________________
૭૬
ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨
“સમ્યક્ત' કહી શકાય નહિ. આ પ્રકારે “નથી શંકા કરનારે સ્થાપન કર્યું કે “અભિગમરુચિ અને સૂત્રરુચિનો ભેદ પ્રાપ્ત થશે નહિ.”
તેને ગ્રંથકારશ્રી કહે છે – સ્થૂલથી તારું કથન સાચું છે. પરંતુ સૂત્રરુચિમાં અર્થરુચિનો પ્રવેશ છે અને અર્થરુચિમાં સૂત્રરુચિનો પ્રવેશ છે તેથી બંને એક છે. તોપણ અભિગમરુચિમાં સૂત્રના અર્થના અધ્યયનજનિત જ્ઞાનવિશેષકૃત રુચિ છે. અને સૂત્રરુચિમાં અર્થના અધ્યયનજનિત જ્ઞાનવિશેષ નથી પરંતુ અભિગમરુચિ જેવા વિશેષબોધથી રહિત સૂત્રોના યથાર્થ અર્થના બોધથી જનિત રુચિ છે. તેથી “અભિગમરુચિ' કરતાં સૂત્રરુચિનો ભેદ છે.
આશય એ છે કે સૂત્રરુચિવાળા જીવો સૂત્રના અર્થને ઉચિત રીતે જોડીને યથાર્થ બોધવાળા છે. અને અભિગમરુચિવાળા જીવો પણ સૂત્રોના અર્થોને ઉચિત રીતે જોડીને યથાર્થ બોધવાળા છે. તોપણ જેઓ પ્રધાનરૂપે સૂત્રના અર્થોનું અધ્યયન કરે છે તેના કારણે સૂત્રરુચિવાળા જીવો કરતાં વિશેષ પ્રકારનું જ્ઞાન ધરાવે છે અને તેવા જ્ઞાનવિશેષને કારણે સૂત્રરુચિવાળા જીવો કરતા અભિગમરુચિવાળા જીવોની રુચિ વિશેષ પ્રકારના અર્થને સ્પર્શનારી હોય છે. મોટે-જતે બે રુચિનો ભેદ છે અને સૂત્રરુચિ કરતાં અભિગમરુચિમાં અધિક નિર્મળતા છે. આથી જ “ઉપદેશપદ ગ્રંથમાં સૂત્રના અધ્યયનથી અધિક ઉદ્યમ અર્થના અધ્યયનમાં કરવાનું કહેલું છે. તેમાં ઉપદેશપદ' ગ્રંથની સાક્ષી બતાવે છે - સૂત્રથી અર્થમાં અધિક યત્ન કરવો જોઈએ ! કેમ સૂત્રથી અર્થમાં અધિક યત્નો કરવો જોઈએ ? એથી કહે છે –
અર્થમાં અધિક ઉદ્યમ કરવાથી ઉભયની વિશુદ્ધિ થાય છે. અર્થાત્ સૂત્રની અને અર્થની ઉભયની વિશુદ્ધિ થાય છે; કેમ કે કેવલ સૂત્ર મૂક છે. તેથી કંઈ બોધ કરાવતું નથી. અર્થમાં ઉદ્યમ કરવાથી સૂત્રના અર્થનો પારમાર્થિક બોધ થાય છે તેથી તે સૂત્ર પણ પારમાર્થિક રુચિપૂર્વકનું બને છે. માટે સૂત્રની વિશુદ્ધિ થાય છે. સૂત્રથી વાચ્ય પારમાર્થિક અર્થ પ્રત્યે રુચિ હોવાથી અર્થની પણ વિશુદ્ધિ થાય છે અને જો અર્થમાં વિશેષ યત્ન ન કરવામાં આવે તો તે સૂત્ર ખાલી શબ્દાત્મક હોવાથી રુચિનો વિષય પારમાર્થિક તત્ત્વ બનતું નથી માટે તે સૂત્રની રુચિ પણ આત્મકલ્યાણનું કારણ નથી. પૂર્વમાં સૂત્રરુચિથી અભિગમરુચિનો ભેદ સ્પષ્ટ કર્યો. હવે “અથવાથી અન્ય રીતે તે ભેદને સ્પષ્ટ કરે
જેઓને સૂત્રના યથાર્થ અર્થોનો બોધ છે અને તે અર્થોના બોધપૂર્વક સૂત્રની રુચિ છે અથવા જેઓને સૂત્રોના પારમાર્થિક અર્થ અનુસાર ઉચિત પ્રવૃત્તિ કરવાની રુચિ છે તેઓ ‘સૂત્રરુચિસમ્યક્ત’ વાળા છે. અને જેઓને સૂત્ર ઉપર રચાયેલી નિયુક્તિ આદિ ગ્રંથ વિષયક રુચિ છે તેઓને “અભિગમરુચિસમ્યક્ત” છે.
પોતાના કથનની પુષ્ટિ કરવા અર્થે કહે છે –
આથી જ “ઠાણાંગ” આગમગ્રંથની વૃત્તિમાં “અભિગમરુચિને નિયુક્તિ આદિના વિષયપણાથી “સૂત્રરુચિ કરતાં જુદી બતાવેલી છે.