________________
૧૦૦
ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ .. "नहि भवति निर्विगोपकमनुपासितगुरुकुलस्य विज्ञानम् । પ્રતિપશ્વાત્મા, પશ્યત નૃત્ય મયૂરાણમ્ III" []
तथा श्रुतधर्मत्वादेव संविग्नो मोक्षाभिलाषी सन् संसारभीतो वा, अन्यथाविधस्य हि व्रतप्रतिपत्तिर्न मोक्षाय स्यात्, इत्वरमल्पकालम्, इतरं वा बहुकालं यावज्जीवमित्यर्थः, इति पूर्वगाथासूचितो वधवर्जनविधिः इत्यलं प्रासङ्गिकेन प्रकृतं प्रस्तुमः । ટીકાર્ય :
૩થ મિથ્યાત્વ ... પ્રસ્તુમ ! વળી મિથ્યાત્વ પાંચ પ્રકારનું છે. જેને કહે છે - “આભિગ્રહિક, અનભિગ્રહિક, આભિનિવેશિક, સાંશયિક અને અનાભોગ. આ મિથ્યાત્વ પાંચ પ્રકારનું છે.” (પંચસંગ્રહ - ગા. ૮૬, સંબોધ પ્રકરણ, સમ્ય. ગા. ૪૭)
ત્યાં પાંચ પ્રકારના મિથ્યાત્વમાં, ૧. આભિગ્રહિક મિથ્યાત્વઃ સ્વશાસ્ત્રથી નિયંત્રિત એવા વિવેક વડે પદાર્થને જોનારા અને પરપક્ષના પ્રતિક્ષેપમાં=પરપક્ષના ખંડનમાં, દક્ષ એવા પાખંડીઓને આભિગ્રહિક મિથ્યાત્વ છે. અને ધર્મ-અધર્મવાદથી પરીક્ષાપૂર્વક તત્ત્વને જાણીને સ્વ દ્વારા સ્વીકારાયેલા અર્થમાં શ્રદ્ધા કરનારા એવા જૈનોને પરપક્ષના પ્રતિક્ષેપણના દક્ષપણામાં પણ આભિગ્રહિતપણું નથી; કેમ કે વિવેક આલોકનું સ્વશાસ્ત્રથી અનિયંત્રિતપણું છે. વળી નામથી જૈન પણ સ્વ-કુલાચારથી જ આગમપરીક્ષાનો બાધ કરે છે. તેમને આભિગ્રહિકપણું જ છે; કેમ કે સમ્યગ્દષ્ટિના અપરીક્ષિત પક્ષપાતિત્વનો અયોગ છે. તે પૂજ્ય હરિભદ્રસૂરિ વડે કહેવાયું છે –
મને વર ભગવાનનો પક્ષપાત નથી, કપિલાદિમાં દ્વેષ નથી; યુક્તિવાળું વચન જેનું છે તેનો સ્વીકાર કરવો જોઈએ.” (લોકતત્વનિર્ણય, ગાથા-૩૮)
વળી, ગીતાર્થ નિશ્ચિત માપતુષાદિ જેવા સાધુઓને પ્રજ્ઞાપાટવનો અભાવ હોવાથી, વિવેક રહિત પણ તેઓને ગુણવાનના પાતંત્રથી દોષ નથી–મિથ્યાત્વરૂપ દોષ નથી અને તે આભિગ્રહિક મિથ્યાત્વ, આત્મા નથી ઈત્યાદિ છ વિકલ્પ વડે જ પ્રકારનું છે – ૧. આત્મા નથી. ૨. આત્મા નિત્ય નથી. ૩. આત્મા કર્મનો કર્તા નથી. ૪. આત્મા કર્મફલનો ભોક્તા નથી. ૫. મોક્ષ નથી. ૬. મોક્ષનો ઉપાય નથી. ૨. અનાભિગ્રહિક મિથ્યાત્વ: પ્રાકૃત જીવોને-સામાન્ય જીવોને, અનાભિગ્રહિક મિથ્યાત્વ છે.