________________
ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨
૭૫
અન્ય વચનો સાથે તે સામાયિક સૂત્રના અર્થનું પ્રતિસંધાન કરે તો તે એક પદના બળથી યાવત્ પૂર્વધર આદિ પણ બની શકે છે અને કેવલજ્ઞાનની પ્રાપ્તિ પણ કરી શકે છે. તેવા જીવોને ‘બીજરુચિસમ્યક્ત્વ' છે.
૬. અભિગમરુચિસમ્યક્ત્વ
:
અર્થને આશ્રયીને સકલ સૂત્રના વિષયવાળી રુચિ ‘અભિગમ રુચિ’ છે; કેમ કે અભિગમ શબ્દનો અર્થ ‘બોધ’ થાય છે. તેથી સકલ સૂત્રોના અર્થને સ્પર્શનારા બોધથી ઉત્પન્ન થયેલી જે રુચિ છે તે ‘અભિગમરુચિસમ્યક્ત્વ’ છે.
તેમાં ‘પ્રવચનસારોદ્વાર' ગ્રંથનું ઉદ્ધરણ આપ્યું તેનો અર્થ એ છે કે જે પુરુષથી અગિયાર અંગ, પ્રકીર્ણકાદિ ગ્રંથો, દૃષ્ટિવાદ આદિ શ્રુતજ્ઞાન અર્થથી જોવાયેલું છે=દૃષ્ટિવાદ આદિ સર્વ શ્રુતજ્ઞાનના અર્થનો બોધ થયેલો છે તેવો પુરુષ અભિગમરુચિસમ્યક્ત્વવાળો છે.
‘નનુ’થી શંકા કરે છે કે ‘સર્વ સૂત્ર વિષયક રુચિ ‘સૂત્રરુચિ’ છે એમ કહ્યું અને સર્વ સૂત્રોના અર્થના બોધથી થતી રુચિ ‘અભિગમરુચિ' છે એમ કહ્યું.' એ રીતે સૂત્રરુચિથી અભિગમરુચિનો ભેદ થશે નહિ; કેમ કે સૂત્રરુચિમાં પણ અર્થના બોધની અપેક્ષાથી જ થયેલી રુચિ સમ્યક્ત્વરૂપ છે; માત્ર સૂત્રની રુચિ સમ્યક્ત્વરૂપ નથી.
અહીં કોઈ કહે કે ‘અર્થવાળી સૂત્રવિષયકરુચિ તે અભિગમરુચિ છે અને કેવલ સૂત્રવિષયક રુચિ તે સૂત્રરુચિ' છે. એ પ્રમાણે અભિગમરુચિ અને સૂત્રરુચિનો ભેદ કરી શકાશે. તેને શંકાકાર કહે છે કે એમ કહી શકાય નહિ; કેમ કે કેવલ સૂત્રનું મૂકપણું હોવાથી સૂત્રવિષયક રુચિનું અપ્રમાણપણું છે માટે કેવલ સૂત્રવિષયક રુચિને સમ્યગ્દર્શન રૂપે સ્વીકારી શકાય નહિ. તેથી સૂત્રરુચિમાં સૂત્રથી થતા અર્થના બોધથી રુચિ ગ્રહણ કરવી પડશે અને અભિગમરુચિમાં પણ સૂત્રથી થતા અર્થના બોધની રુચિ ગ્રહણ કરવી પડશે. માટે સૂત્રરુચિ અને અભિગમરુચિનો કોઈ ભેદ સિદ્ધ થશે નહિ.
વળી, ‘સૂત્રરુચિ’ શબ્દથી અર્થના બોધ વગર કેવલ સૂત્રની રુચિ ગ્રહણ કરી શકાય નહિ. તેને દૃઢ ક૨વા માટે ‘નનુ’થી શંકા કરનાર કહે છે કે કેવલ સૂત્રરુચિ માત્ર અપ્રમાણ નથી પરંતુ અજ્ઞાન અનુબંધી પણ છે=અજ્ઞાન ફલવાળી પણ છે. તેથી માત્ર સૂત્રની રૂચિ અજ્ઞાનયુક્ત હોવાને કારણે સમ્યક્ત્વરૂપ કહી શકાય નહિ.
વળી, માત્ર સૂત્રની રુચિ અજ્ઞાન અનુબંધી કેમ છે ? તેમાં ‘ઉપદેશમાલા' ગ્રંથની સાક્ષી આપે છે
શ્રુતરૂપી કસોટી પથ્થર ઉપર જેણે સૂત્રનો પરિચ્છેદ કર્યો નથી અર્થાત્ સૂત્રના અર્થને શ્રુતના બળથી કસીને જાણવા યત્ન કર્યો નથી અને કેવલ અભિન્ન સૂત્રચારી છે–સૂત્રના શબ્દોથી પ્રાપ્ત થતા સામાન્ય અર્થને ગ્રહણ કરીને પ્રવૃત્તિ ક૨ના૨ છે. એવા જીવો સૂત્રોનું અવલંબન લઈ સર્વ ઉદ્યમથી પ્રયત્ન કરતા હોય તોપણ તેઓનો પ્રયત્ન અજ્ઞાનતપમાં ઘણો પડે છે. તેથી તેવા જીવો કઠોર આચરણાના ફળરૂપે નિર્જરાની પ્રાપ્તિ કરી શકતા નથી. તેથી ફલિત થયું કે કેવલ સૂત્રની રુચિ અજ્ઞાનના ફળવાળી છે માટે તેવી સૂત્રરુચિ