________________
ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | બ્લોક-૨૨
૧૦૫
૧. આભિગ્રહિક મિથ્યાત્વ :
જેઓ પોતાના શાસ્ત્રથી નિયંત્રિત પદાર્થને જોનારા છે અને પોતાના પક્ષ કરતાં પરપક્ષના નિરાકરણમાં દક્ષ છે તેવા પાખંડીઓનેeતે તે દર્શનવાળાને “અભિગ્રહિક મિથ્યાત્વ' છે. તેથી જૈનદર્શનમાં પણ રહેલા, અવિચારક રીતે પરપક્ષના નિરાકરણમાં દક્ષ હોય તો તેઓને આભિગ્રહિક મિથ્યાત્વની પ્રાપ્તિ થાય. કેવા જૈનોને આભિગ્રહિક મિથ્યાત્વ પ્રાપ્ત થતું નથી ? તે સ્પષ્ટ કરવાથું કહે છે – જેઓ ધર્મ-અધર્મવાદથી પરીક્ષાપૂર્વક તત્ત્વને જાણીને પોતે સ્વીકારેલા અર્થની શ્રદ્ધા કરનારા છે પરંતુ અવિચારક રીતે શ્રદ્ધા કરનારા નથી અને પરપક્ષ એકાંતવાદી હોવાથી પરપક્ષના પ્રતિક્ષેપમાં દક્ષ છે તેવા જૈનોને આભિગ્રહિક મિથ્યાત્વ નથી; કેમ કે પોતાના શાસ્ત્રથી અનિયંત્રિત વિવેકદૃષ્ટિ છે અર્થાત્ આ મારું, દર્શન છે તેના પક્ષપાતથી અન્યદર્શનનો પ્રતિક્ષેપ કરતા નથી પરંતુ તત્ત્વાતત્ત્વનો વિચાર કરીને સર્વજ્ઞ વિતરાગનું વચન તત્ત્વરૂપ છે તેવો સ્પષ્ટ નિર્ણય કરીને એકાંતવાદી જે સ્થાનમાં વિપરીતબોધવાના છે તે સ્થાનનું નિરાકરણ કરે છે. માટે તત્ત્વના પક્ષપાતી એવા જૈનોને આભિગ્રહિક મિથ્યાત્વ નથી. - વળી, જેઓ નામથી જૈન છે અને સ્વમુલાચારથી ધર્મ સ્વીકારીને આ ધર્મ સાચો છે તેમ માનીને આગમની પરીક્ષાનો બોધ કરે છેપરીક્ષા કરવાના વિમુખ ભાવવાળા છે. તેઓને આભિગ્રહિક મિથ્યાત્વ જ છે; કેમ કે સમ્યગ્દષ્ટિ જીવો પરીક્ષા કર્યા વગર કોઈ પણ દર્શનના પક્ષપાતી હોય નહીં અને તેમાં પૂજ્ય હરિભદ્રસૂરિ મહારાજ સાહેબનું વચન સાક્ષીરૂપે બતાવે છે –
પૂજ્ય હરિભદ્રસૂરિ મહારાજ સાહેબ વીરભગવાનને ઉપાસ્યદેવ તરીકે સ્વીકારે છે, કપિલાદિને સ્વીકારતા નથી તોપણ કહે છે કે મને વીરભગવાન પ્રત્યે પક્ષપાત નથી કે કપિલાદિ પ્રત્યે દ્વેષ નથી. પરંતુ શાસ્ત્રની પરીક્ષા કરીને વીર ભગવાનનું વચન યુક્તિવાળું જણાયું અર્થાત્ કષ-છેદ-તાપ પરીક્ષાથી શુદ્ધ જણાયું તેથી વીર ભગવાનનું વચન સ્વીકાર્યું છે. તેથી જેઓમાં પરીક્ષાની શક્તિ હોવા છતાં કુલાચારથી ધર્મ સ્વીકારે છે અને ધર્મની પરીક્ષા કરવાની ઉપેક્ષા કરે છે તેવા જીવો અભિગ્રાહિક મિથ્યાદૃષ્ટિ છે.
અહીં પ્રશ્ન થાય કે જેઓની તેવી પ્રજ્ઞા નથી તેવા માણતુષાદિ જીવોને પણ આભિગ્રહિક મિથ્યાત્વની પ્રાપ્તિ થશે; કેમ કે તેઓ પરીક્ષા કરવામાં સમર્થ નથી. તેથી કહે છે –
માષતુષાદિ જેવા જીવો પ્રજ્ઞાના અપાટવને કારણે અન્યદર્શન અને જૈનદર્શનની પરીક્ષા કરવામાં સમર્થ નથી તોપણ ગીતાર્થને નિશ્ચિત છે અને ગુણવાનના પારતંત્રને કારણે તેઓમાં મિથ્યાત્વનો દોષ નથી.
આશય એ છે કે માપતુષ જેવા મંદબુદ્ધિવાળા જીવો દર્શનશાસ્ત્ર ભણીને આ દર્શન પરિપૂર્ણ શુદ્ધ છે અને આ દર્શન પરિપૂર્ણ શુદ્ધ નથી તેવો નિર્ણય કરવા અસમર્થ છે તોપણ ગુણવાન ગુરુ યથાર્થ માર્ગમાં પ્રવર્તે છે અને મને સન્માર્ગમાં પ્રવર્તાવે તેવા છે તેનો યથાર્થ નિર્ણય કરીને તેઓને સમર્પિત થયેલા છે અને ગુણવાન ગુરુની નિશ્રાના બળથી સન્માર્ગની માર્ગાનુસારી દિશા તેમને પ્રાપ્ત થયેલી હોવાથી તેમનામાં સમ્યક્ત સ્વીકારવામાં દોષ નથી. વળી, તે આભિગ્રહિક મિથ્યાત્વ ૧. આત્મા નથી. ૨. આત્મા નિત્ય નથી. ૩.