________________
ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨
સમક્ષ આલાપકના ઉચ્ચારપૂર્વક સ્વીકારવું જોઈએ; કેમ કે તેનું=ગુરુ સમક્ષ સમ્યક્ત્વના સ્વીકારવું, આનંદાદિ શ્રાવકના વક્તવ્યમાં બતાવેલ વિધિથી જ પ્રતિપત્તિ દ્વારા ઉચિતપણું છે અને તે પ્રમાણે આવશ્યક નિર્યુક્તિમાં કહેવાયું છે
-
“ત્યાં=સમ્યક્ત્વના સ્વીકારના વિષયમાં, શ્રમણોપાસક=શ્રાવક, પૂર્વમાં જ મિથ્યાત્વથી પ્રતિક્રમણ કરે છે. સમ્યક્ત્વનો સ્વીકાર કરે છે.
સમ્યક્ત્વનો કઈ રીતે સ્વીકાર કરે છે ? તેને કહે છે
સે તેને=સમ્યક્ત્વ સ્વીકારનારને, આજથી માંડીને અન્યતીર્થિકોને, અન્યતીર્થિકોના દેવતાઓને અને અન્ય તીર્થિકોથી પરિગૃહીત અરિહંતનાં ચૈત્યોને વંદન કરવા માટે અને નમસ્કાર કરવા માટે કલ્પતું નથી. પૂર્વમાં અનાલિત્ત એવા અન્યતીર્થિકોને=પૂર્વમાં જેમની સાથે આલાપ કરેલો નથી એવા અન્યતીથિંકોને, ‘ઞવિત્ત’ એવા અને ‘સંવિત્ત’ એવા અન્યતીર્થિકોને=પૂર્વમાં જેમની સાથે આલાપ કરેલો છે સંલાપ કરેલો છે એવા અન્યતીર્થિકોને વંદન કરવું - નમસ્કાર કરવો કલ્પતું નથી એમ અન્વય છે. તેઓને=અન્યતીર્થિકોને, અશન, પાન, ખાદિમ, સ્વાદિમ આપવા માટે અને અનુપ્રદાન કરવા માટે ન=કલ્પતું નથી. રાજાભિયોગથી, ગણાભિયોગથી, બલાભિયોગથી, દેવતાના અભિયોગથી, ગુરુનિગ્રહથી, આજીવિકા નહીં થવાથી અન્યત્ર=રાજાભિયોગાદિ આગારને છોડીને, અન્ય તીર્થિકોને વંદન કરવું, નમસ્કાર કરવો આદિ કલ્પતુ નથી એમ અન્વય છે.” (આવશ્યક સૂત્ર-૬, ૩૬ હારિભદ્રી વૃત્તિ - પૃ. ૮૧૧) ‘યોગશાસ્ત્ર’ ગ્રંથની વૃત્તિમાં પણ તે પ્રમાણે કહેવાયું છે એમ આવશ્યક નિર્યુક્તિના સાક્ષીપાઠની પૂર્વેના કથન ‘તથાપોરું' સાથે સંબંધ છે
-
-
૧૦૩
“અને આવા પ્રકારનું સમ્યક્ત્વ વિશિષ્ટ દ્રવ્યાદિ સામગ્રી હોતે છતે ગુરુની સમીપમાં વિધિપૂર્વક સ્વીકારીને શ્રાવક યથાવત્ પાલન કરે છે જે કારણથી
“શ્રમણોપાસક=શ્રાવક, ત્યાં=સમ્યક્ત્વના સ્વીકારના વિષયમાં, પૂર્વમાં દ્રવ્યથી અને ભાવથી મિથ્યાત્વથી પ્રતિક્રમણ કરે છે. સમ્યક્ત્વને સ્વીકારે છે. (૧)
સે–તેને=સમ્યક્ત્વ સ્વીકારનારને, પરતીર્થિકોને તે પ્રમાણે તેઓના જ દેવતાઓને=પરતીર્થિકોના જ દેવતાઓને, અને પરતીર્થિકો વડે પરિગૃહીત ચૈત્યોના પહાવણા=પ્રભાવના=પ્રશંસા, વંદન, પૂજનાદિ કરવાં કલ્પતાં નથી. (૨)
લૌકિક તીર્થોમાં, સંક્રાતિમાં, ચંદ્રગ્રહણ આદિમાં સ્નાન, દાન, પિંડનું પ્રદાન, હવન, તપ પ્રભૃત લોકોના=ઘણા લોકોના, પ્રવાહને આશ્રયીને (કરવું કલ્પતું નથી.) (૩)" (મૂલશુદ્ધિ પ્રકરણ ગાથા ૪-૬, યોગશાસ્ત્રવૃત્તિ ૨, ૧૭ ટીકા)
અને આ રીતે=પૂર્વમાં આવશ્યકનિર્યુક્તિ અને યોગશાસ્ત્રના ઉદ્ધરણથી કથત કર્યું એ રીતે, સમ્યક્ત્વાણુવ્રતાદિનો સ્વીકાર સર્વ પણ ગુરુસાક્ષીક જ ફલવાન છે, અન્યથા નહિ. જે કારણથી ‘પંચાશક’માં વધવર્જનવિધિ પ્રસ્તાવમાં (કહેવાયું છે)
-
“ગુરુમૂલમાં=ગુરુ પાસે, શ્રુતધર્મવાળો=સાંભળેલા ધર્મવાળો, સંવિગ્ન એવો કોઈ=શ્રાવક, ‘ત્તરં’=ઇત્વર=અલ્પકાલીન અથવા ‘મર’=ઇઅર=જાવજ્જીવ સુધી, વ્રતાદિ ગ્રહણ કરે છે અને નિરતિચાર પાલન કરે છે.” (પંચાશક, ૧/૯) વૃત્તિ=ઉપર્યુક્ત ઉદ્ધરણના શ્લોકની ટીકા, આ પ્રમાણે છે
-