________________
ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨
૧૧૩
‘ગુરુમૂળે સુઅધો’ વળી, ગુરુ પાસેથી સાંભળેલા ધર્મવાળો એમ કહેવાથી એ પ્રાપ્ત થાય છે કે વ્રતના અર્થી એવા તે શ્રાવકે અણુવ્રતાદિનું પ્રતિપાદન કરનાર એવું આપ્તવચન ગુરુ પાસેથી સાંભળેલું છે અર્થાત્ ગુરુ પાસેથી વ્રતોના સ્વરૂપને સારી રીતે જાણ્યું છે, વ્રતોના અતિચારોને જાણ્યા છે તેવો શ્રાવક વ્રત ગ્રહણ કરવા માટે અધિકારી છે, અન્ય નહિ.
આનાથી એ પ્રાપ્ત થાય કે સુગુરુ પાસેથી જેને અણુવ્રતાદિનો પારમાર્થિક બોધ થયો નથી તેથી વ્રતાદિના -મર્મને સમ્યક્ જાણતો નહીં હોવા છતાં વ્રત ગ્રહણ કરે તોપણ વ્રતનું ફલ મળે નહીં માટે તેવા જીવોને વ્રત સ્વીકારવાનો પ્રતિબંધ કરાયો છે. અને તેમાં સાક્ષી આપે છે કે જેણે સુગુરુ પાસેથી વ્રતમાં ઉપયોગી એવા જીવોનું જ્ઞાન કર્યું નથી તેનું પચ્ચક્ખાણ સુપચ્ચક્ખાણ થતું નથી પરંતુ દુષ્પચ્ચક્ખાણ થાય છે અને તેવું પચ્ચક્ખાણ કરનાર મૃષા બોલે છે અર્થાત્ પ્રતિજ્ઞા કરે છે કે ‘હું આ વ્રતને પાળીશ’ તેનું આ પ્રતિજ્ઞાવચન મૃષાવચનરૂપ છે. માટે તેવા પ્રકારના વ્રતગ્રહણનો શાસ્ત્રમાં નિષેધ છે.
વળી, ‘પંચાશક ગ્રંથ’ના ઉદ્ધરણમાં કહ્યું કે ગુરુ પાસે શ્રુતધર્મવાળો અણુવ્રતાદિ ગ્રહણ કરે છે. તેથી એ પ્રાપ્ત થાય કે જેણે સુગુરુ પાસેથી શાસ્ત્રનો અર્થ જાણ્યો નથી પરંતુ સ્વયં જ વાંચીને શાસ્ત્રનો બોધ કર્યો છે તેને વ્રત ગ્રહણ કરવાનો પ્રતિષેધ શાસ્ત્રકારો કરે છે; કેમ કે સ્વયં જેમણે શાસ્ત્ર વાંચ્યા હોય તેઓને શાસ્ત્રનો સમ્યક્ બોધ ન થાય અને તેથી સમ્યક્ પ્રવૃત્તિ પણ ન થાય.
અહીં પ્રશ્ન થાય કે શાસ્ત્રને સ્વયં વાંચવાથી બોધ કેમ ન થાય ? તેમાં સાક્ષી બતાવે છે
-
જેઓએ ગુણવાન એવા ગુરુકુલવાસની ઉપાસના કરી નથી તેઓને સમ્યજ્ઞાન થતું નથી તેમાં દૃષ્ટાંત બતાવે છે. જેમ મોર નૃત્ય કરે ત્યારે તેને જોનારને તેનો પાછળનો ભાગ દેખાય છે તેમ સદ્ગુરુના આલંબન વગર શાસ્ત્રના શબ્દોથી પ્રાપ્ત થતો સ્થૂલભાવ દેખાય છે. અર્થાત્ શાસ્ત્રના વચનથી સ્થૂલબોધ થાય છે પરંતુ શાસ્ત્રોના ૫૨માર્થનો બોધ થતો નથી પરંતુ સુગુરુ વિદ્યમાન હોય અને સુગુરુ પાસેથી વ્રતોની મર્યાદાનો મર્મસ્પર્શી બોધ થઈ શકે તેમ હોય છતાં તેની ઉપેક્ષા કરીને જેઓ સ્વયં શાસ્ત્ર વાંચીને વ્રતો ગ્રહણ કરે છે તેઓ શાસ્ત્રના પરમાર્થને પ્રાપ્ત કરી શકતા નથી માટે તેઓનું વ્રતગ્રહણ ફલવાન થતું નથી.
વળી, જેઓ ગુરુ પાસે ધર્મ સાંભળે છે તેઓને સદ્ગુરુ માત્ર વ્રતોનું સ્વરૂપ બતાવતા નથી પરંતુ આ વ્રતો કઈ રીતે સંસારના ઉચ્છેદની સાથે એકવાક્યતાથી જોડાયેલા છે ? અને કઈ રીતે પૂર્ણ સુખમય એવા મોક્ષ સાથે એકવાક્યતાથી જોડાયેલા છે ? તેનો મર્મસ્પર્શી બોધ કરાવે છે. તે પ્રકારે સમ્યબોધ થવાથી તે શ્રાવકને મોક્ષનો અભિલાષ પ્રગટ્યો છે અને સંસારનો ભય પ્રગટ્યો છે તેથી સંસારના પરિભ્રમણથી પોતાનું રક્ષણ ક૨વાર્થે અને મોક્ષપ્રાપ્તિના ઉપાયમાં સમ્યક્ યત્ન કરવાર્થે વ્રત ગ્રહણ કરવાનો પરિણામ થયો છે તે ઇચ્છાના વિષભૂત વ્રતના પારમાર્થિક પરિણામની નિષ્પત્તિના કા૨ણીભૂત સંવેગનો પરિણામ છે. વળી, ગુરુ પાસેથી વ્રતોનું સ્વરૂપ સાંભળવા છતાં આ વ્રતોને સ્વીકાર કરીને હું ગુણની વૃદ્ધિ દ્વા૨ા સંસારનો ઉચ્છેદ કરું તેવા સંવેગનો પરિણામ જેઓને થયો નથી તેઓ વ્રતનો સ્વીકાર કરે તોપણ તે સ્વીકારાયેલા વ્રતના