________________
ધર્મસંગ્રહ ભાગ-૨ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨
કરતા ઘણી ઊંચી પરિણતિવાળા એવા સમ્યક્ત્વને અનુભવએકગમ્ય સ્વીકારવામાં શું કહેવું ? અર્થાત્ ધર્મબીજની જેમ સમ્યક્ત્વ પણ અનુભવએકગમ્ય છે.
તે સમ્યક્ત્વ કેવું છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે
૭
હજારો ભવોના શ્રમથી પણ જેને પ્રાપ્ત કરવું દુર્લભ છે તેવું સમ્યગ્દર્શન છે. વળી, તે સમ્યગ્દર્શનનું સાક્ષાત્ ફલ મોક્ષપ્રાપ્તિ છે; કેમ કે સમ્યક્ત્વ પ્રાપ્ત થયા પછી જીવને સર્વકર્મરહિત અવસ્થા જ એક સા૨ભૂત જણાય છે અને તેના ઉપાયભૂત અસંગપરિણતિ પ્રત્યે બલવાન રુચિ થાય છે. તેથી સમ્યગ્દર્શન સાક્ષાત્ મોક્ષફલમાં જ પર્યવસાન પામનાર છે. વળી સમ્યગ્દર્શન ચારિત્રનો એક પ્રાણ છે; કેમ કે જે જીવોને અસંગઅવસ્થા જ જીવની ૨મ્ય અવસ્થા દેખાય છે તે જીવો જ ચારિત્રના પાલન દ્વારા અસંગભાવની નિષ્પત્તિનું પરમ કારણ એવા સમભાવમાં ઉદ્યમ કરે છે. અને જેઓને સમ્યગ્દર્શન નથી તેવા જીવો ચારિત્રનું પાલન કરે છે તોપણ અસંગપરિણતિના પક્ષપાતવાળું સમ્યગ્દર્શન નહીં હોવાથી ચારિત્રાચારની ક્રિયા દ્વારા સમભાવના પરિણામને સ્પર્શી શકતા નથી. માટે ચારિત્રના એકપ્રાણભૂત સમ્યક્ત્વ છે, અને તેવા સમ્યગ્દર્શનનો પરિણામ જીવને સ્વ-અનુભવગમ્ય જ છે. તેમાં અનુભવથી અતિરિક્ત કોઈ પ્રમાણની પ્રવૃત્તિ નથી, અર્થાત્ અન્ય કોઈ પ્રમાણોથી પોતાનામાં સમ્યગ્દર્શન છે તેમ નક્કી થઈ શકતું નથી. અર્થાત્ પોતે દર્શનાચા૨ની ક્રિયા કરે છે માટે સમ્યગ્દર્શન છે તેમ પણ નક્કી કરી શકાતું નથી. પોતે ચારિત્રાચારની ક્રિયા કરે છે માટે સમ્યગ્દર્શન છે તેમ પણ નક્કી કરી શકાતું નથી. પરંતુ પોતાને અસંગપરિણતિ જ સર્વરુચિ કરતાં અતિશયરુચિનો વિષય છે તેવું સ્વસંવેદન વર્તતું હોય તો તે સંવેદનથી જ પોતાનામાં સમ્યગ્દર્શન છે તેવો નિર્ણય કરી શકાય છે. પૂર્વમાં કહ્યું કે સમ્યક્ત્વ શુદ્ધાત્માના પરિણામ સ્વરૂપ છે. અને ત્યાં અનુભવથી અતિરિક્ત પ્રમાણોની પ્રવૃત્તિ નથી. તેમાં શુદ્ધાત્માને આશ્રયીને ‘આચારાંગસૂત્ર'માં કહેલ વચનની સાક્ષી આપે છે
—
‘આચારાંગસૂત્ર’માં શુદ્ધાત્માનું સ્વરૂપ કેવું છે ? તેને બતાવતાં કહ્યું છે કે સર્વ સ્વરો નિવર્તન પામે છે=કોઈ શબ્દો આત્માના સ્વરૂપને બતાવવા સમર્થ નથી અને જેના સ્વરૂપને ગ્રહણ કરવા માટે કોઈ તર્કો વિદ્યમાન નથી અને મતિ પણ તેના સ્વરૂપને ગ્રહણ ક૨વામાં સમર્થ નથી. આનાથી એ પ્રાપ્ત થાય કે શુદ્ધાત્માનું સ્વરૂપ શબ્દોનો વિષય નથી, તર્કોનો વિષય નથી અને તેના સ્વરૂપને મતિ ગ્રહણ કરવા માટે સમર્થ નથી. પરંતુ જેઓ શુદ્ધાત્માનો અનુભવ કરી રહ્યા છે તેવા સિદ્ધના જીવોને જ તે સ્વરૂપ કેવું છે તે અનુભવગમ્ય છે. તેની જેમ સમ્યક્ત્વ આંશિક કર્મના વિગમનથી થયેલ આત્માનું શુદ્ધ સ્વરૂપ છે. તેથી તેના સ્વરૂપને બતાવવા માટે કોઈ શબ્દો શક્તિમાન નથી, કોઈ તર્કો વિદ્યમાન નથી કે કોઈ મતિ તેના સ્વરૂપને ગ્રહણ કરી શકતી નથી. પરંતુ જે જીવમાં તે પ્રકારના કર્મનું વિગમન થયું છે તે જીવોને સ્વસંવેદન પરિણામરૂપ સમ્યગ્દર્શન છે.
અત્યાર સુધી સમ્યગ્દર્શનના સ્વરૂપનું વર્ણન કર્યું. હવે તેનો ફલિતાર્થ બતાવતાં કહે છે
સમ્યક્ત્વ અનુભવ એકગમ્ય છે. તે કારણથી આત્માના જ્ઞાનાદિ ગુણોના સમુદાયથી કથંચિત્ ભેદ કથંચિત્ અભેદ આદિ દ્વારા આ સમ્યગ્દર્શનનું વિવેચન કરવું અશક્ય છે પરંતુ અનુભવગમ્ય છે તે પ્રમાણે