રવિશેષ વગર ક્ષીરાદિ વસ્તુ વિનાશ પામે છે એ રીતે ધર્મવસ્તુ પણ સમ્યક્ત ભાજન વગર વિનાશ પામે છે.