________________
ધર્મસંગ્રહ ભાગ-૨ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ તેમાં સાક્ષીપાઠ આપ્યો. તેમાં કહ્યું કે મમત્વના વિષના વેગથી રહિત છે.
તેનાથી એ પ્રાપ્ત થાય કે અવિરતિના ઉદયવાળા સમ્યગ્દષ્ટિ જીવો ભોગાદિ કરે છે તોપણ ભવથી છૂટવાની બલવાન ઇચ્છાવાળા છે તેથી ભવ પ્રત્યેના મમત્વના વિષનો વેગ તેમનો રહ્યો નથી. પરંતુ સ્વભૂમિકાનુસાર સદા ભવના ઉચ્છેદના ઉપાયોને સેવે છે અને ભવના ઉચ્છેદનો ઉપાય સર્વવિરતિ જ છે તેવું સમ્યગ્દષ્ટિ જાણે છે છતાં પોતાની શક્તિ નહીં હોવાથી સર્વવિરતિને ગ્રહણ કરેલી નથી તે બતાવવા માટે ઉદ્ધરણમાં કહ્યું કે ‘અદ્વૈતપરોમો’ અકૃતપરલોકના માર્ગવાળા સમ્યગ્દષ્ટિ છે. આમ છતાં ચારગતિમાં દુઃખપૂર્વક વસે છે તે તેમનો ‘નિર્વેદ’નો પરિણામ છ. આ નિર્વેદના પરિણામથી આ જીવને સમ્યગ્દર્શન છે તેમ અનુમાન કરી શકાય છે.
૧૨૪
૪. અનુકંપા
:
જીવોને આ મારા સંબંધી છે ઇત્યાદિ પક્ષપાત વગર દુઃખી જીવો પ્રત્યે અનુકંપા છે, તે અનુકંપા સમ્યક્ત્વનું લિંગ છે.
તેથી એ ફલિત થાય કે જેઓને કોઈ જાતના સંબંધના પક્ષપાત વગર અન્યનાં દુઃખ દૂર કરવાનો અધ્યવસાય છે તેઓમાં જો વિવેક હોય તો છ કાયના જીવો પ્રત્યે દયાનો પરિણામ થાય છે. આવા જીવો સ્વશક્તિ અનુસાર તેઓનાં દુ:ખને દૂ૨ ક૨વા પ્રયત્ન કરે તે દ્રવ્યથી અનુકંપા છે અને ભાવથી બધા જીવોનાં દુઃખ પ્રત્યે આર્દ્રહૃદય છે તે ભાવથી અનુકંપા છે. અર્થાત્ સંસારનાં જીવો શારીરિક દુઃખો કે કષાયો કૃત માનસિક દુઃખો ન પામે તેવા પ્રકારનું આર્દ્ર હૃદય છે તે ભાવથી અનુકંપા છે. જેઓનું આવું દયાળુ ચિત્ત છે તેઓને સર્વવિરતિનું પાલન જ શ્રેય જણાય છે; કેમ કે સર્વવિરતિના પાલનમાં છકાયના જીવો પ્રત્યે દયા વર્તે છે. ફક્ત સર્વવિરતિની શક્તિ નહીં હોવાથી અવિરત સમ્યગ્દષ્ટિ જીવો આવા અનુકંપાના પરિણામવાળા હોવા છતાં અવિરતિના ઉદયને કા૨ણે સંસારની પ્રવૃત્તિ કરે છે. આથી જ સમ્યગ્દષ્ટિ જીવોને ભગવાનની પૂજાકાળમાં પણ અન્ય યોગ્ય જીવોને ભગવાનનો માર્ગ પ્રાપ્ત થાય તેવી અનુકંપાબુદ્ધિ હોય છે તે અનુકંપા સમ્યક્ત્વનું લિંગ છે.
૫. આસ્તિક્ય :
આસ્તિક્યની વ્યુત્પત્તિ કરે છે
જીવાદિ પદાર્થો ભગવાને કહ્યા છે તે પ્રકારે છે એવી મતિ આને છે એ આસ્તિક અને તે આસ્તિકમાં રહેલો જે ભાવ તે આસ્તિક્ય અથવા તે આસ્તિકમાં ૨હેલ જે કર્મ=કૃત્ય, તે આસ્તિક્ય.
1
આ પ્રકારે આસ્તિક્યનો વ્યુત્પત્તિ અર્થ બતાવ્યા પછી તેનું સ્વરૂપ સ્પષ્ટ કરતાં કહે છે આસ્તિક્યસંપન્ન જીવ અન્ય દર્શનના તત્ત્વને સાંભળે તોપણ ભગવાને કહેલા તત્ત્વના વિષયમાં નિરાકાંક્ષ રુચિવાળો હોય છે અને ભગવાનના વચનમાં નિઃસંદેહ રુચિવાળો જીવ આસ્તિક કહેવાય છે.
તેમાં સાક્ષીપાઠ આપે છે
-