________________
૧૦૮
ધર્મસંગ્રહ ભાગ-૨/ દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ મિથ્યાત્વ પ્રાપ્ત થયું અને ગોષ્ઠામાહિલાદિને દુરભિનિવેશથી મિથ્યાત્વ પ્રાપ્ત થયું. આ રીતે જુદી જુદી રીતે અભિનિવેશ થવાથી આભિનિવેશિક મિથ્યાત્વના અવાતંરભેદો અનેક થાય છે.) ૪. સાંશયિક મિથ્યાત્વ :
અપાયાપગમાતિશયાદિ ચાર અતિશયવાળા એવા દેવ ઉપાસ્ય છે. સર્વજ્ઞના વચનાનુસાર ચાલનારા પાંચ મહાવ્રતધારી સુસાધુ ગુરુ છે. અને સર્વજ્ઞપ્રણીત પાંચ સમિતિ ત્રણ ગુપ્તિરૂપ ધર્મ સુધર્મ છે. આમ છતાં કોઈ નિમિત્તથી આ દેવાદિ ઉપાસ્ય છે કે અન્ય દેવાદિ ઉપાય છે તેવો કોઈને સંશય થાય અથવા આ ગુરુ ગુરુ છે? કે અન્ય ગુરુ ગુરુ છે ? અથવા આ ધર્મ સુધર્મ છે કે અન્ય ધર્મ સુધર્મ છે? તેવો કોઈને સંશય થાય તો તેઓમાં સાંશયિક મિથ્યાત્વની પ્રાપ્તિ છે.
(જિનવચનમાં સ્થિર શ્રદ્ધાવાળા એવાં સુસાધુને પણ શાસ્ત્રઅધ્યયનકાળમાં કે શાસ્ત્રીય પદાર્થના ચિંતનકાળમાં સૂક્ષ્મ અર્થાદિ વિષયક સંશય થાય અર્થાત્ ભગવાને કહેલ આ પદાર્થ આમ છે કે અન્ય પ્રકારે છે ? તે પ્રકારનો સંશય થાય, તે વખતે તે મહાત્માઓ તત્ત્વની જિજ્ઞાસાથી યથાર્થ પદાર્થનો નિર્ણય કરવા પ્રયત્ન કરે છે અને તથાવિધ સામગ્રીના અભાવને કારણે ચોક્કસ નિર્ણય ન થઈ શકે ત્યારે તે મહાત્મા વિચારે છે કે તે જ સત્ય છે અને નિઃશંક છે જે સર્વજ્ઞ વિતરાગે પ્રરૂપણા કરી છે. આ પ્રમાણે શાસ્ત્રમાં કહેલા ભગવાનના વચન પ્રત્યેના પ્રામાણ્યને આગળ કરીને તે સંશયના સ્થાનના કોઈ સ્થાન પ્રત્યે પક્ષપાતવાળા થતા નથી પરંતુ તે સ્થાનોમાંથી જે સ્થાન સર્વજ્ઞ પ્રરૂપેલું છે તે જ સ્થાન સત્ય છે અન્ય નહિ, તેવી સામાન્યબુદ્ધિ ધારણ કરે છે તેથી સર્વજ્ઞના વચન પ્રત્યેના પક્ષપાતરૂપ સમ્યક્ત સ્થિર થાય છે તેવા સાધુમાં સાંશયિક મિથ્યાત્વ નથી. અને જો તે સાધુ તેવા સંશયનાં સ્થાનોમાં ‘તમેવ સંવં' ઇત્યાદિ સૂત્રના અવલંબનથી ભગવાનના વચન પ્રત્યેની રુચિના પક્ષપાતને ઉલ્લસિત ન કરે તો શાસ્ત્રીય પદાર્થોમાં તે સાધુને સંશય સ્વરસવાહી બને છે અર્થાત્ આ પદાર્થ આમ છે કે અન્ય પ્રકારે છે એ પ્રકારનો સંશય તે મહાત્મામાં વર્તે છે. અને તે સંશય કોઈ પદાર્થ નક્કી ન થાય તો અનિવર્તમાન રહે છે. આ રીતે અનિવર્તમાન એવો તે સંશય સાંશયિક મિથ્યાત્વરૂપ થતો સમ્યત્વના અનાચારનો જ આપાદક છે; કેમ કે સમ્યવનો આચાર છે કે જે સ્થાનમાં પદાર્થનો નિર્ણય ન થાય તે સ્થાનની ઉપેક્ષા કરવી જોઈએ નહીં પરંતુ સમ્યફ જાણવા યત્ન કરવો જોઈએ અને જ્યાં સુધી સમ્યક નિર્ણય ન થાય ત્યાં સુધી ‘તમેવ સર્વ” સૂત્ર દ્વારા ભગવાનના વચન પ્રત્યેની રુચિ દઢ કરવી જોઈએ જેથી શાસ્ત્રના દરેક વચનોનાં સ્થાનોમાં જિનવચનાનુસાર જ તત્ત્વ પ્રત્યેનો પક્ષપાત અનિર્ણિતા સ્થાનમાં પણ ઓઘથી વિદ્યમાન રહે છે. અને તેમ ન કરવામાં આવે તો સમ્પર્વના અનાચારના સેવનથી તે સાધુને સાંશયિક મિથ્યાત્વની પ્રાપ્તિ થાય છે. આથી જ આકાંક્ષા મોહના ઉદયથી આકર્ષની પ્રસિદ્ધિ શાસ્ત્રમાં કહી છે. અર્થાત્ વિપરીત બોધના સ્થાનવાળાં વચનોમાં તમેવ સર્વે' ઇત્યાદિ સૂત્ર દ્વારા જિનવચનની આકાંક્ષા સ્થિર કરવામાં ન આવે તો જિનવચનથી અન્ય વચન પ્રત્યે આકાંક્ષા રહે છે અને તે આકાંક્ષા મોહના ઉદયથી તે સાધુ આકર્ષ દ્વારા મિથ્યાત્વને પામે છે.
વળી, આ સાંશયિક મિથ્યાત્વ પણ સર્વ દર્શન સાચાં છે કે જૈનદર્શન સાચું છે ? એ પ્રકારે થઈ શકે છે અથવા જૈનદર્શનના અવાંતર ભેદોમાં દિગંબર દર્શન સાચું છે ? કે શ્વેતાંબર દર્શન સાચું છે ? એ પ્રકારે