________________
ધર્મસંગ્રહ ભાગ-૨ | દ્વિતીય અધિકાર | બ્લોક-૨૨
૧૪૧ ૬. તિહિ : વિહિ=વિધિ. જે પ્રમાણે વિધિ વગર=ધન વગર, મહાન કીમતી એવાં મણિ, મોતી, સુવર્ણાદિ દ્રવ્ય પ્રાપ્ત કરાતું નથી તે પ્રમાણે સમ્યક્ત નિધાન વગર ચારિત્રધર્મરત્ન પણ પ્રાપ્ત કરાતું નથી.
આ પ્રકારે છ ભાવતા વડે ભાવ્યમાન એવું આ સમ્યક્ત અવિલંબતથી મોક્ષસુખનું સાધક થાય છે.
છ સ્થાન : છ સ્થાનમાં. ૧. છે:- અસ્તિ=વિદ્યમાન છે. શ્લોકમાં “' શબ્દ અવધારણ અર્તમાં છે. એથી વિદ્યમાન જ છે. કોણ વિદ્યમાન છે ? એથી કહે છે –
જીવ એ પ્રમાણે શ્લોકમાં અધ્યાહાર છે. આના દ્વારા=જીવ છે જ એ પ્રકારના સ્વીકાર દ્વારા, નાસ્તિક મતનો નિરાસ થયો. . ૨. નિત્ય : નિત્ય છે અને તે જીવ નિત્ય છેઃઉત્પત્તિ-વિનાશ રહિત છે, કેમ કે તેના ઉત્પાદક કારણનો અભાવ છે. ઈત્યાદિ દ્વારા=જીવ છે જ અને નિત્ય છે ઈત્યાદિ દ્વારા, શૌદ્ધોદતિમત=બૌદ્ધમત, અપધ્વસ્ત છેઃનિરાકૃત છેઃનિરાકરણ કરાયેલ છે.
૩. કર્તા છે – અને તે જીવ મિથ્યાત્વ, અવિરતિ, કષાયાદિ બંધના હેતુથી યુક્તપણું હોવાને કારણે તે-તે કનું નિવર્તન કરે છે=નિષ્પાદન કરે છે. આના દ્વારા જીવને કર્મનો કર્તા સ્વીકારવા દ્વારા, કપિલની કલ્પનાનો પ્રતિક્ષેપ કરાયોકસાંખ્યમતનું નિરાકરણ કરાયું.
-૪. કરાયેલાનું વેદન: અને કરાયેલું કર્મ વેદન કરે છેકેમ કે ‘સર્વકર્મ પ્રદેશપણાથી ભોગવે છેએ પ્રકારનું વચન છે. આના દ્વારા=કરાયેલા કર્મનું વેદન કરે છે એના દ્વારા, સર્વથા અભોક્તજીવવાદી રૂપ દુર્તય નિરાકૃત કરાયો.
૫. નિર્વાણ છે – અને આ જીવનું નિર્વાણ=મોક્ષ, વિદ્યમાન છે. અને તે જીવતા રાગ, દ્વેષ, મદ, મોહ, જન્મ, જરા, રોગાદિ દુઃખક્ષયરૂપ અવસ્થા વિશેષ છે. એ પ્રકારનો અર્થ છે. આના દ્વારા=નિર્વાણ છે એ પ્રકારના સ્વીકાર દ્વારા, પ્રદીપના બુઝાવા જેવું અભાવરૂપ નિર્વાણ છે ઈત્યાદિ બોલતા સૌગત વિશેષ=બૌદ્ધદર્શનનો કોઈક મત વિરાસ કરાયો. અને તેઓ=સૌગતમતવાળા, પ્રદીપની જેમ આતો જીવતો, સર્વથા ધ્વસ=કાશ, જ નિર્વાણ કહે છે અને તે પ્રકારે તેઓનું વચન છે.
“જે પ્રમાણે દીવો નિવૃત્તિને પામેલો અવનીમાં જતો નથી અને અંતરિક્ષમાં જતો નથી. કોઈ દિશામાં જતો નથી, કોઈ વિદિશામાં જતો નથી. સ્નેહના ક્ષયથી-તેલના ક્ષયથી, કેવલ શાંતિને પામે છે કેવલ બુઝાઈ જાય છે. (૧)
તે પ્રમાણે જીવ નિવૃત્તિને પામેલો અવનીમાં જતો નથી=પૃથ્વીમાં જતો નથી. અંતરિક્ષમાં જતો નથી=ઊર્ધ્વ આકાશમાં જતો નથી, કોઈ દિશામાં જતો નથી, કોઈ વિદિશામાં જતો નથી, ક્લેશના ક્ષયથી કેવલ શાંતિને પામે છે=કેવલ અભાવને પ્રાપ્ત કરે છે.” (સૌન્દરનન્દ-૧૬/૨૮-૯).