________________
૧૧૦
ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ આભિગ્રહિક મિથ્યાત્વ અને આભિનિવેશિક મિથ્યાત્વમાં વર્તતો વિપર્યાસ દુષ્પતિકારવાળો છે અર્થાત્ તેનો પ્રતિકાર થઈ શકે તેમ નથી. તેથી અસત્ પ્રવૃત્તિનો હેતુ છે માટે ગુરુ દોષવાળો છે. જે જીવોને કોઈ અધ્યવસાય નથી કે જિનવચનમાં કોઈ સ્થાને સંશય છે તેવા અનાભોગવાળા કે સંશયવાળા મિથ્યાષ્ટિ જીવોને અતત્ત્વનો અભિનિવેશ હોવા છતાં દઢ વિપર્યાસવાળા જીવો જેવો અતત્ત્વનો અભિનિવેશ નથી. અનાભોગ કે સંશયવાળા જીવોને સામગ્રી મળે તો તે વિપર્યાસનો પ્રતિકાર થઈ શકે છે અર્થાત્ તે મિથ્યાત્વ નિવર્તન પામી શકે છે, માટે અનાભોગવાળા કે સંશયવાળા જીવોમાં વર્તતો વિપર્યાસ શિથિલમૂલવાળો છે. માટે દઢ વિપર્યાસવાળા મિથ્યાત્વ જેવા અત્યંત અનર્થના સંપાદક નથી.)
પૂર્વમાં અનેક પ્રકારનું મિથ્યાત્વ બતાવ્યું. એ રીતે સર્વથા સર્વ પ્રકારે મિથ્યાત્વના પરિહારપૂર્વક ગુરુ સમક્ષ આલાવાના ઉચ્ચારણપૂર્વક સમ્યક્ત સ્વીકારવું જોઈએ, આ પ્રકારની શાસ્ત્રીય મર્યાદા છે. આ પ્રમાણે કહેવાથી એ પ્રાપ્ત થાય કે પૂર્વમાં જે-જે રીતે મિથ્યાત્વનું વર્ણન કર્યું તે સર્વ પ્રકારોથી મિથ્યાત્વના સ્વરૂપનું અવધારણ કરીને તેનો ત્યાગ કરવો જોઈએ અને ભગવાનના વચનમાં સ્થિર શ્રદ્ધાને ધારણ કરીને ગુરુ સમક્ષ આલાવાના ઉચ્ચારણપૂર્વક સમ્યક્ત સ્વીકારવું જોઈએ. તે સમ્યત્વનો સ્વીકાર આનંદાદિ શ્રાવકના પ્રસંગે બતાવેલ વિધિથી કરવામાં આવે તો ઉચિત બને, પરંતુ યથાતથા રીતે સ્વીકારવામાં આવે તો ઉચિત બને નહીં. આવશ્યક નિર્યુક્તિમાં તે પ્રમાણે કહેવાયું છે અર્થાત્ સમ્યક્ત ઉચ્ચરાવતી વખતે કયા આલાવાપૂર્વક ગ્રહણ કરવું જોઈએ ? તે કહેવાયું છે.
સમ્યક્તના આલાવાનો અર્થ આ પ્રમાણે છે –
સમ્યક્ત ઉચ્ચરાવનાર શ્રાવક પૂર્વમાં મિથ્યાત્વનું પ્રતિક્રમણ કરે છે અર્થાતુ અત્યાર સુધી પોતે જે મિથ્યાત્વના આચારનું સેવન કર્યું હોય તે સર્વ મિથ્યાત્વના આચારનું નિંદા-ગર્તા દ્વારા પ્રતિક્રમણ કરે છે અને સમ્યક્તનો સ્વીકાર કરે છે અર્થાત્ સમ્યક્તના આચારનું પાલન કરવાની પ્રતિજ્ઞા કરે છે.
તે પ્રતિજ્ઞાનું સ્વરૂપ બતાવે છે – “આજથી માંડીને અન્યતીર્થિક એવા સંન્યાસીઓને, અન્યતીર્થિક એવા દેવતાઓને કે અન્યતીર્થકોથી ગ્રહણ કરાયેલી જિનપ્રતિમાને વંદન કરવું, નમસ્કાર કરવો મને કહ્યું નહિ.” આ પ્રકારે પ્રતિજ્ઞા કરવાથી કુગુરુના અને કુદેવના ત્યાગની બુદ્ધિ સ્થિર થાય છે. વળી જે અન્યતીર્થિકો સાથે પૂર્વમાં આલાપ ન કરેલો હોય તેવા પણ અન્યતીર્થિકોને વંદન, નમન કરવું કલ્પતું નથી. કદાચ પૂર્વમાં તે અન્યતીર્થિકો સાથે આલાપ કરેલો હોય અથવા સંલાપ કરેલો હોય અર્થાત્ વારંવાર આલાપ કરેલો હોય તેવા અન્યતીર્થિકોને વંદન કરવું, નમન કરવું કલ્પતું નથી. વળી, તેવા અન્યતીર્થિકોને ચાર પ્રકારનો આહાર આપવો કલ્પતો નથી.” આ પ્રકારની પ્રતિજ્ઞાથી અન્યતીર્થિકોનો અત્યંત પરિહાર કરવાની પ્રતિજ્ઞા કરાય છે. જેથી તેઓના સંસર્ગથી મિથ્યાત્વની વાસના જાગે નહીં અને તેમના પ્રત્યેની પૂજ્યબુદ્ધિથી મિથ્યાગુરુની ઉપાસનાનો પરિણામ થાય નહિ.
આ પ્રતિજ્ઞાના પાલનમાં “અન્યત્ર'થી “આગાર' બતાવે છે –