________________
૧૦૧
ધર્મસંગ્રહ ભાગ-૨ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨
અનાભિગ્રહિક મિથ્યાત્વવાળા જીવો શું માને છે ? તે કહે છે – સર્વ દેવો બંધ છે, નિંદનીય નથી. એ રીતે સર્વગુરુ અને સર્વ ધર્મ=જે રીતે સર્વ દેવો વંદ્ય છે તે રીતે, સર્વગુરુ પૂજ્ય છે અને સર્વ ધર્મ સુંદર છે ઇત્યાદિ અનેક પ્રકારનું છે.
૩. આભિનિવેશિક મિથ્યાત્વઃ ગોષ્ઠામાહિલાદિની જેમ યથાસ્થિત જાણવા છતાં પણ દુરભિનિવેશથી વિપ્લાવિત બુદ્ધિવાળાને આભિનિવેશિક મિથ્યાત્વ છે.
[અનાભોગથી કે પ્રજ્ઞાપકના દોષથી વિતથ શ્રદ્ધાવાળા સમ્યગ્દષ્ટિમાં પણ અભિનિવેશ થાય; કેમ કે અનાભોગથી કે ગુરુના વિયોગથી સમ્યગ્દષ્ટિને પણ વિતથ શ્રદ્ધાનું કથન છે અને તે પ્રમાણે ‘ઉત્તરાધ્યયન ગ્રંથની નિયુક્તિમાં કહેવાયું છે –
“સમ્યગ્દષ્ટિ જીવ ઉપદિષ્ટ પ્રવચનની શ્રદ્ધા કરે છે. અનાભોગથી કે ગુરુના નિયોગથી અસદ્ભાવની=પ્રવચનના વિપરીત અર્થની, શ્રદ્ધા કરે છે.” (ઉત્તરાધ્યયન નિર્યુક્તિ - ગા. ૧૬૩)
તેના વારણ માટે=સમ્યફ દૃષ્ટિના અભિનિવેશના વારણ માટે, ‘કુ' એ પ્રમાણે વિશેષણ છે=આભિલિયેશિક મિથ્યાત્વના લક્ષણમાં અભિનિવેશ વિપ્લાવિતબુદ્ધિવાળા એ પ્રકારના વચનમાં રહેલા અભિનિવેશ' શબ્દનું રૂ એ પ્રમાણે વિશેષણ છે. સમ્યગ્દફતૃના વચનથી અતિવર્તનીયપણું તેનો અર્થ છે="દુર અભિનિવેશશબ્દનો અર્થ છે. અનાભોગાદિ જડિત મુગ્ધ શ્રદ્ધાવાળા જીવોનો વિપરીતશ્રદ્ધાનરૂપ અભિનિવેશ વળી સમ્યગ્દફતૃના વચનથી નિવર્તનીય છે એથી દોષ નથી તેવા સમ્યગ્દષ્ટિ જીવોમાં અભિનિવેશ હોવા છતાં આભિનિવેશિક મિથ્યાત્વની પ્રાપ્તિરૂપ દોષ નથી. તોપણ જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ, સિદ્ધસેન દિવાકરસૂરિ આદિ પ્રાવચતિક પ્રધાનની વિપ્રતિપત્તિના વિષય એવા પક્ષદ્વયમાં પણ અત્યતર વસ્તુનું શાસ્ત્રબાધિતપણું હોવાથી તદ્અત્યતર શ્રદ્ધાનવાળાને અભિનિવેશિત્વનો પ્રસંગ છે. એથી તેના વારણ માટે=જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ અને સિદ્ધસેન દિવાકરસૂરિ આદિ અન્યતરમાં આભિનિવેશિક મિથ્યાત્વના લક્ષણના વારણ માટે, નાનતોડજિ' એ પ્રકારે વિશેષણ છે શાસ્ત્રતાત્પર્યબાધના પ્રતિસંધાવવાળા એ પ્રકારનો “ગાનતોડ'િનો અર્થ છે અને સિદ્ધસેન દિવાકરસૂરિ આદિ સ્વામ્યુપગત પોતે સ્વીકારેલા, અર્થને શાસ્ત્રના તાત્પર્યતા બાધતું પ્રતિસંધાન કરીને પણ પક્ષપાતથી વિપ્રતિપત્તિવાળા ન હતા પરંતુ અવિચ્છિન્ન પ્રવચનિક પરંપરાથી શાસ્ત્રના તાત્પર્યને જ પોતે સ્વીકારેલા અર્થતા અનુકૂલપણાથી પ્રતિસંધાન કરીને વિપ્રતિપત્તિવાળા હતા એમ અવય છે. એથી તેઓ=જિનભદ્રક્ષમાશ્રમણ અને સિદ્ધસેન દિવાકરસૂરિ આદિ, અભિનિવેશવાળા ન હતા. વળી ગોષ્ઠામાહિલાદિ શાસ્ત્રના તાત્પર્યના બાપનું પ્રતિસંધાન કરીને જ અન્યથા જિનવચનથી અન્યથા, શ્રદ્ધા કરતા હતા એથી દોષ નથી-ગોષ્ઠમાહિલાદિમાં આભિનિવેશિક મિથ્યાત્વ સ્વીકારવામાં દોષ નથી. આ પણ આભિનિવેશિક મિથ્યાત્વ પણ, મતિભેદના અભિનિવેશાદિ મૂલભેદથી અનેક પ્રકારનું જમાલી-ગોષ્ઠામાહિલાદિને હતું અને વ્યવહારભાષ્યમાં કહેવાયું છે –