________________
ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨
તેથી એ ફલિત થાય કે સૂત્રોના અર્થોનો વિસ્તાર કરનાર નિર્યુક્તિ આદિ ગ્રંથો ઉપર રુચિ છે તે અર્થની રુચિ છે. માટે “અભિગમરુચિસમ્યક્ત છે. અને સૂત્રોના પારમાર્થિક અર્થને જાણવા માટે રુચિ અને પારમાર્થિક અર્થોના બોધપૂર્વક સૂત્રની રુચિ તે “સૂત્રરુચિસમ્યક્ત” છે. ૭. વિસ્તારરુચિસખ્યત્વ
સર્વ પ્રકારના પ્રમાણની દૃષ્ટિના, સર્વપ્રકારના નયની દૃષ્ટિના બોધથી જન્ય સર્વ દ્રવ્ય અને સર્વ દ્રવ્યમાં વર્તતા સર્વ ભાવ વિષયક રુચિ તે વિસ્તારરુચિસમ્યક્ત' છે. ૮. ક્રિયારુચિસખ્યત્વ :
સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યક્યારિત્ર, સમ્યકતપ અને સમ્યફ વિનયાદિ અનુષ્ઠાન વિષયક જે રુચિ તે “ક્રિયારુચિસમ્યક્ત' છે.
આજ્ઞારુચિસમ્યક્ત'માં પણ ધર્માનુષ્ઠાન વિષયક રુચિ છે અને ક્રિયારુચિસમ્યક્તમાં પણ ધર્માનુષ્ઠાન વિષયક રુચિ છે તેથી એ બે વચ્ચેનો ભેદ નથી એ પ્રકારની શંકા ન કરવી; કેમ કે આજ્ઞારુચિવાળા મહાત્માઓ ભગવાનની આજ્ઞાનું સ્મરણ કરીને સંયમની સર્વ ક્રિયાઓ કરનાર છે, તેઓમાં “આજ્ઞારુચિસમ્યક્ત' છે. આ “આજ્ઞારુચિસમ્યક્ત” વચનાનુષ્ઠાનવાળા મુનિમાં છે અર્થાત્ ભગવાનના વચનના સ્મરણપૂર્વક અપ્રમાદથી દિવસ-રાત ચારિત્રની સર્વ ક્રિયાઓ કરે છે તેવા મુનિમાં આજ્ઞારુચિસમ્યક્ત છે. જ્યારે ક્રિયારુચિસમ્યત્વ અસંગાનુષ્ઠાનવાળા મુનિમાં છે જેઓ વચનાનુષ્ઠાન સેવીને સર્વ ક્રિયાઓ અપ્રમાદભાવથી આજ્ઞાનું સ્મરણ કર્યા વગર સહજતાથી જિનવચનાનુસાર કરી શકે તેવા મહાવીર્યવાળા છે. ક્રિયારુચિ અસંગઅનુષ્ઠાનવાળા મુનિમાં છે તે સ્પષ્ટ કરવા માટે કહે છે –
આથી જ=અસંગભાવવાળા મુનિને ક્રિયારુચિસમ્પર્વ છે. આથી જ, સર્વભાવો પ્રત્યેના સામ્યભાવથી પરિણત ચારિત્રક્રિયા વાળા મહાત્માઓ પૂજ્ય હરિભદ્રસૂરિ વડે ચારિત્રકાયાવાળા કહેવાયા છે. તેથી એ ફલિત થયું કે જેઓનું ચિત્ત જગતના સર્વભાવો પ્રત્યે સામ્યભાવવાળું છે તેથી પોતાના શુદ્ધ સ્વભાવમાં સહજભાવથી વર્તે છે તેવા પરિણત ચારિત્રકાયવાળા મુનિઓ ક્રિયારુચિવાળા છે તેથી આજ્ઞારુચિ કરતાં ક્રિયારુચિનો ભેદ છે. ૯. સંક્ષેપરુચિસમ્યક્ત :
મહાત્મા ચિલાતીપુત્ર ઉપશમ, વિવેક, સંવર એ ત્રણ પદની અતિશય રુચિના બળથી સામ્યભાવને પામીને ચારિત્રની પરિણતિવાળા થયેલા. તેઓને “સંક્ષેપરુચિ સમ્યગ્દર્શન' હતું તે બતાવવા માટે કહે છે -
જેઓ અન્ય દર્શનની વાસનાથી અભિગૃહીત કુદૃષ્ટિવાળા નથી અને ભગવાનના પ્રવચન પ્રત્યે રુચિ હોવા છતાં પ્રવચનના અવિશારદ છે તેવા જીવોને નિર્વાણપદમાત્ર વિષયવાળી રુચિ છે તે ‘સંક્ષેપરુચિસમ્પર્વ' છે.
તેથી એ ફલિત થાય કે જેઓને સંસારના કોઈ ભાવો પ્રત્યે રૂચિ નથી, માત્ર સંસારનો અંત કરીને નિર્વાણ અવસ્થા પ્રાપ્ત કરવાની પ્રબળ ઇચ્છા છે તેથી ચિલાતીપુત્રની જેમ સર્વ સંગનો ત્યાગ કરીને સતત નિર્વાણપદના અર્થથી આત્માને ભાવિત કરીને નિર્વાણના ઉપાયભૂત સમભાવમાં મહાયત્ન કરે છે તેવા