________________
૧૨૦
ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ પરલોકમાં પણ અતિકટુક એવા નરક, તિર્યંચ, મનુષ્યજન્મતા ફલને દેનારો છે. આથી આવા વડે કાંઈ પ્રયોજન નથી. આ=કામભોગનો અભિવંગ, ત્યાગ કરવો જ જોઈએ. એ પ્રમાણે નિર્વેદથી પણ જણાય છે. શું જણાય છે ? તે કહે છે – આને સમ્યગ્દર્શન છે એ પ્રમાણે જણાય છે.
૪. અનુકંપા - અનુકંપા કૃપા છે જે પ્રમાણે સર્વ જ જીવો સુખના અર્થી છે. અને દુઃખના નાશના અર્થી છે. તેથી આમને-જીવોને, અલ્પ પણ પીડા મારે કરવી જોઈએ નહિ. એ પ્રકારે આના વડે પણ=એ પ્રકારની મતિ વડે પણ જણાય છે.
શું જણાય છે ? તે કહે છે – આને સમ્યગ્દર્શન છે એ પ્રમાણે જણાય છે.
પ. આસ્તિક્ય :- ખરેખર જિતેન્દ્ર વડે કહેવાયેલા અતીન્દ્રિય જીવ-પરલોકાદિ ભાવો છે એ પ્રકારનો પરિણામ આસ્તિક્ય છે. આના વડે પણ આસ્તિક્ય વડે પણ, આ સમ્યગ્દર્શન યુક્ત છે એ પ્રમાણે જણાય છે.
જ પ્રસ્તુત ટીકામાં “સંગ્વત્રનષાયો યાદ્રા Mવીના' સંજવલન કષાયના ઉદયથી કૃષ્ણાદિને ક્રોધથી ખણજ અને વિષયતૃષ્ણા છે એ પ્રકારના પાઠમાં “સંજ્વલનશાયાદિ ૩યાત....' પાઠ હોવાની સંભાવના છે અને “સંગ્વનના પિ
વન ને સ્થાને ‘સંક્વનદિ પિ વન’ પાઠ હોવાની સંભાવના છે; કેમ કે માત્ર સંજ્વલન કષાયનો ઉદય મુનિને હોય છે અને અવિરત સમ્યગ્દષ્ટિ જીવને સંજ્વલનાદિ બાર કષાયનો ઉદય હોય છે તેથી તે પ્રકારનો પાઠ હોવાની સંભાવના છે. ભાવાર્થ -
પૂર્વમાં ગુરુ સન્મુખ સમ્યક્ત ઉચ્ચારવું જોઈએ તેનું વર્ણન કર્યું અને તે સમ્યક્ત ઉચ્ચારવાથી જીવમાં તથા પ્રકારના કર્મના વિગમનથી સમ્યક્ત ગુણ પ્રગટે છે. અને તે સમ્યક્ત શુભ આત્મપરિણામરૂપ છે અને તે પરિણામ છદ્મસ્થ જીવોને અપ્રત્યક્ષ છે. કેવલ લિગો દ્વારા છબસ્થ જીવો સમ્યક્તને જાણી શકે છે. આથી જ સમ્યક્ત કેવાં લિંગોવાળું છે ? તે બતાવવા માટે મૂળ શ્લોકમાં ‘પગ્યનક્ષીક્ષિત' કહેલ છે અને તે પાંચ લક્ષણો આ પ્રમાણે છે – ૧. શમ, ૨. સંવેગ, ૩. નિર્વેદ, ૪. અનુકંપા, ૫. આસ્તિક્ય.
બીજા જીવોમાં રહેલ પરોક્ષ પણ સમ્યક્ત આ લક્ષણો દ્વારા જણાય છે. ૧. શમ :
આ પાંચ લક્ષણોમાં શમ તે પ્રશમ છે. તે પ્રશમ અનંતાનુબંધી કષાયના અનુદયરૂપ છે. અનંતાનુબંધી કષાયનો અનુદય જીવની પ્રકૃતિથી થાય છે અથવા કષાયોની પરિણતિના કટુફલના અવલોકનથી થાય છે.