________________
ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર / બ્લોક-૨૨
=
ભાવાર્થ :
પૂર્વમાં ‘ઉત્તરાધ્યયન સૂત્રને આશ્રયીને સમ્યક્તના દસ ભેદો બતાવ્યા. શિષ્યને કઈ કઈ રીતે સમ્યક્ત થઈ શકે છે ? એ પ્રકારના વિશેષ બોધાર્થે તે તે વિશેષણોના ભેદથી સમ્યત્ત્વના દસ ભેદોનો નિર્દેશ કર્યો છે. વાસ્તવિક રીતે તત્ત્વને જોવાની નિર્મળદૃષ્ટિરૂપ સમ્યક્ત એક સ્વરૂપ છે. ફક્ત, વ્યવહારનય યથાર્થ તત્ત્વના દર્શનને સમ્યગ્દર્શન સ્વીકારે છે. અને નિશ્ચયનય જેવો બોધ છે તેવી જ રુચિ અને તેવી જ પ્રવૃત્તિ જે જીવો કરે છે તેવા અપ્રમત્તમુનિમાં સમ્યત્વ સ્વીકારે છે. તે સિવાય નિસર્ગરુચિ, સંક્ષેપરુચિ, વિસ્તારરુચિ ઇત્યાદિ વિશેષણોના ભેદથી જે સત્ત્વના દસ ભેદો બતાવ્યા છે તે શિષ્યને કઈ કઈ રીતે તત્ત્વનું યથાર્થદર્શન થઈ શકે છે ? તેનો બોધ કરાવવાળું બતાવેલ છે. માટે કોઈક સ્થાને કોઈક સમ્યક્તનો પરસ્પર અંતર્ભાવ થતો હોય તો પણ કોઈ ક્ષતિ નથી. એ પ્રમાણે “ઉત્તરાધ્યયન ગ્રંથની વૃત્તિમાં કહેલ છે.
વળી, જ્યાં-જ્યાં અંતર્ભાવની સંભાવના દેખાઈ ત્યાં ત્યાં તે તે સમ્યક્તનો અંતર્ભાવ નથી તે બતાવવા માટે ગ્રંથકારશ્રીએ સમ્યક યત્ન કર્યો છે. જેથી પરસ્પર અંતર્ભાવ હોવા છતાં તે તે ઉપાધિના ભેદથી સમ્યત્વનો પણ કંઈક ભેદ છે તેવો શિષ્યને બોધ થાય તોપણ આ ઉપાધિના ભેદોથી ભિન્ન-ભિન્ન પ્રકારનાં સમ્યગ્દર્શનો નથી. તેથી આ દસ ઉપાધિનું અન્યતરપણું સમ્યત્ત્વનું લક્ષણ છે એમ કહી શકાય નહિ; કેમ કે જો દસ પ્રકારનાં સમ્યક્ત જુદાં જુદાં પ્રાપ્ત થતા હોય તો એમ જ કહેવું પડે કે આ દસમાંથી અન્યતર સમ્યગ્દર્શન છે માટે તેમાં રહેલું અન્યતરત્વ સમ્યક્તનું લક્ષણ છે.
કેમ પતતરત્વ' સમ્યક્તનું લક્ષણ નથી ? તેમાં હેતુ કહે છે – - તત્ત્વની રુચિરૂપ જે સમ્યગ્દર્શન છે તે રુચિ તે તે વિષયના ભેદથી જુદી જુદી છે તે પ્રકારની પરિગણના થઈ શકે નહિ.
આશય એ છે કે અતત્ત્વની રુચિ “મિથ્યાત્વ' છે અને તત્ત્વની રુચિ સમ્યક્ત છે પરંતુ તે તત્ત્વની રુચિ સંક્ષેપથી થયેલી હોય, વિસ્તારથી થયેલી હોય, ધર્મપદના શ્રવણથી થયેલી હોય કે અન્ય રીતે થયેલી હોય તે સર્વરુચિમાં કોઈ ભેદ નથી; કેમ કે વિપર્યાસ આપાદક કર્મના વિગમનના કારણે આત્મામાં થયેલી નિર્મળતાથી સમ્યગ્દર્શન પ્રગટે છે. તેથી વિપર્યાસકાળમાં શરીર સાથે અભેદબુદ્ધિ હોવાથી શરીરને ઉપષ્ટભક બાહ્ય પદાર્થોમાં રુચિ હતી અને તે વિપર્યાસ દૂર થવાથી આત્માના કલ્યાણના કારણરૂપ એવા તત્ત્વમાં રુચિ પ્રગટે છે તે રુચિનો ભેદ તે તે ઉપાધિના ભેદથી જુદો છે તેમ કહી શકાય નહિ. આમ છતાં તત્ત્વની રુચિ જીવમાં કઈ કઈ રીતે પ્રગટે છે તેનો બોધ કરાવવા અર્થે સમ્યત્ત્વના દસ ભેદો ‘ઉત્તરાધ્યયનસૂત્ર'માં કહ્યા છે.
વળી, તત્ત્વની રુચિરૂ૫ સમ્યક્ત તત્ત્વ પ્રત્યેની પ્રીતિ સ્વરૂપ છે તેથી વીતરાગ સમ્યક્તમાં તે રુચિરૂપ લક્ષણની અવ્યાપ્તિ પ્રાપ્ત થાય; કેમ કે વીતરાગને પણ તત્ત્વ યથાર્થ જ દેખાય છે તોપણ વીતરાગને રુચિરૂપ પ્રીતિ નથી. માટે તત્ત્વની રુચિને સમ્યક્ત કહીએ તો વીતરાગમાં વર્તતા સમ્યક્તમાં લક્ષણની અપ્રાપ્તિ થાય. તેના સમાધાનરૂપે કહે છે. “ઠાણાંગ' સૂત્રમાં દસ પ્રકારનું સરાગસમ્યક્ત કહેવાયું છે તે સૂત્રને