________________
ધર્મસંગ્રહ ભાગ-૨/ દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨
૧૧૭ ૧. શમ:- શમ=પ્રશમ, અનંતાનુબંધી કષાયોનો અતુદય છે. અને તે પ્રકૃતિથી=સ્વભાવથી, અથવા કષાયની પરિણતિના કટફલના અવલોકનથી થાય છે. જેને કહે છે –
“પ્રકૃતિથી=સમ્યક્તનું અનુવેદન કરાવે એવા જીવના સ્વભાવથી, અથવા કર્મોના અશુભ વિપાકને જાણીને અપરાધવાળા પુરુષમાં પણ કોપ કરતો નથી. સર્વકાલમાં પણ ઉપશમ વર્તે છે.” (શ્રાવકપ્રજ્ઞપ્તિ-પપ, વિંશતિવિંશિકા ૬/૧૦, ધર્મસંગ્રહણી ૮૦૮).
ત્તિ-શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ અર્થે છે. વળી અન્ય ક્રોધની ખણજ અને વિષયની તૃષ્ણાનો ઉપશમ ‘શમ' કહે છે. જે કારણથી પ્રાપ્ત થયેલા સમ્યગ્દર્શનવાળો, સાધુની ઉપાસનાવાળો જીવ ક્રોધની ખણજથી અને વિષયની તૃષ્ણાથી કેવી રીતે વિહવળ થાય ? અર્થાત્ થાય નહિ.
'નુ'થી શંકા કરે છે – ક્રોધની ખણજ અને વિષયની તૃષ્ણાનો ઉપશમ જો શમ હોય તો : અપરાધી કે નિરપરાધી એવા પરમાં ક્રોધવાળા અને વિષયની તૃષ્ણાથી વિહ્વળ મનવાળા શ્રેણિક
અને કૃષ્ણાદિને કેવી રીતે શમ હોય ? અને તેના અભાવમાં='શમ'ના અભાવમાં, કેવી રીતે સખ્યત્વનો સંભવ હોય ? એમ જો પૂર્વપક્ષી કહે તો ગ્રંથકારશ્રી કહે છે – એમ શંકા ન કરવી. “લિંગી એવું સમ્યક્ત હોતે છતે લિંગો અવશ્ય હોવાં જોઈએ' એ નિયમ નથી. જે કારણથી ધૂમરહિત પણ લુહારના ઘરમાં અગ્નિ દેખાય છે અથવા ભસ્મથી ઢંકાયેલા અગ્નિથી ધૂમ લેશ પણ નથી. વળી આ નિયમ છે – સુપરીક્ષિત લિંગ હોતે છતે= યથાર્થ નિર્મીત લિંગ હોતે છતે, લિંગી હોય જ છે. જેને કહે છે –
લિગમાં લિગી હોય જ છે, લિગીમાં અન્ય પુનઃ હોય તે નિયમના વિપર્યાસમાં લિંગ-લિગીનો સંબંધ છે.” (પ્રમાણ સમુચ્ચય અંતર્ગત સ્વાર્થ અનુમાદ પરિચ્છેદ)
તિ” શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ અર્થે છે. સંજવલનાદિ કષાયના ઉદયથી કૃષ્ણાદિને ક્રોધથી ખણજ અને વિષયોની તૃષ્ણા હતી. સંજવલનાદિ પણ કોઈક કષાયો તીવ્રપણાથી અનંતાનુબંધી કષાય સદશ વિપાકવાળા છે=અનંતાનુબંધી કષાય જેમ અવિવેકપૂર્વક ક્રોધ કરાવે કે વિષયની તૃષ્ણાથી વિહવળ બનાવે તેમ સંજવલનાદિ કેટલાક કષાયો અવિવેકવાળી પ્રવૃત્તિ કરાવે છે એથી સર્વ અવદાત છે=સર્વ સંગત છે. ૧૫
૨. સંવેગ - સંવેગ મોક્ષનો અભિલાષ છે. સમ્યગ્દષ્ટિ જીવ નરેન્દ્ર ચક્રવર્તી, અને સુરેન્દ્રોનાં વિષયસુખ દુઃખના અનુષંગવાળાં હોવાથી દુખપણાથી માનતો મોક્ષસુખને જ સુખપણાથી માને છે અને ઇચ્છે છે. જે કારણથી કહે છે –
નરના ઇન્દ્ર - ચક્રવર્તી અને ઇંદ્રોના સુખને ભાવથી દુઃખ જ માનતો સંવેગવાળો મોક્ષસુખને છોડીને કાંઈ પ્રાર્થના કરતો નથી.” (શ્રાવકપ્રજ્ઞપ્તિ-પ૬, વિંશતિવિંશિકા ૬/૧૧, ધર્મસંગ્રહણી ૮૦૯) ‘ત્તિ” શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ અર્થે છે.