________________
ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨
૧૨૫
જે જીવમાં તત્ત્વને જોવા માટે નિર્મળદષ્ટિ છે અને તેનામાં રહેલ નિર્મળ મતિને કારણે તે જીવ શુભ પરિણામવાળો છે તેથી અતીન્દ્રિય પદાર્થોમાં સર્વજ્ઞ જે પ્રમાણે કહે છે તે પ્રમાણે તેની રુચિ છે અને તેના કારણે તે જીવ અન્યદર્શનની કાક્ષા-આકાંક્ષા આદિ વિપરીત પરિણામથી રહિત છે અને સર્વ પદાર્થો ભગવાને જે પ્રમાણે કહ્યા છે તે પ્રમાણે સત્ય અને નિઃશંક છે તેમ માને છે. આવા આસ્તિક્યસંપન્ન જીવને શાસ્ત્રઅધ્યયન કરતી વખતે કોઈ સ્થાનમાં પદાર્થનો નિર્ણય કરવા માટે મૂંઝવણ થાય અને તેથી આ શાસ્ત્રવચન આ પ્રમાણે છે કે અન્ય પ્રકારે છે તે પ્રમાણે સંશય થાય, તે સ્થાનમાં પણ તે મહાત્મા વિચારે કે આ શાસ્ત્રવચનનો અર્થ ભગવાને કહ્યો છે તે જ સત્ય છે, નિઃશંક છે; ફક્ત અત્યારે મારી પ્રજ્ઞા નથી કે ભગવાને શું કહ્યું છે તેના તાત્પર્યને ગ્રહણ કરી શકું. આ પ્રકારે સ્થિર બુદ્ધિ તે મહાત્મામાં વર્તે છે તે પરિણામ આત્મામાં મિથ્યાત્વને પ્રવેશ કરવા માટે અર્ગલારૂપ છે=મિથ્યાત્વના પ્રવેશને અટકાવનાર છે. તેથી મિથ્યાત્વના આગમન માટે આ પ્રકારની સ્થિર બુદ્ધિ અપ્રતિહત અર્ગલારૂપ છે, એ પ્રમાણે જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે કહ્યું છે તેમાં સાક્ષીપાઠ આપે છે
સમ્યગ્દષ્ટિ જીવને પણ શાસ્ત્રના કોઈક સ્થાનમાં મતિદુર્બલતાને કા૨ણે બોધ ન થાય અથવા તેવા પ્રકારના આચાર્યાદિના વિરહને કારણે શાસ્ત્રવચનનો યથાર્થ નિર્ણય ન થાય અને સૂક્ષ્મ જ્ઞેય પદાર્થ અતિગહન હોવાથી પણ કોઈક સ્થાને તેનો નિર્ણય ન થાય અને જીવમાં જ્ઞાનાવરણીયકર્મનો ઉદય હોવાને કા૨ણે શાસ્ત્રવચનના બળથી કોઈક સ્થાને નિર્ણય ન થાય અથવા શાસ્ત્રપદાર્થનો નિર્ણય ક૨વા માટે હેતુ, ઉદાહરણની અપ્રાપ્તિ હોવાને કારણે કોઈક સ્થાનમાં નિર્ણય ન થાય તેવા સ્થાનમાં જેઓની નિર્મળદષ્ટિ છે તેવા સમ્યગ્દષ્ટિ જીવો વિચારે છે કે સર્વજ્ઞે કહેલું છે તે અવિતથ છે. આ પ્રકારે વિચારવાથી અનિર્ણીત સ્થાનમાં પણ તેઓની રુચિ જિનવચનમાં તત્ત્વને ગ્રહણ ક૨વાને અભિમુખ પરિણામવાળી રહે છે.
કેમ સમ્યગ્દષ્ટિ આ પ્રમાણે વિચારે છે ? તેમાં યુક્તિ આપે છે
જે કારણથી તીર્થંકર અનુપકૃત પ૨ાનુગ્રહપરાયણ છે અને પ્રકૃષ્ટ જ્ઞાનવાળા છે અને જેઓએ રાગ-દ્વેષ અને મોહને જીત્યો છે તેઓ ક્યારેય અન્યથાવાદી હોય નહીં માટે જિનવચન જ સત્ય છે, આ પ્રકારે સમ્યગ્દષ્ટિ જીવ વિચારે છે.
વળી, સમ્યગ્દષ્ટિ જીવ વિચારે છે કે સૂત્રમાં કહેલા એક અક્ષરની પણ અરુચિ થાય તો તે મનુષ્ય મિથ્યાદૃષ્ટિ છે. માટે મારે મિથ્યાદૃષ્ટિ ન થવું હોય અને મારા સમ્યક્ત્વને સ્થિર રાખવું હોય તો ભગવાને કહેલું સૂત્ર જ મારા માટે પ્રમાણ છે. આમ વિચારીને પોતાના સમ્યક્ત્વને નિર્મલ રાખે છે.
પૂર્વમાં સમ્યગ્દષ્ટિનાં શમાદિ પાંચ લિંગોનો અર્થ કર્યો. તેના કરતાં અન્ય રીતે અર્થ અન્ય આચાર્ય કરે છે. તે અર્થ પણ ગ્રંથકારશ્રીને ઇષ્ટ હોવાથી પ્રસ્તુતમાં બતાવે છે
-
૧. શમ :
સારી રીતે પરીક્ષા કરીને નિર્ણય કરાયેલા એવા પ્રવક્તાથી પ્રવાઘ=કહેવા યોગ્ય, પ્રવચન છે. તેથી એ પ્રાપ્ત થાય કે સર્વજ્ઞે કેવલજ્ઞાનમાં અતીન્દ્રિય પદાર્થો જોયા છે. તે પદાર્થો તેમણે જગતના જીવોના ઉપકાર