________________
ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | બ્લોક-૨૨
"सव्वे सरा णिअटुंति, तक्का जत्थ ण विज्जइ, मइ तत्थ ण गाहिआ" [५/६/१७०] इत्यादि ।
तदेतद् ज्ञानादिगुणसमुदायाभेदाभेदादिना विवेचयितुमशक्यमनुभवगम्यमेवेति स्थितम् । अत्र પદ્ય –
"न भिन्नं नाभिन्नं धुभयमपि नो नाप्यनुभयं, न वा शाब्दन्यायाद् भवति भजनाभाजनमपि । गुणासीनं लीनं निरवधिविधिव्यञ्जनपदे, यदेतत्सम्यक्त्वं तदनुकुरुते पानकरसम् ।।१।। न केनाप्याख्यातं न च परिचितं नाप्यनुमितं, न चार्थादापनं क्वचिदुपमितं नापि विबुधैः । विशुद्धं सम्यक्त्वं न च हृदि न नालिङ्गितमपि, स्फुरत्यन्तोतिर्निरुपधिसमाधौ समुदितम् ।।२।।" []
इत्यलं प्रसङ्गेन, प्रकृतमनुसरामः । ટીકાર્ય :
શિષ્યવ્યત્યાનાર્થ » પ્રવૃત્તમનુસરH: ‘શિષ્યના વ્યુત્પાદન માટે=શિષ્યમાં સમ્યફમતિની નિષ્પત્તિ અર્થે, આ રીતે=પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે, ઉપાધિના ભેદથી=જુદા જુદા વિશેષણોના ભેદથી, સમ્યક્તના ભેદનો નિર્દેશ કર્યો. તેથી ક્વચિત્ કોઈક ભેદોના અંતર્ભાવમાં પણ=પરસ્પર અંતર્ભાવમાં પણ, ક્ષતિ નથી.' એ પ્રમાણે ઉત્તરાધ્યયનની વૃત્તિમાં કહ્યું છે. અને જે પ્રમાણે અંતર્ભાવ નથી તે પ્રમાણે અમારા વડે કહેવાયું. તોપણ આનું અવ્યતરપણું=સમ્યક્તના ભેદોનું અન્યતરપણું, સમ્યક્તનું લક્ષણ નથી; કેમ કે રુચિઓનું તે-તે વિષયના ભેદથી પરિગણનનું અશક્યપણું છે અને રુચિનું પ્રીતિરૂપપણું હોવાને કારણે=રાગરૂપપણું હોવાને કારણે, વીતરાગ સમ્યક્તમાં અવ્યાપ્તિ =સમ્યત્ત્વના લક્ષણની અપ્રાપ્તિ છે. દસ પ્રકારના સરાગ સમ્યક્ત કહેવાયા છે.' (સ્થાનાંગસૂત્ર - સૂત્ર ૭પ૧)
એ પ્રમાણે ઠાણાંગસૂત્રનું સ્વરસપણું હોવાથી અને સરાગ સમ્યક્તનું જ લક્ષ્યપણું હોવાથી, રાગનું અનુગતપણું હોવાને કારણે લક્ષ્યના ભેદથી લક્ષણનો ભેદ અવશ્ય અનુસરણીય છે. વસ્તુતઃ લક્ષણ અહીં લિંગ છે અર્થાત્ વ્યંજક છે, એ પ્રમાણે અર્થ છે. અને વ્યંજકનું વહ્નિતા વ્યંજક એવા ધૂમની જેમ અને આલોકની જેમ અન_ગમમાં પણ દોષ નથી. અને આથી જ ‘જ્ઞાન અને દર્શન જ' (નવતત્વ પ્રકરણ, ગા. ૫) ઇત્યાદિ ગાથા દ્વારા જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપ વગેરે અનાગતોનું જ જીવસ્વરૂપવંજકત્વ રૂપ જીવલક્ષણપણું કહેવાયું અને લિંગ વગર પણ લૈંગિકતા સદ્ભાવમાં પણ અવિરોધ છે=સમ્યક્તના જે ભેદો બતાવ્યા એ રૂપ લિંગ વગર પણ લૈંગિક એવા સખ્યત્વના સદ્ભાવમાં પણ અવિરોધ છે. જે કારણથી “અધ્યાત્મમત પરીક્ષા” ગ્રંથમાં ઉપાધ્યાયશ્રી યશોવિજયજીર્ગણિ કહે છે –
અને જે જીવલક્ષણ તે=ચારિત્ર, કહેવાયું છે. ત્યાં=જીવનું લક્ષણ ચારિત્ર કહેવાયું છે ત્યાં લક્ષણ લિગ છે. (તેથી) તેના વગર તેત્રસિદ્ધરૂપ જીવ, ધૂમ વગર અગ્નિની જેમ ઘટે છે." (અધ્યાત્મમત પરીક્ષા ગા. ૧૫૨)