________________
૯૪
ધર્મસંગ્રહ ભાગ-૨ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ ગુરુગત મિથ્યાત્વનો ત્યાગ કરીને જેઓ લોકોત્તર એવા દેવ-ગુરુની ભક્તિ કરે છે અને સદા જિનવચનથી ભાવિત મતિવાળા છે તેમાં નિર્મળ કોટિનું સમ્યક્ત હોય છે.
વળી, ત્રિવિધ-ત્રિવિધથી મિથ્યાત્વનો ત્યાગ શું છે ? તે સ્પષ્ટ કરવા માટે સાક્ષીપાઠ આપે છે. તેનો ભાવ એ છે કે મનથી મિથ્યાત્વ વિષયક કરણ, કરાવણ અને અનુમોદનનું ચિંતવન નથી. તેથી એ ફલિત થાય કે પૂર્વમાં વર્ણન કરાયેલા ચાર પ્રકારના મિથ્યાત્વને સેવવાનું મનથી કરણ, કરાવણ, અનુમોદનને આશ્રયીને ચિંતવન કરે નહિ. અર્થાત્ હું લૌકિક દેવ-ગુરુને નમસ્કાર કરું, નમસ્કાર કરાવું કે કોઈ કરતા હોય તેનું અનુમોદન કરું ઇત્યાદિ રૂપે મનથી ચિંતવન કરે નહિ. એ રીતે લોકોત્તર દેવગત મિથ્યાત્વનું અને લોકોત્તર ગુરુગત મિથ્યાત્વનું મનને આશ્રયીને કરણ, કરાવણ અને અનુમોદનના પરિહારથી ત્રણ ભાંગાની પ્રાપ્તિ થાય છે.
આ રીતે ચારે પ્રકારના મિથ્યાત્વને સેવવાનું વચનથી કરણ કરાવણ અને અનુમોદનને આશ્રયીને બોલે નહિ. અર્થાત્ વચનથી સ્વયં કરું છું એમ ન બોલે, કોઈને ‘તું કરએમ ન બોલે અને કરતાની અનુમોદના કરે નહિ. તેથી વચનને આશ્રયીને કરણ, કવણ અને અનુમોદનના પરિહારથી ત્રણ ભાંગાની પ્રાપ્તિ થાય.
એ રીતે ચારે પ્રકારના મિથ્યાત્વનું સેવન કાયાથી કરણ, કરાવણ અને અનુમોદનને આશ્રયીને કરે નહિ. અર્થાત્ કાયાથી સ્વયં કરે નહિ, ઇશારાદિથી અન્યને કરાવે નહીં અને કરતા એવા અન્યની કાયાની ચેષ્ટા આદિથી પ્રશંસા કરે નહિ. તેથી કાયાને આશ્રયીને કરણ, કરાવણ અને અનુમોદનાના પરિહારથી ત્રણ ભાંગાની પ્રાપ્તિ થાય.
આ રીતે ચારે પ્રકારના મિથ્યાત્વને આશ્રયીને ત્રિવિધ-ત્રિવિધના પરિવારનું જેઓ પાલન કરે છે તેઓને સુદેવ અને સુગુરુ પ્રત્યેનો તીવ્ર પક્ષપાત વર્તે છે. તેથી તે જીવમાં સમ્યક્ત વર્તે છે.
કોઈ શ્રાવક ત્રિવિધ-ત્રિવિધથી મિથ્યાત્વનું પ્રત્યાખ્યાન કરે અને મનથી, વચનથી, કાયાથી; કરણ, કરાવણ, અનુમોદનનું વર્જન કરે આમ છતાં મિથ્યાષ્ટિનો તેને સંસર્ગ હોય તો તેને અનુમતિરૂપ મિથ્યાત્વનો પ્રસંગ કેમ નહીં થાય ? એ પ્રકારની કોઈ શંકા કરે છે તેને ગ્રંથકારશ્રી ઉત્તર આપતાં કહે છે –
મિથ્યાદૃષ્ટિનો સંસર્ગ સમ્યત્વમાં અતિચારરૂપ છે તેથી તેનું વર્જન કરવું જોઈએ. કોઈ શ્રાવક મિથ્યાષ્ટિના સંસર્ગનું વર્જન ન કરે તો તે શ્રાવકને મિથ્યાત્વની અનુમતિનો પ્રસંગ આવે.
અહીં કોઈને પ્રશ્ન થાય કે મિત્રાદિ મિથ્યાદૃષ્ટિ હોય તો તેનું વર્જન કરી શકાય પરંતુ સ્વકુટુંબ આદિ સંબંધી મિથ્યાદૃષ્ટિ હોય તો તેનું વર્જન કરવું અશક્ય બને. આ વખતે તે શ્રાવકને સંવાસ અનુમતિનો પ્રસંગ આવશે અને તેમ સ્વીકારીએ તો સ્વકુટુંબના મિથ્યાદૃષ્ટિ સાથે વસતા એવા શ્રાવકને સંવાસાનુમતિરૂપ મિથ્યાત્વની અનુમતિ હોવાને કારણે ત્રિવિધ-ત્રિવિધ મિથ્યાત્વનું વર્જન થશે નહીં અને એમ સ્વીકારવાથી તે શ્રાવકને મિથ્યાત્વની પ્રાપ્તિ થશે. આ પ્રકારની શંકાનું સમાધાન કરતાં ગ્રંથકારશ્રી કહે છે –
આરંભીની સાથે સંવાસ કરવામાં આરંભની ક્રિયાનો બળથી સંભવ હોવાને કારણે સંવાસાનુમતિ