________________
ધર્મસંગ્રહ ભાગ-૨ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ અહીં પ્રશ્ન થાય કે ઐહિક આશયથી યક્ષાદિના આરાધનકાળમાં તે યક્ષમાં ઉપાસ્યદેવની બુદ્ધિ નથી પરંતુ પોતાને પ્રાપ્ત થયેલી આપત્તિના નિવારણની બુદ્ધિ છે, તોપણ સમ્યક્ત્વના રક્ષણાર્થે તમે ત્યાજ્ય કેમ કહ્યું ? તેમાં યુક્તિ આપતાં કહે છે –
-
* કોઈ ધર્મી શ્રાવક યક્ષાદિની આરાધના કરે તો તેની આરાધના જોઈને કોઈ અન્ય પણ તે યક્ષાદિને ઉપાસ્યરૂપે સ્વીકારીને તેની ભક્તિ કરે તો તે પ્રવૃત્તિથી અન્ય જીવોમાં મિથ્યાત્વની વૃદ્ધિ થાય છે અને જે અન્ય જીવોમાં મિથ્યાત્વની વૃદ્ધિ થાય છે અને જે અન્ય જીવો તે મિથ્યાત્વની વૃદ્ધિ કરતા હોય તેને સ્થિર કરવામાં તે શ્રાવક નિમિત્ત બને તેથી અન્યના મિથ્યાત્વની વૃદ્ધિના સ્થિરીકરણમાં પોતે નિમિત્ત બને તો તે શ્રાવકને જન્માન્તરમાં દુર્લભબોધિપણાની પ્રાપ્તિ થાય માટે શ્રાવકે આલોકના પ્રયોજનથી પણ યક્ષાદિની આરાધના કરવી જોઈએ નહિ. અન્ય જીવોના મિથ્યાત્વની વૃદ્ધિમાં નિમિત્ત બનનારને દુર્લભબોધિપણાની પ્રાપ્તિ થાય છે તેમાં સાક્ષીપાઠ આપે છે —
૯૬
જે મૂઢાત્મા અન્ય જીવોના મિથ્યાત્વને ઉત્પન્ન કરે છે તે જીવ અન્ય જીવોમાં મિથ્યાત્વના ઉત્પાદનના નિમિત્તથી ભગવાને કહેલ બોધિને પ્રાપ્ત કરતો નથી.
તેથી એ ફલિત થાય કે ઐહિક અર્થે યક્ષાદિની આરાધનામાં કુદેવમાં સુદેવપણાની બુદ્ધિરૂપે નથી. માટે મિથ્યાત્વ નથી તોપણ અન્યજીવોમાં જે મિથ્યાત્વ પ્રવર્તી રહ્યું છે તેની વૃદ્ધિ કરવામાં અને તેને સ્થિર કરવામાં તે યક્ષની આરાધના નિમિત્તકારણ બને છે માટે સમ્યગ્દષ્ટિ જીવે તેવી પ્રવૃત્તિનો પરિહાર કરવો જોઈએ.
અહીં પ્રશ્ન થાય કે કૃષ્ણ મહારાજા અને રાવણ સમ્યગ્દષ્ટિ હતા. છતાં ઐહિકાદિ અર્થે તેઓએ લૌકિક દેવની આરાધના કરેલ. તેથી ઐહિકાદિ અર્થે યક્ષાદિની આરાધનામાં મિથ્યાત્વની પ્રાપ્તિ થતી હોય તો રાવણાદિને તેની પ્રાપ્તિ કેમ ન હતી ? આ પ્રકારનું કોઈ આલંબન ગ્રહણ કરે તો તેના નિવારણ માટે કહે
છે
-
રાવણ-કૃષ્ણાદિનું આલંબન ગ્રહણ કરવું ઉચિત નથી; કેમ કે કાલનો ભેદ છે અર્થાત્ તે કાળમાં તે પ્રવૃત્તિ મિથ્યાત્વની વૃદ્ધિનું કારણ ન હતી. પરંતુ વર્તમાનકાળમાં ઐહિકાદિ અર્થે યક્ષાદિની આરાધના કરવાથી મિથ્યાત્વની વૃદ્ધિનું કારણ બને છે.
અહીં પ્રશ્ન થાય કે ઐહિકાર્યે તે કાળમાં લૌકિક દેવોની આરાધનાથી મિથ્યાત્વની વૃદ્ધિ ન હતી અને આ કાળમાં ઐહિકાર્યે લૌકિક દેવની આરાધનાથી મિથ્યાત્વની વૃદ્ધિ કેમ છે ? તેથી કહે છે
તે કાળમાં તીર્થંકરો અતિશયજ્ઞાની વિદ્યમાન હતા. તેથી અરિહંતનો ધર્મ અન્ય દર્શનો કરતાં અતિશયવાળો હતો તેથી તત્ત્વના અર્થી જીવો ભગવાનના દર્શનને સ્વીકારીને તત્ત્વબુદ્ધિથી આરાધના કરતા હતા. તેથી આલોકાર્થે કોઈ લૌકિક દેવની આરાધના કરે તે જોઈને લૌકિક દેવો પ્રત્યે ઉપાસ્યની બુદ્ધિ થવાનો પ્રસંગ ત્યારે ન હતો. જ્યારે વર્તમાનકાળમાં તો તીર્થંકરો કે તેવા અતિશય જ્ઞાનવાળા સાધુઓ વિદ્યમાન નથી જેથી ભગવાનનો ધર્મ અન્ય સર્વદર્શનો કરતાં અતિશયવાળો છે તેવી લોકમાં પ્રતીતિ થાય તેવા સંયોગો નથી. તેથી વર્તમાનકાળમાં ભગવાનના શાસનને પામેલા જીવો પણ આલોકના કાર્ય અર્થે યક્ષાદિની આરાધના કરે