________________
૭૪
ધર્મસંગ્રહ ભાગ-૨ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ જેમ ગોવિંદાચાર્ય બૌદ્ધ દર્શનના વિદ્વાન હતા અને જૈનાચાર્ય સાથે વાદમાં હારી જતા હતા તેથી સ્યાદ્વાદના મર્મને ભણવા અર્થે માયા કરીને જૈન સાધુ પાસે દીક્ષા ગ્રહણ કરી અને શાસ્ત્રનું અધ્યયન કરતાં કોઈક સૂત્રનો મર્મસ્પર્શી બોધ થવાને કારણે જૈનદર્શન જ શ્રેષ્ઠ દર્શન છે, બોદ્ધ દર્શન શ્રેષ્ઠ નથી તેવો સ્થિરે નિર્ણય થયો. તેથી ગુરુ આગળ પોતે જે આશયથી દીક્ષા ગ્રહણ કરી તેનું પ્રકાશન કરીને જિનવચનમાં સ્થિરરુચિવાળા થયા. તેમ કોઈ જીવ જૈનદર્શનના નવકાર આદિ સૂત્રોને કે આગમવચનોને ગ્રહણ કરીને વારંવાર તેના મર્મને જાણવા પ્રયત્ન કરે તો તે જીવને સૂત્રના ગંભીર ભાવોના સૂક્ષ્મબોધને કારણે સૂક્ષ્મરુચિ પ્રગટે છે. જેમ ફરી ફરી સ્મરણ કરવાથી આત્મામાં દઢતર સંસ્કાર થાય છે તેમ કોઈ સૂત્રનું ફરી ફરી અધ્યયન કરવાથી નિઃસંશય દૃઢતર જ્ઞાન થાય છે. તેથી તે સૂત્રના બળથી જૈનશાસનના પરમાર્થને જોનારી નિર્મળ દષ્ટિ પ્રગટે છે માટે સૂત્રના બળથી સમ્યક્તની પ્રાપ્તિનું કારણ બને તેવી રુચિ પ્રગટ થઈ શકે છે તેમ સ્વીકારવામાં કોઈ અસંગતિ નથી.
અહીં વિશેષ એ છે કે સંસારથી ભય પામેલા અને તત્ત્વના અર્થી જીવો ઉપયોગપૂર્વક “પંચિંદિય સૂત્રને ગ્રહણ કરીને તેના મર્મને અવગાહન કરવા અર્થે વારંવાર તે સૂત્રના પરમાર્થને જાણવા યત્ન કરે તો પાંચ ઇન્દ્રિયના સંવરમાં, બ્રહ્મચર્યની નવ ગુપ્તિના પાલનને કરનારા અને ચાર કષાયોના ઉચ્છેદ માટે ક્ષમાદિમાં ઉદ્યમ કરનારા મુનિ કેવા હોય છે ? તેના ભાવોને સ્પર્શનારો સૂક્ષ્મબોધ થાય. જ્ઞાનાચારાદિ પાંચ આચારોને પાળનારા મુનિ કેવા હોય છે ? તેના રહસ્યનો મર્મસ્પર્શી બોધ થાય અને પાંચ સમિતિ - ત્રણ ગુપ્તિ પાળનારા તે મહાત્માના પારમાર્થિક સ્વરૂપનો બોધ થાય તો “ભાવસાધુ” કેવા હોય છે તેનો મર્મસ્પર્શી સૂક્ષ્મબોધ થઈ શકે છે. આ રીતે એક “પંચિંદિય સૂત્ર” ના બળથી પણ તેના હાર્દને સ્પર્શે તેવો બોધ કોઈ જીવને થાય તો તે જીવને નિર્મળકોટિનું સમ્યગ્દર્શન પ્રગટે છે. જે સૂત્રના પુનઃ પુનઃ અવલોકનથી પ્રગટેલું છે માટે તે સમ્યગ્દર્શનને “સૂત્રરુચિસમ્યક્ત' કહેવાય છે.
આનાથી એ ફલિત થાય કે ભગવાને બતાવેલાં સર્વસૂત્રો મર્મસ્પર્શી બોધ કરાવીને સમ્યગ્દર્શનની નિષ્પત્તિનું કારણ બને છે. યાવતું સમ્મચારિત્રની પ્રાપ્તિનું પણ કારણ બને છે અને તે સૂત્રના પરિણામ સાથે તન્મયતાની પ્રાપ્તિ થાય તો તે સૂત્ર જ વીતરાગતાની પ્રાપ્તિનું કારણ બને છે. આથી જિનવચનમાં કહેલા કોઈ એક સૂત્રને આશ્રયીને અનંતા જીવો કેવલજ્ઞાનને પામ્યા છે માટે સર્વજ્ઞથી પ્રરૂપિત જિનવચનના સૂત્રમાં સ્થિરરુચિ કરીને તેનો પુનઃ પુનઃ અભ્યાસ કરવામાં આવે તો તેના દઢતર મર્મસ્પર્શી સંસ્કારો અવશ્ય થાય છે. માટે સૂત્રની રુચિથી સમ્યક્ત થાય છે તેમ સ્વીકારવામાં કોઈ અસંગતિ નથી. ૫. બીજરુચિસખ્યત્ત્વ :
ભગવાનના વચનના કોઈ એક પદને ગ્રહણ કરીને અન્ય-અન્ય પદોના અર્થોની સાથે પ્રતિસંધાન દ્વારા ઘણા અર્થને સ્પર્શનારો બોધ જેઓને થાય છે તેઓને બીજરુચિસમ્યક્ત” છે..
જેમ પાણીમાં તેલનું બિંદુ વિસ્તાર પામે છે તેમ બીજરુચિવાળા જીવોનો બોધ સૂક્ષ્મ-સૂક્ષ્મ ઊહ કરીને વિસ્તારને પામે છે. જેમ કોઈને “સામાયિક પદના અર્થનો બોધ થયો હોય અને તેવા જીવો શાસ્ત્રનાં અન્ય