________________
૧૦૨
ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | બ્લોક-૨૨ મતિભેદથી જમાલીને આભિનિવેશિક મિથ્યાત્વ હતું. પૂર્વમાં વ્યસ્ત્રાહીતથી ગોવિંદ વાચકને આભિનિવેશિક મિથ્યાત્વ હતું. સંસર્ગથી ભિક્ષને આભિનિવેશિક મિથ્યાત્વ હતું અને ગોષ્ઠામાહિલને આભિનિવેષિક મિથ્યાત્વ હતું.” (વ્યવહારભાષ્ય-૩)]
૪. સાંશયિક મિથ્યાત્વ : દેવ-ગુરુ અને ધર્મના વિષયમાં આ દેવ છે આ ગુરુ છે આ ધર્મ છે અથવા અન્ય દેવ છે, અન્ય ગુરુ છે, અન્ય ધર્મ છે? એ પ્રકારના સંશયવાળા જીવને ‘સાંશયિક મિથ્યાત્વ' છે.
[વળી, સૂક્ષ્માર્યાદિ વિષય સંશય સાધુને પણ થાય છે અને તે સાધુ “તે જ સત્ય છે, તે જ નિઃશંક છે જે ભગવાને કહ્યું છે.” (ભગવતીસૂત્ર) ઈત્યાદિ આગમથી કહેવાયેલા ભગવદ્યચનના પ્રામાણ્યતા પુરસ્કારથી તિવર્તન કરે છે અને સ્વરસવાહિતાથી અતિવર્તમાન એવો ત=સંશય, સાંશયિક મિથ્યાત્વરૂપ છતો અનાચાર આપાદક જ છે. આથી જ આકાંક્ષા-મોહના ઉદયથી આકર્ષતી પ્રસિદ્ધિ છે. આ પણ સાંશયિક મિથ્યાત્વ પણ, સર્વદર્શન, જૈનદર્શન, તકદેશ=જૈનદર્શનનો એક દેશ, પદ, વાક્યાદિ સંશયના ભેદથી બહુ પ્રકારનો છે.].
૫. અનાભોગિક મિથ્યાત્વ વિશેષજ્ઞાનથી વિકલ એવા વિચારશૂન્ય જીવોને અથવા એકેન્દ્રિયાદિ જીવોને અનાભોગિક મિથ્યાત્વ છે. અને આ પણ અનાભોગિક મિથ્યાત્વ પણ, સર્વ અંશ વિષયક અવ્યક્તબોધ સ્વરૂપ અને વિવક્ષિત કિંચિત્ અંશતા અવ્યક્ત બોધ સ્વરૂપ અનેક પ્રકારનું છે.
[આ બધામાં આ પાંચ પ્રકારના મિથ્યાત્વમાં, આભિગ્રહિક અને આભિનિવેશિક મિથ્યાત્વ ગુરુક છે=અધિક અનર્થકારી છે; કેમ કે વિપર્યાસરૂપપણાથી સાનુબંધફ્લેશનું મૂલપણું છે અને શેષ ત્રણ= અનાભિગ્રહિક મિથ્યાત્વ, સાંશયિક મિથ્યાત્વ અને અનાભોગિક મિથ્યાત્વ એ ત્રણે ગુરુક નથી; કેમ કે વિપરીત અવધારણરૂપ વિપર્યાસનું વ્યાવૃતપણું હોવાને કારણે તેઓના==ણે મિથ્યાત્વતા, ક્રૂર અનુબંધફલપણાનો અભાવ છે અને ઉપદેશપદમાં તે પૂર્વમાં કહ્યું કે આભિગ્રાહિક મિથ્યાત્વ અને આભિનિવેશિક મિથ્યાત્વ ગુરુક છે અન્ય નહીં તેવું કહેવાયું છે –
“આ જ=વિપર્યાય જ. અહીં=બોધના દોષમાં, ગુરુક છે=મહાન દોષ છે. અનધ્યવસાય અને સંશય આ પ્રમાણે નથી=વિપર્યાસની જેમ મોટા દોષવાળા નથી, જે કારણથી આનાથી–વિપર્યાસથી, સર્વત્ર અનર્થ ફલવાળી=આલોકપરલોકમાં સર્વત્ર અનર્થફલવાળી અસત્ પ્રવૃત્તિ છે.” (ઉપદેશપદ ગાથા-૧૯૮).
દુષ્પતિકાર એવી અસત્ પ્રવૃત્તિનું હેતુપણું હોવાને કારણે આ વિષયસ અહીં મોટો દોષ છે. પરંતુ અધ્યવસાય અને સંશય નહિ; કેમ કે આવા પ્રકારના અતત્વના અભિનિવેશનો અભાવ છે=વિપર્યાસમાં જેવા પ્રકારનો અતત્વનો અભિનિવેશ છે એવા પ્રકારનો અતત્વના અભિનિવેશનો અભાવ છે. કેમ અનધ્યવસાય અને સંશયમાં એવા પ્રકારના અતત્ત્વનો અભિનિવેશ નથી ? તેમાં હેતુ કહે છે – તે બેનું અધ્યવસાય અને સંશયનું, સુપ્રતિકારપણું હોવાને કારણે અત્યંત અનર્થ સંપાદકત્વનો અભાવ છે. એ પ્રમાણે આતો=ઉપદેશપદની ગાથાનો, તાત્પર્યાર્થ છે.]
આ રીતે=પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે, સર્વથા સર્વ પ્રકારના મિથ્યાત્વના પરિહારથી સમ્યક્ત ગુરુ