________________
ધર્મસંગ્રહ ભાગ-૨ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ ૩. લોકોત્તર દેવગત મિથ્યાત્વ :
તીર્થકરોના ચારેય નિક્ષેપા પૂજ્ય છે તે પ્રકારે તીર્થંકરની પ્રતિમા પણ પૂજ્ય છે. આમ છતાં તીર્થંકરની પ્રતિમા અન્યદર્શનવાળા વડે ગ્રહણ કરાયેલ હોય તેવી જિનપ્રતિમાની અર્ચનાદિની પ્રવૃત્તિ કરવાથી લોકોત્તર દેવગત મિથ્યાત્વની પ્રાપ્તિ થાય છે. વળી, આલોકના ફલાર્થે જિનયાત્રાગમનાદિની પ્રવૃત્તિ કરવામાં આવે તોપણ “લોકોત્તર દેવગત મિથ્યાત્વની પ્રાપ્તિ થાય છે.
આનાથી એ પ્રાપ્ત થાય કે શાસ્ત્રમર્યાદા અનુસાર પરતીર્થિકથી ગ્રહણ થયેલ ન હોય તેવી જિનપ્રતિમાની પૂજા કરવી જોઈએ અને આલોકના ફળની આશંસા વગર તીર્થયાત્રાદિ કરવાં જોઈએ. તેથી લોકોત્તર દેવમાં દેવબુદ્ધિ સ્થિર રહે છે. અને તેનાથી વિપરીત પ્રવૃત્તિ કરવાથી લોકોત્તર દેવગત મિથ્યાત્વની પ્રાપ્તિ થાય છે.. ૪. લોકોત્તર ગુરુગત મિથ્યાત્વ -
જેઓ ભગવાને બતાવેલ માર્ગને સ્વીકારવા છતાં જિનવચનાનુસાર પ્રવૃત્તિ કરતા નથી તેવા પાસત્યાદિમાં ગુરુબુદ્ધિથી વંદન કરવામાં આવે, નમસ્કાર કરવામાં આવે તેનાથી લોકોત્તર ગુરુગત મિથ્યાત્વની પ્રાપ્તિ થાય છે. વળી, ગુરુ સ્તૂપ આદિમાં આલોકના ફળ માટે યાત્રા, બાધા વગેરે કરવામાં આવે તેનાથી પણ લોકોત્તર ગુરુગત મિથ્યાત્વ પ્રાપ્ત થાય છે.
આશય એ છે કે ભગવાનના વચનાનુસાર સુસાધુ કોણ છે ? કુસાધુ કોણ છે ? તેના ભેદનો નિર્ણય કરીને સુસાધુને ગુરુ તરીકે સ્વીકારવા જોઈએ. અને તેનાથી વિપરીત પ્રવૃત્તિ કરનારા પાસત્યાદિમાં ગુરુપણાની બુદ્ધિ કરવાથી મિથ્યાત્વની પ્રાપ્તિ થાય છે. વળી સુગુરુનાં પણ પગલાં આદિ હોય તેની યાત્રા કરવાથી સમ્યક્તની નિર્મળતા થાય છે. આમ છતાં આલોકના ફલ અર્થે તેની યાત્રા કરવામાં આવે કે કોઈ બાધા રાખવામાં આવે તો તેનાથી લોકોત્તર ગુરુગત મિથ્યાત્વની પ્રાપ્તિ થાય છે.
આ ચારેય પ્રકારના મિથ્યાત્વના ત્યાગપૂર્વક વીતરાગદેવમાં દેવબુદ્ધિ, સુગુરુમાં ગુરુત્વની બુદ્ધિ અને જિનપ્રણીત ધર્મ જ તત્ત્વ છે તેવી સ્થિરબુદ્ધિ ધારણ કરીને જેઓ શક્તિના અતિશયથી દેવની ભક્તિ કરે છે, ગુરુની ઉપાસના કરે છે અને જિનપ્રણીત ધર્મને સેવે છે તેઓ ત્રિવિધ ત્રિવિધ મિથ્યાત્વના ત્યાગના બળથી સમ્યક્તને પ્રાપ્ત કરે છે.
પૂર્વમાં કહ્યું એમ ત્રિવિધ-ત્રિવિધના પચ્ચખાણથી મિથ્યાત્વના ત્યાગથી સમ્યક્ત થાય છે તે “દર્શનશુદ્ધિ પ્રકરણ' ગ્રંથમાં કહ્યું છે અને તેનો અર્થ આ પ્રમાણે છે. લૌકિક દેવગત અને લૌકિક ગુરુગત બે પ્રકારનું મિથ્યાત્વ છે અને લોકોત્તર દેવગત અને લૌકોત્તર ગુરુગત બે પ્રકારનું મિથ્યાત્વ છે. આ ચારેય પ્રકારના મિથ્યાત્વના સ્વરૂપનું પૂર્વમાં ગ્રંથકારશ્રીએ વર્ણન કરેલું છે તે મિથ્યાત્વનો જે જીવ ત્રિવિધ - ત્રિવિધથી ત્યાગ કરે છે તે જીવને સ્પષ્ટ કલંક વગરનું=અતિચાર વગરનું, સમ્યક્ત થાય છે.
આનાથી એ ફલિત થાય કે સમ્યક્તના આચારની મર્યાદા અનુસાર લૌકિક અને લૌકોત્તર દેવગત અને