________________
ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ આરંભની ક્રિયામાં પ્રાપ્ત થાય છે. પરંતુ મિથ્યાત્વ જીવના પરિણામરૂપ હોવાને કારણે મિથ્યાષ્ટિ એવા કુટુંબની સાથે સંવાસના ત્યાગનો અસંભવ હોય તે વખતે સંવાસ અનુમતિની પ્રાપ્તિ નથી; કેમ કે ભગવાનના વચનમાં સ્થિર શ્રદ્ધારૂપ સમ્યક્તનો ભાવ તે શ્રાવકમાં વિદ્યમાન છે અને કુટુંબના કોઈ જીવથી લૌકિક કે લોકોત્તર મિથ્યાત્વનું સેવન થતું હોય તેમાં કોઈ પ્રકારે અનુમતિ પ્રાપ્ત ન થાય તે રીતે જે શ્રાવક યતના કરે છે તેને તે કુટુંબની સાથેના સંવાસ માત્રથી મિથ્યાત્વ સંબંધી સંવાસાનુમતિની પ્રાપ્તિ નથી. જો આવું ન સ્વીકારવામાં આવે અને સ્વીકારવામાં આવે કે મિથ્યાષ્ટિ એવા સ્વજન સાથે વસવાથી મિથ્યાત્વ વિષયક સંવાસાનુમતિની પ્રાપ્તિ છે માટે ત્રિવિધ-ત્રિવિધથી મિથ્યાત્વનું વર્જન નથી તો સંયત એવા સાધુને પણ મિથ્યાષ્ટિના સંવાસની અનુમતિનો પ્રસંગ છે; કેમ કે સાધુને પણ મિથ્યાષ્ટિની નિશ્રાથી રહેવાનો પ્રસંગ હોય છે અર્થાત્ કોઈ મિથ્યાદૃષ્ટિની વસતીમાં ઊતરવાનો પ્રસંગ હોય છે ત્યારે તે મિથ્યાદૃષ્ટિની સાથે સંવાસની અનુમતિ તે સાધુને પ્રાપ્ત થાય. માટે જે શ્રાવક પોતાના સમ્યક્તમાં કોઈ મલિનતા ન થાય તેની સમ્યક યતના કરે છે તેવા શ્રાવકને સ્વકુટુંબના મિથ્યાષ્ટિ સાથે વસતા સંવાસની અનુમતિનો પ્રસંગ નથી. જે શ્રાવક મિથ્યાષ્ટિ એવા સ્વકુટુંબ સાથે વસે છે અને તેના કારણે પોતાને ક્યાંય અનુમતિનો પ્રસંગ ન આવે તેની સમ્યફ યતના કરતા નથી તેવા શ્રાવકને તે મિથ્યાષ્ટિ સાથે વસવાથી-સમ્યક્તના અતિચારની પ્રાપ્તિ થાય અને મિથ્યાત્વની પણ પ્રાપ્તિ થાય. માટે સમ્યફ યતનાપૂર્વક રહેનારા શ્રાવકને અનર્થનો સંભવ નથી.
પૂર્વમાં લૌકિક અને લોકોત્તર દેવગત અને ગુરુગત મિથ્યાત્વના ભેદો બતાવ્યા. ત્યાં વિચારકને પ્રશ્ન થાય કે અદેવને આ દેવ છે અને અગુરુને આ સુગુરુ છે તેવી બુદ્ધિ થાય અને તેવી બુદ્ધિપૂર્વક તેમનું આરાધન કરવામાં આવે તો મિથ્યાત્વ પ્રાપ્ત થાય. પરંતુ જેઓને તેવી બુદ્ધિ નથી આમ છતાં કોઈક ઐહિક કાર્ય માટે લૌકિક દેવને પૂજે તો તેનાથી મિથ્યાત્વની પ્રાપ્તિ કેમ થાય ? અર્થાત્ મિથ્યાત્વની પ્રાપ્તિ થવી જોઈએ નહિ; કેમ કે વિવેકસંપન્ન પુરુષને ઉપાસ્યરૂપે અપાયાપગમાતિશયાદિ ચાર અતિશયવાળા તીર્થકરોની કર્મકાય અવસ્થા અને તીર્થકરોની સિદ્ધાવસ્થારૂપ તત્ત્વકાય અવસ્થા ઉપાસ્યરૂપે જણાય છે અને જિનવચનાનુસાર ચાલનારા પાંચ મહાવ્રતધારી સાધુ ગુરુ તરીકે જણાય છે. આમ છતાં જીવનમાં એવી કોઈ આપત્તિ આવે તો તેના નિવારણ અર્થે લૌકિક દેવને પૂજે તેટલા માત્રથી મિથ્યાત્વની પ્રાપ્તિ થઈ શકે નહિ. એ પ્રકારની શંકાના નિવારણ માટે કહે છે –
ઉત્સર્ગથી ઐહિક કાર્ય માટે યક્ષાદિનું આરાધન પણ ત્યાજ્ય છે; કેમ કે ઐહિક અર્થે યક્ષાદિનું આરાધન કરવાના કારણે પરંપરાથી મિથ્યાત્વની વૃદ્ધિના સ્થિરીકરણાદિનો પ્રસંગ પ્રાપ્ત થાય અને તેમાં નિમિત્ત બનવાથી જન્માત્તરમાં દુર્લભબોધિપણાની પ્રાપ્તિ થાય.
આશય એ છે કે સમ્યગ્દષ્ટિ જીવોને સમ્યક્તના રક્ષણાર્થે વીતરાગ દેવ અને સુસાધુ ગુરુ સિવાય અન્ય યક્ષાદિનું આરાધન ઉત્સર્ગથી કરવું જોઈએ નહિ. ફક્ત તેવા આગાઢ કારણમાં અપવાદથી યક્ષાદિનું આરાધન કરે તો કોઈ દોષ નથી.