________________
૯૧
ધર્મસંગ્રહ ભાગ-૨ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨
સ્વકુટુંબાદિ સંબંધી મિથ્યાદષ્ટિના વર્જનની અશક્તિમાં સંવાસની અનુમતિ થશે, એ પ્રમાણે કોઈ કહે તો ગ્રંથકારશ્રી કહે છે –
તારી વાત બરાબર નથી. આરંભીની સાથે સંવાસમાં આરંભક્રિયાનો બલથી પ્રસંગ હોવાને કારણે સંવાસાનુમતિનો સંભવ હોવા છતાં પણ મિથ્યાત્વનું ભાવરૂપપણું હોવાને કારણે તેનો અસંભવ છે=સંવાસાનુમતિનો અસંભવ છે. અન્યથા=સ્વકુટુંબ સંબંધી એવા મિથ્યાષ્ટિના સંવાસથી મિથ્યાત્વમાં સંવાસની અનુમતિ નથી એમ ન માનો તો, સંયતને પણ મિથ્યાષ્ટિની નિશ્રાનો સંભવ હોવાને કારણે તેને=સંયતને, સંવાસાનુમતિનું દુર્વારપણું છે. અર્થાત્ વારવું અશક્ય છે. એ પ્રમાણે દિશા છે.)
જોકે તત્વવૃત્તિથીકતત્વદૃષ્ટિથી, અદેવાદિતા દેવત્વાદિ બુદ્ધિથી આરાધનમાં જ મિથ્યાત્વ છે. તોપણ એહિકાદિ માટે પણ યક્ષાદિનું આરાધન ઉત્સર્ગથી ત્યાજ્ય જ છે; કેમ કે પરંપરાથી મિથ્યાત્વની વૃદ્ધિના સ્થિરીકરણાદિનો પ્રસંગ હોવાને કારણે જન્માત્તરમાં દુર્લભબોધિપણાની આપત્તિ છે. જે કારણથી કહેવાયું છે –
“જે મૂઢાત્મા અન્ય જીવોના મિથ્યાત્વને ઉત્પન્ન કરે છે તે નિમિત્તથી, તે તે મૂઢાત્મા, જિનઅભિહિત બોધિને પ્રાપ્ત કરેતો નથી.” (સંબોધ પ્રકરણ, સમ્ય. ગા. ૪૨)
રાવણ-કૃષ્ણાદિનું આલંબન પણ=રાવણે અને કૃષ્ણ મહારાજાએ એકિકાર્ય માટે દેવની આરાધના કરેલી તેનું આલંબન પણ, ઉચિત નથી જ; કેમ કે કાલનો ભેદ છે.
કાલના ભેદના કારણે રાવણ-કૃષ્ણાદિને મિથ્યાત્વની પ્રાપ્તિ ન થઈ અને અત્યારે મિથ્યાત્વની પ્રાપ્તિ થાય, તેમ કેમ કહ્યું? તેથી કહે છે –
જે કારણથી તે સમયમાં=રાવણ-કૃષ્ણાદિના કાળમાં, અરિહંતના ધર્મનું ઈતર ધર્મથી અતિશયપણું હોવાને કારણે તેવા પ્રકારની મિથ્યાત્વની વૃદ્ધિ ન હતી=જેવા પ્રકારની મિથ્યાત્વની વૃદ્ધિ વર્તમાનમાં છે તેવા પ્રકારની મિથ્યાત્વની વૃદ્ધિ ન હતી અને વર્તમાનમાં પણ સ્વભાવથી પણ મિથ્યાત્વની પ્રવૃત્તિ દુર્તિવાર જ છે=વારણ થાય તેવી નથી. ભાવાર્થ :
પૂર્વમાં સમ્યક્તના બે ભેદો બતાવતાં કહેલ કે નિસર્ગથી અને અધિગમથી સમ્યક્ત બે ભેદવાળું છે. હવે તે બંને ભેદોનું અંતરંગ કારણ શું છે ? તે બતાવતાં કહે છે – મિથ્યાત્વની પરિહાણિથી સમ્યક્ત થાય છે.
આનાથી એ ફલિત થાય કે પૂર્વમાં વર્ણન કરાયેલ બે પ્રકારથી યાવત્ દસ પ્રકારના સમ્યક્તના ભેદોમાં મિથ્યાત્વના નાશથી સમ્યક્ત પ્રગટે છે અને મિથ્યાત્વ, ભગવાને બતાવેલા તત્ત્વથી વિપરીત રુચિ સ્વરૂપ છે અને તેનો સર્વથા ત્યાગ ત્રિવિધ-ત્રિવિધથી થાય છે. અર્થાત્ ભગવાનના વચનથી વિપરીત રુચિનું કારણ એવું મિથ્યાત્વ હું મનથી, વચનથી, કાયાથી, કરણથી, કરાવણથી અને અનુમોદનથી સર્વથા ત્યાગ કરું છું. એ પ્રકારના પ્રતિજ્ઞાપૂર્વકના સ્થિર અધ્યવસાયથી થાય છે.