________________
૧૧૯
ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર શ્લોક-૨૨ વળી, તે રુચિરૂપ અર્ગલા કેવી છે ? તે બતાવતાં કહે છે – શ્રી જિનભદ્રગણિક્ષમાશ્રમણથી કહેવાયેલી છે –
“કોઈક સ્થાનમાં મતિદુર્બલને કારણે અથવા તેવા પ્રકારના આચાર્યના વિરહને કારણે શાસ્ત્રના જે સ્થાનમાં પોતે નિર્ણય ન કરી શકે તે સ્થાનમાં પોતાને યથાર્થ અર્થ બતાવે તેવા આચાર્યના વિરહને કારણે, અને શેયનું ગહનપણું હોવાને કારણે=સર્વશે કહેલા સૂક્ષ્મપદાર્થરૂપ શેયનું ગહનપણું હોવાને કારણે, અને જ્ઞાનાવરણીયકર્મનો ઉદય હોવાને કારણે.” ૧.
'=જે કારણથી, હેતુ-ઉદાહરણનો અસંભવ હોતે છતે, સઈ=કોઈક સ્થાનમાં, સુંદર બોઘ ન થાય તોપણ મતિમાન તેને અગિણિત સ્થાનને, સર્વજ્ઞનો મત અવિતથ છે એમ ચિતવન કરે. 1રા
જં=જે કારણથી, અનુપકૃત પરાનુગ્રહપરાયણ જગતમાં પ્રવર એવા જિનો છે. તેમાં' તે કારણથી, તિરાગદ્વેષમોહવાળા અન્યથાવાદી નથી. ડા” (સંબોધ પ્રકરણ ધ્યાનાધિકાર – ૪૮-૪૯-૫૦, ધ્યાનશતક ૪૭-૪૮-૪૯) . અથવા
સૂત્રમાં કહેલા એક પણ અક્ષરના અરોચનથી મનુષ્ય મિથ્યાદૃષ્ટિ થાય છે. જિન વડે કહેવાયેલું સૂત્ર અમને પ્રમાણ છે. I૧" ()
તિ ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ અર્થે છે. - આ રીતે, સમ્યક્તનાં સમાદિ લિંગો બતાવ્યા પછી તેનો અર્થ અન્ય આચાર્ય અન્ય પ્રકારે કરે છે તે બતાવે છે – વળી, અન્ય સમાદિ લિંગોને અન્ય પ્રકારે કહે છે –
૧. શમ - સુપરીક્ષિત પ્રવક્તાથી પ્રવાઘ=કહેવા યોગ્ય, જે પ્રવચન તેના તત્વમાં અભિનિવેશથી મિથ્યાઅભિનિવેશનો ઉપશમ તે શમ છે. તેeતત્વના અભિનિવેશથી મિથ્યાભિનિવેશનો ઉપશમ, સમ્યગ્દર્શનનું લક્ષણ છે. જેણે અતત્વને છોડીને=કષાયના ઉદયરૂપ અતત્વને છોડીને પોતાના વડે તત્વને=શમરૂપ તત્વને સ્વીકાર્યું છે, તે સમ્યગ્દર્શનવાળો જણાય છે.
૨. સંવેગ :- નરકમાં શીત-ઉષ્ણાદિનું સહન, સંક્લિષ્ટ અસુરાદિથી નિર્મિત અને પરસ્પર ઉદીતિ દુઃખનું, તિર્યંચોમાં ભાર આરોપણાદિ અનેક પ્રકારના દુઃખનું, મનુષ્યોમાં દારિદ્રય, દર્ભાગ્યાદિ દુઃખનું અને દેવોમાં ઈર્ષ્યા, વિષાદ, પરમેષતાદિ દુઃખનું=સંવેગરૂપ ભયસ્વરૂપ દુઃખનું, અવલોકન કરતા જિનપ્રવચન અનુસારી જીવનું તત્ ભીરુપણાથી ચાર ગતિઓનાં દુઃખોના ભીરુપણાથી, તેના પ્રશમના ઉપાયભૂત=ચારગતિનાં દુઃખોના શમનના ઉપાયભૂત, ધર્મનો અનુષ્ઠાતા જણાય છે.
શું જણાય છે ? તે કહે છે – આને સમ્યગ્દર્શન વિદ્યમાન છે એ પ્રમાણે જણાય છે.
૩. નિર્વેદ - વિષયોમાં અનભિવંગ-અનાસક્તિ, નિર્વેદ છે. જે પ્રમાણે આલોકમાં જ પ્રાણીઓને દુરન્ત કામભોગનો અભિળંગ=ખરાબ અંતવાળા કામભોગનો રાગ, અનેક ઉપદ્રવના ફલવાળો છે.