________________
૧૦૪
ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ “ગુરુ=સમ્યફ જ્ઞાન-ક્રિયાથી યુક્ત સમ્યફ ધર્મશાસ્ત્રના અર્થના દેશકઃઉપદેશક છે. જેને કહે છે -
ધર્મને જાણનારા અને ધર્મના કર્તા, સદા ધર્મપરાયણ, જીવોને ધર્મશાસ્ત્રના અર્થ બતાવનારા ગુરુ કહેવાય છે.” અથવા
જે જીવ જે સંયમીથી કે જે ગૃહસ્થથી શુદ્ધધર્મમાં નિયોજિત કરાયો તે જ=શુદ્ધધર્મમાં નિયોજન કરનાર પુરુષ જ, તેનો તે જીવનો, ઘર્મના દાનને કારણે ધર્મગુરુ કહેવાય છે.”
તે ગુરુના આચાર્યના, મૂલ=પાસે, તે ગુરુમૂલ ત્યાં=તે ગુરુમૂલમાં, આના દ્વારા=શ્લોકમાં ‘ગુરુમૂત્રે કહ્યું એના દ્વારા, અન્યત્ર ધર્મશ્રવણનો પ્રતિષેધ બતાવાયો; કેમ કે વિપરીત બોધનો સંભવ છે. શ્રતધર્મ-આકણિત અણુવ્રતાદિના પ્રતિપાદનમાં પર=તત્પર, એવા આપ્તવચનવાળો, અને આના વડે=શ્લોકમાં ‘સુધમ્પો' કહ્યું એના વડે, અશ્રુત આગમવાળા પુરુષને જ્ઞાનનો અભાવ હોવાને કારણે વ્રતનો સ્વીકાર સમ્યફ નથી એથી તેનો પ્રતિષેધ=વ્રતનો પ્રતિષેધ, બતાવાયો. જેને કહે છે –
“જેને આ ઉપગત નથી=જે પુરુષને આ જ્ઞાત નથી, આ જીવો છે. આ સ્થાવર છે. આ ત્રસ છે તેને સુપચ્ચખાણ થતું નથી. તેને દુષ્પચ્ચખાણ થાય છે, તે દુષ્પચ્ચખાણવાળો પુરુષ મૃષાને બોલે છે. સત્યને બોલતો નથી.” ()
ત્તિ’ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ અર્થે છે. -
અને સ્વયં ઉન્મેક્ષિત શાસ્ત્રનો પણ પ્રતિષેધ કહેવાયો “મૂને સુગથી’ એ વચનથી સ્વયં ઉભેક્ષિત શાસ્ત્રનો પણ પ્રતિષેધ કહેવાયો; કેમ કે સ્વયં ઉલ્ટેક્ષણમાં સમ્યફશાસ્ત્રના બોધના અભાવને કારણે સમ્યફપ્રવૃત્તિનો અભાવ છે. જેને કહે છે –
“અનુપાસિત ગુરુકુલવાળા પુરુષને નિકિંગોપક વિજ્ઞાન થતું નથી યથાર્થ જ્ઞાન થતું નથી, મયૂરોના નૃત્યને જોતો પુરુષ પ્રકટિત પશ્ચાત્ ભાગને જુએ છે." ()
અને શ્રતધર્મપણાથી જ સંવિજ્ઞ=મોક્ષાભિલાષી છતો અથવા સંસારથી ભય પામેલો, અન્યથા પ્રકારવાળા જીવને=સંવેગ વગરના જીવને, વ્રતની પ્રતિપત્તિ=વ્રતનો સ્વીકાર, મોક્ષ માટે ન થાય, ઈવર અલ્પકાલ અથવા ઇતર બહુકાલ=જાવજીવ. આ પ્રકારે પૂર્વગાથાથી સૂચિત વધવર્જનવિધિ છે. એથી પ્રાસંગિક કથનથી સર્યું, પ્રકૃતિને કહીએ છીએ. ભાવાર્થ :
વળી, મિથ્યાત્વના પાંચ ભેદો છે અને તે પાંચ ભેદોને બતાવનાર સાક્ષીપાઠ આપે છે તેમાં પાંચ ભેદો આ પ્રકારે કહેલ છે. ૧. આભિગ્રહિક મિથ્યાત્વ. ૨. અનાભિગ્રહિક મિથ્યાત્વ. ૩. આભિનિવેશિક મિથ્યાત્વ. ૪. સાંશયિક મિથ્યાત્વ. . ૫. અનાભોગ મિથ્યાત્વ.